SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ જે રસના વિષયક લોલુપતા હતી તેનો સાધુ ત્યાગ કરે છે અને અંતમાંત તુચ્છ ભિક્ષાના ગ્રહણરૂપ પરુષ ક્રિયાથી તે લોલુપતાને અત્યંત દૂર કરે છે તેથી રસનેન્દ્રિય પણ જીવને વિશેષ અનર્થ કરી શકતી નથી. જ્યારે મોક્ષમાં જશે ત્યારે તે રસનાનો પણ ત્યાગ કરશે. ત્યાં સુધી પ્રવ્રજિત સાધુ આ સર્વ અંતરંગ કુટુંબનું પાલન કરીને જૈનપુરમાં વસે છે અને જેઓ શુભોદયાદિ અંતરંગ કુટુંબને સંયમઅવસ્થામાં સાથે રાખી શકતા નથી તેઓ પ્રવ્રજિત હોવા છતાં પરમાર્થથી જૈનપુરથી બહાર રહે છે અને પ્રમત્તતા નદીમાં જઈને મહામોહાદિથી લુંટાય છે. तेन स्थितस्तेषां जैनपुरनिवासिनां भगवतां साधूनां मध्ये किलाऽहं प्रव्रजित इति मन्यमानः, ततः शिक्षितः समस्तोऽपि तेन तेषामाचारो, निषेवितः परमभक्त्या, विनिर्जिता सा रसना सर्वथा विहिताऽत्यर्थमकिञ्चित्करी । ततः स्थापितस्तेन गुरुणा निजपदे स विचक्षणः, स चान्यत्रापि दृश्यमानः परमार्थतस्तत्रैव विवेकगिरिशिखरवासिनि जैनपुरे द्रष्टव्यः । તેથી તે જેતપુર નિવાસી ભગવાન સાધુના મધ્યમાં રહેલ હું પ્રવ્રજિત થયેલો છું એ પ્રમાણે માનતો ત્યારપછી તેના વડે=ગુણધારણ આચાર્ય વડે, તેઓનો સમસ્ત પણ આચાર શિખવાડાયો. પરમભક્તિથી સેવન કરાયો=મારા વડે સેવન કરાયો. તે રસના સર્વથા અત્યંત અકિંચિકરી કરાયેલી જિતાઈ=સંયમ ગ્રહણ કર્યા પછી અંતપ્રાંત તુચ્છ આહાર ગ્રહણ કરવા દ્વારા શુભ પરિણામો નિષ્પતિ પ્રત્યે સર્વથા અકિંચિકર કરીને રસના જિતા. ત્યારપછી=સંયમ ગ્રહણ કર્યા પછી આ રીતે શિક્ષા ગ્રહણ કરાઈ ત્યારપછી, તે ગુરુ વડે તે વિચક્ષણ પોતાના પદમાં સ્થાપન કરાયા–આચાર્યપદમાં સ્થાપન કરાયા. અને તે=વિચક્ષણસૂરિ, અન્યત્ર પણ દેખાતા=વિહાર કરીને તે તે નગરોમાં પણ દેખાતા, પરમાર્થથી તે જ વિવેકગિરિના શિખરવાસી જેતપુરમાં જાણવા. आचार्यस्य नम्रता यतो भो महाराज नरवाहन! स विचक्षणोऽहमेव विज्ञेयः, एते च ते महात्मानः साधवो मन्तव्या, ततो महाराज! यद्भवद्भिरभ्यधायि यदुत-किं ते वैराग्यकारणम् ? इति, तदिदं मम वैराग्यकारणं, इयं चेदृशी मदीया प्रव्रज्या इति । આચાર્યની નમ્રતા જે કારણથી હે મહારાજ તરવાહત ! તે વિચક્ષણ હું જ જાણવો. અને આ તે મહાત્મા સાધુઓ જાણવા. તેથી હે મહારાજ ! નરવાહન ! જે તારા વડે કહેવાયું. શું કહેવાયું ? તે “કુર'થી બતાવે છે – તમારા વૈરાગ્યનું કારણ શું છે એ પ્રમાણે કહેવાયું. તે આ=મેં અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, મારા વૈરાગ્યનું કારણ છે. અને આ આવા પ્રકારની મારી પ્રવ્રજ્યા છે.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy