________________
૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કામ વિનાશ કરે છે, મહામોહ વિપર્યાસ કરાવે છે તેથી તેઓના વિનાશને જોઈને અંદરના કાષાયિક ભાવો સર્વ વૃદ્ધિ પામે છે; કેમ કે ચિત્તવૃત્તિ અટવી ઉપર તેઓનું જ પ્રભુત્વ વર્તે છે. પરંતુ જો જીવમાં મહામોહ ન હોય તો સમ્યગ્દષ્ટિ જીવો જ્યારે કામને વશ થાય છે ત્યારે જાણે છે કે કામના દોષથી હું પીડાઉ છું માટે તેને શાંત કરવા ઉચિત યત્ન કરે છે, જેઓ પાસે વિવેકદૃષ્ટિ છે તેઓને કામના કે અન્ય ઇન્દ્રિયોના વિકારો થાય છે ત્યારે તે જીવો તે વિકારોને જોઈ શકે છે તેથી તેને શાંત કરવા યત્ન કરે છે તેથી તેવા જીવોના કામાદિ કષાયો અંતરંગ હર્ષિત થતા નથી. પરંતુ વિવેકી જનના પરાક્રમથી સતત હણાય પણ છે છતાં પ્રમાદવશ થયેલા જીવને ક્યારેક તેઓ પીડા પણ કરે છે.
વળી, પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે આ મકરધ્વજ અને મહામોહ આદિ અંતર્ધાન રૂપે વર્તે છે છતાં તમને કેમ દેખાય છે ? તેથી વિમર્શ કહે છે – મારી પાસે વિમલાલોક અંજન છે તેથી હું જોઈ શકું છું. પ્રકર્ષ પણ તે અંજનની યાચના કરે છે તેથી વિમર્શ તેને અંજન આપે છે જેથી પ્રકર્ષ પણ અંદરમાં રહેલા મહામોહાદિને તેઓને જોઈ શકે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનરૂપ શ્રુતચક્ષુથી તત્ત્વને જોવાની વિમર્શની દૃષ્ટિ છે તેથી લોલાક્ષ રાજા જે પ્રકારની ચેષ્ટા કરે છે તે સર્વનું મૂળ કારણ તેના અંદરમાં પ્રવેશેલા મકરધ્વજ અને મહામોહના આ કાર્યો છે તેમ જોઈ શકે છે અને પ્રકર્ષને પણ તે પ્રકારની બુદ્ધિ વિમર્શ આપી. તેથી તે પણ અંતરંગ રહેલા તે સર્વ ભાવોને જોઈ શકે છે. ત્યારપછી પ્રકર્ષ અને વિમર્શ વિમલાલોક અંજનના બળથી જુએ છે. તેથી તેઓને દેખાય છે કે લોલાક્ષ રાજા અને તે લોકોને મકરધ્વજ બાણોથી વીંધે છે તેથી બાણોથી વીંધાયેલા તેઓ કામને પરવશ બને છે અને કામ રતિ સહિત પ્રમોદિત થાય છે. તેથી તે સર્વમાં કામની વૃત્તિ, રતિની વૃત્તિ જાગૃત થાય છે અને મહામોહ આદિ સર્વ મકરધ્વજના તે પ્રકારના પરાક્રમની પ્રશંસા કરે છે.
વિમર્શ અને પ્રકર્ષ સાક્ષાત્ વિમલાલોક અંજનના બળથી સર્વ જીવોના મહામોહ આદિ સર્વ ભાવો ખીલેલી અવસ્થાવાળા જોઈ શકે છે. ફક્ત પ્રકર્ષને પ્રશ્ન થાય છે કે મંડપની અંદરમાં દ્વેષગજેન્દ્ર, અરતિ, શોક આદિ સર્વ દેખાતા હતા તે અત્યારે અહીં ભવચક્ર નગરમાં કેમ દેખાતા નથી ? તેથી વિમર્શ કહે છે – તેઓ આવિર્ભાવ, તિરોભાવ ધર્મવાળા છે, તેથી અત્યારે રાજાની સેવાનો અવસર નહીં હોવાથી તે સર્વ તિરોધાન થઈને બેઠેલા છે. અવસર પ્રાપ્ત થાય તો તે સર્વ તત્કાલ આવિર્ભાવ પામે છે. આથી જ તેવા આનંદ-પ્રમોદના પ્રસંગમાં કોઈક નિમિત્તે મનભેદ આદિ થાય ત્યારે તે સર્વ દ્વેષ, શોક, આદિ ભાવો પણ સ્પષ્ટ પ્રગટ રૂપે દેખાય છે. ફક્ત ભોગવિલાસનો પ્રસંગ ચાલતો હોય ત્યારે તે સર્વ તિરોધાનરૂપે વર્તતા હોય છે. તે વખતે જે જે ઇન્દ્રિયોના જે જે વિષયોનો અવકાશ હોય છે તેને અનુરૂપ કામ સાથે તે સર્વ પોતપોતાનું કાર્ય કરતા જ હોય છે.
मद्यपदशा अत्रान्तरे करिवरादवतीर्णः स लोलाक्षो राजा, प्रविष्टश्चण्डिकायतने, तर्पिता मद्येन चण्डिका, विहितपूजः समुपविष्टस्तस्या एव चण्डिकायाः पुरोवर्तिनि महति परिसरे मद्यपानार्थं, ततः सहैव