SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેઓને માનકષાયનો ઉદય થતો નથી. જેના બળથી તેઓનો યતમાન એવો યતિભાવ હણાતો નથી. (૩) વળી, મુનિઓને ત્રીજો આર્જવ નામનો પરિણામ છે જેનાથી સંયમજીવનમાં અલ્પ પણ ક્ષતિ થાય તેના નિવારણ માટે સરળભાવથી ગુરુ આદિને નિવેદન કરીને શુદ્ધિ માટે મુનિઓ યત્ન કરે છે અને સંયમની સર્વ ક્રિયા મોહનાશ માટે પોતે કરતા ન હોય છતાં હું સાધુ છું એવો વક્ર સ્વભાવ ધારણ કરતા નથી. પરંતુ સરળભાવે પોતાના માર્ગાનુસારી યત્નને જોનારા હોય છે અને જે ભાવ પોતે કરી શકતા નથી તેને સમ્યક્ કરવા માટે સરળભાવથી યત્ન કરે છે. આ પ્રકારનો આર્જવભાવ મુનિનો ત્રીજા પ્રકારનો યતિધર્મ છે. (૪) વળી, મુક્તતા નામનો ચોથો ધર્મ સાધુને બાહ્ય સ્વજનાદિ, ભક્તવર્ગ કે અનુકૂળ ભાવોમાં નિઃસંગ કરે છે અને અંતરંગ કષાયો અને નોકષાયોમાં સંગ કર્યા વગર તેના ઉચ્છેદને અનુકૂળ અપ્રમાદથી યત્ન કરાવે છે. (૫) વળી, પાંચમો તપયોગ નામનો યતિધર્મ છે, જે બાર મનુષ્યોથી વીંટાળાયેલો છે જે બાર પ્રકારના તપ સ્વરૂપ છે. અને મુનિ અપ્રમાદથી સંયમયોગમાં પ્રયત્ન કરતા હોય ત્યારે તે બારે પ્રકારના તપને સ્વશક્તિ અનુસાર અવશ્ય સેવનારા છે. વળી, તે તે કાળે તે તે તપ કૃત્યરૂપે દેખાય છે અને અન્ય તપ સાક્ષાત્ કૃત્યરૂપે ન હોય તોપણ ફલથી તે તપનું સેવન મુનિઓ કરે જ છે. બાર પ્રકારના તપમાં અનશન નામનો પ્રથમ તપનો ભેદ મુનિને આહારનો ત્યાગ દ્વારા નિઃસ્પૃહ કરે છે. છતાં કોઈક સાધુનું તે પ્રકારનું શરીરબળ ન હોય તો કુરગડુ મુનિ આદિની જેમ સાક્ષાત્ આહારનો ત્યાગ કરતા નથી. તોપણ અણાહારીભાવ પ્રત્યેના અત્યંત પક્ષપાતવાળા તે કુરગડુ મુનિની જેમ નિઃસ્પૃહચિત્ત અવશ્ય કરે છે. તેથી શક્તિ અનુસાર અનશનતપ પણ કરે છે અને શક્તિનો અભાવ હોય ત્યારે જે કૃત્યથી નિઃસ્પૃહતા થતી હોય તે કૃત્ય સેવીને અનશનતપ ફલથી પ્રાપ્ત કરે છે. વળી, ઊણોદરી નામનો તપ પોતાના સંયમના ઉપખંભક રૂપે જે ભોજન આવશ્યક છે તેમાં પણ કંઈક ન્યૂનભોજન કરીને નિઃસ્પૃહ થવાને અનુકૂળ વીર્યની વૃદ્ધિ કરે છે. વળી, આના ઉપદેશથી=વૃત્તિસંક્ષેપના ઉપદેશથી, મુનિઓ અનેક પ્રકારના સુંદર અભિગ્રહો કરે છે. જેનાથી શમરૂપી સુખની વૃદ્ધિ થાય છે. તેથી મુનિઓ સંયમને ઉપકારક જણાય ત્યારે જ શમભાવના પરિણામની વૃદ્ધિ થાય તે રીતે ભિક્ષા માટે જાય છે અને વિચારે છે કે શુદ્ધભિક્ષા મળશે તો સંયમની વૃદ્ધિ કરીશ અને નહીં મળે તો તપ દ્વારા દઢ યત્ન કરીને હું સંયમની વૃદ્ધિ કરીશ. આ પ્રકારના પરિણામવાળા મુનિઓ પણ પોતાની નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિમાં પણ જે ગ્રહણ કરવાની વૃત્તિઓ છે તેમાં સંકોચ કરવા અર્થે અભિગ્રહો ગ્રહણ કરે છે કે આ રીતે મને ભિક્ષા મળશે તો હું ભિક્ષા ગ્રહણ કરીશ અન્યથા તપ દ્વારા સંયમની વૃદ્ધિ કરીશ. તેથી નિર્દોષ ભિક્ષાથી સંયમ ગ્રહણ કરીને તપની વૃદ્ધિનો જે અધ્યવસાય હતો તેમાં પણ વૃત્તિઓનો સંકોચ કરીને મુનિઓ સમભાવરૂપી સુખની વૃદ્ધિ કરે છે. જે વૃત્તિસંક્ષેપ નામના તપનું કાર્ય છે. વળી, મુનિઓ ઇન્દ્રિયોને અનુકૂળ રસોનો ત્યાગ કરીને તે અનુકૂળ ભાવોમાં મોહના ઉદ્રકનું નિવારણ કરે છે; કેમ કે ઇન્દ્રિયોને અનુકૂળ રસો દેહના ઉપખંભક દ્વારા સંયમની આરાધનામાં સહાયક હોવા છતાં તત્કાલ મોહ ઉદ્રક આદિનું કારણ પણ બને છે. તેથી તે સુંદર રસવાળો આહાર સંયમની પ્લાનિનું કારણ બને છે, તેના
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy