________________
૩૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
હે ભગવંત ! ખરેખર લોકમાં જેવા પ્રકારનો આ રિપુદારણ છે, જ્ઞાનરૂપી પ્રકાશવાળા એવા તમારા જેવાને વિદિત જ છે. II૪૦૮II શ્લોક :
तदस्य सत्कुले जन्म, सामग्रीयं मनोहरा ।
संजाता किं पुनर्जातं, तादृशं चरितं पुरा? ।।४०९।। શ્લોકાર્થ:
તે કારણથી આનો રિપુદારણનો, સસ્કુલમાં જન્મ, મનોહર આ સામગ્રી થઈ. વળી પૂર્વમાં તેવું ચરિત કેમ થયું? I૪૦૯ll શ્લોક -
सूरिणाऽभिहितं भूप! न दोषोऽस्य तपस्विनः ।
शैलराजमृषावादौ, तस्य सर्वस्य कारणम् ।।४१०।। શ્લોકાર્ચ -
સૂરિ વડે કહેવાયું - હે રાજા ! આ તપસ્વીનો દોષ નથી. માન અને મૃષાવાદ આ સર્વનું કારણ છે=રિપદારણના સર્વ દોષોનું કારણ છે. I૪૧૦|| શ્લોક :
तातेनोक्तंअनर्थसार्थहेतुभ्यां, भदन्तेह कदा पुनः ।
आभ्यां पापवयस्याभ्यां, वियोगोऽस्य भविष्यति ।।४११।। શ્લોકાર્ચ -
પિતા વડે કહેવાયું. હે ભદંત ! અનર્થ સમૂહના હેતુ એવા આ બે પાપી મિત્રોથી અહીં=સંસારમાં, વળી આનો વિયોગ ક્યારે થશે ? Il૪૧૧TI. શ્લોક :
सूरिराह महाराज! वियोगोऽद्यापि दुर्लभः ।
शैलराजमृषावादौ, यतोऽस्यात्यन्तवल्लभौ ।।४१२।। શ્લોકાર્થ :
સૂરિ કહે છે – હે મહારાજ ! હજી પણ વિયોગ દુર્લભ છે. જે કારણથી આને=રિપુદારણને, શેલરાજ અને મૃષાવાદ અત્યંત વલ્લભ છે. ll૪૧ચો.