________________
૩૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
यदुतअरे विमूढाः! को नाम, तपनोऽयं ममाग्रतः? ।
येनास्य पूजनं कुर्यामहं न पुनरेष मे ।।४३५ ।। શ્લોકાર્ચ -
જે ‘યહુતીથી બતાવે છે – અરે વિમૂઢો ! મારી આગળ તપન નામવાળો આ કોણ છે ? જેના કારણે આનું હું પૂજન કરું, આ તપનચક્રવર્તી, મારું પૂજન ન કરે. ll૪૩૫ll
तदाकर्ण्य मन्त्रिमहत्तमैरुक्तं-देव! मा मैवं वदतु देवः, अस्य हि पूजनमकुर्वता देवेन लघितः पूर्वपुरुषक्रमः, परित्यक्ता राजनीतिः, प्रलयं नीताः प्रकृतयः, समुज्झितं राज्यसुखं, परिहापितो विनयः, अपकर्णितमस्मद्वचनं भवति, तन्नैवं वदितुमर्हति देवः, क्रियतामस्माकमनुरोधेन तपनराजस्याभ्युद्गमनं देवेनेति वदन्तः पतिताः सर्वेऽपि मम चरणयोः । ततो मृदूभूतो मनाङ् मे शैलराजीयहृदयावलेपनावष्टम्भः केवलं संज्ञितोऽहं मृषावादेन । ततो मयाऽभिहितं-न ममाऽत्र क्षणे चित्तोत्साहः, तद् गच्छत यूयं, कुरुत यथोचितं, अहं तु पश्चादागमिष्यामि, दत्तास्थाने राजनि प्रवेक्ष्यामीति । ततो यदाज्ञापयति देव इति वदन्तो निर्गतास्तपनाभिमुखं मन्त्रिमहत्तमा राजलोकश्च, सन्ति च तस्य तपननृपतेविविधदेशभाषावेषवर्णस्वरभेदविज्ञानान्तर्धानविज्ञातारो बहवश्चरविशेषाः, ततः केनचिच्चरेण विदितोऽयं वृत्तान्तो निवेदितस्तपनाय ।
તેને સાંભળીને મંત્રી મહત્તમો વડે કહેવાયું. હે દેવ ! આ પ્રમાણે ન કહો. આ પ્રમાણે ન કહો. f= જે કારણથી, આના પૂજન નહીં કરતાં દેવ વડે પૂર્વ પુરુષનો ક્રમ ઉલ્લંઘન કરાયો=તમારા પિતાદાદાના આચારનું ઉલ્લંઘન કરાયું. રાજનીતિ ત્યાગ કરાઈ. પ્રકૃતિઓઃપ્રજા, પ્રલયને પ્રાપ્ત કરાઈ. રાજ્યસુખ ત્યાગ કરાયું. વિનયનો નાશ કરાયો. અમારું વચન=મંત્રીઓનું વચન, અવગણના કરાયેલું થાય છે. તે કારણથી દેવ=રિપુદારણ, આ રીતે કહેવા માટે યોગ્ય નથી. દેવ વડે અમારા અનુરોધથી તપતરાજાને સમુખ ગમન કરાય. એ પ્રમાણે બોલતા સર્વ પણ મારા ચરણમાં પડ્યા. તેથી શૈલરાજીય હદયના અવલેપનથી અષ્ટભુ=અક્કડ થયેલું, મારું હદય થોડુંક મૃદુ=કોમલ થયું. કેવલ મૃષાવાદથી હું સંજ્ઞા અપાયો. ત્યારપછી મારા વડે કહેવાયું. આ ક્ષણમાં મારા ચિત્તનો ઉત્સાહ નથી. તે કારણથી તમે જાવ. યથાઉચિત કરો. વળી હું પાછળથી આવીશ. ભરાયેલી સભાવાળા રાજા હોતે છતે હું પ્રવેશ કરીશ. ત્યારપછી દેવ=રિપુદારણ, જે આજ્ઞા કરે છે એ પ્રમાણે બોલતા તપનને અભિમુખ મંત્રી, મહતમો અને રાજલોક નીકળ્યા. અને તે તપતરાજાના વિવિધ દેશની ભાષા, વેશ, વર્ણ, સ્વરભેદ, વિજ્ઞાન, અંતર્ધાનને જાણનારા=અદશ્ય થવાની કળાને જાણનારા, ઘણા ચરવિશેષો છે. તેથી કોઈ ચર વડે આ વૃત્તાંત જણાયો અને તપનચક્રવર્તીને નિવેદન કરાયો.