________________
૩૬૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
भवगहनमनन्तं पर्यटद्भिः कथञ्चिन्नरभवमतिरम्यं प्राप्य भो भो मनुष्याः!।
निरुपमसुखहेतावादरः संविधेयो, न पुनरिह भवद्भिर्मानजिह्वाऽनृतेषु ।।४४३।। શ્લોકાર્ય :
અનંતભવગહનને ભટકતા જીવ વડે કોઈક રીતે અતિ રમ્ય એવા નરભવને પ્રાપ્ત કરીને હે હે મનુષ્યો! નિરુપમ સુખના હેતુમાં આદર કરવો જોઈએ. વળી અહીં મનુષ્યભવમાં, માન, જિલ્વેન્દ્રિય અને અનૃતમાં પ્રયત્ન કરવો જોઈએ નહીં. ll૪૪all શ્લોક :
इतरथा बहुदुःखशतैर्हता, मनुजभूमिषु लब्धविडम्बनाः ।
मदरसानृतगृद्धिपरायणा, ननु भविष्यथ दुर्गतिगामुकाः ।।४४४।। શ્લોકાર્ય :
ઈતરથા=નિરુપમ સુખના હેતુમાં આદર ન કરવામાં અને માનાદિ ભાવોમાં યત્ન કરવામાં આવે તો, સેંકડો દુઃખોથી હણાયેલા, મનુષ્યભૂમિઓમાં પ્રાપ્ત થયેલી વિડંબનાવાળા, મદ=માન, રસનેન્દ્રિય અને મૃષાવાદની ગૃદ્ધિમાં પરાયણ એવા તમે દુર્ગતિગામી થશો. ll૪૪૪ll શ્લોક :
एतनिवेदितमिह प्रकटं मया भो!, मध्यस्थभावमवलम्ब्य विशुद्धचित्ताः ।
मानानृते रसनया सह संविहाय, तस्माज्जिनेन्द्रमतलम्पटतां कुरुध्वम् ।।४४५।। શ્લોકાર્ચ -
અહીં=પ્રસ્તુત પ્રસ્તાવમાં, પ્રગટ આ મારા વડેકસિદ્ધર્ષિગાણ વડે, નિવેદન કરાયું છે. હે સંસારી જીવો ! મધ્યસ્થભાવનું અવલંબન લઈને વિશુદ્ધ ચિત્તવાળા રસના સહિત માન અને મૃષાવાદનો ત્યાગ કરીને તેનાથી જિનેન્દ્રમતની લંપટતાને કરો. ll૪૪પી.
इति श्रीमत् सिद्धर्षिसाधुविरचितायां उपमितिभवप्रपञ्चायां कथायां
मानमृषावादरसनेन्द्रियविपाकवर्णनस्तुरीयः प्रस्तावः समाप्तः ।।४।। એ પ્રમાણે ઉપમિતિભવપ્રપંચકથામાં માન, મૃષાવાદ અને રસનેન્દ્રિય વિપાકના વર્ણન રૂ૫ ચોથો પ્રસ્તાવ પૂરો થયો. ભાવાર્થ
નરવાહનરાજા વિચક્ષણસૂરિને પૂછે છે કે રિપુદારણને ક્યારે માનકષાય અને મૃષાવાદનો વિયોગ થશે ? તેનો ઉત્તર આપતાં વિચક્ષણસૂરિ અંતરંગ નગરનું વર્ણન કરે છે અને કહે છે – ઘણા ભવ પછી જ્યારે