SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અર્થોના બોધમાં થતો તેઓનો હર્ષ સૂક્ષ્મ ભાવોને સ્થિર કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ બળસંચય કરાવે છે. વ્રતના અતિચારોનો વેષ કરીને તેઓ નિરતિચાર વ્રતપાલનની શક્તિનો સંચય કરે છે. સામાચારીના વિલોપમાં ક્રોધ કરીને તેઓ શુદ્ધ સામાચારી સેવવાનું બળસંચય કરે છે. પ્રવચન પ્રત્યેનીકોમાં રોષ કરીને પ્રવચનની સુરક્ષા કરવાનું પરિણામ પોતાનામાં સ્થિર કરે છે. કર્મની નિર્જરાથી મદ કરીને અધિક અધિક કર્મની નિર્જરા માટે ઉલ્લસિત સદૂર્વીર્યવાળા થાય છે. સ્વીકારાયેલી પ્રતિજ્ઞાના નિર્વાહમાં અહંકાર કરીને શુદ્ધ પ્રતિજ્ઞા પાલનને અનુકૂળ સદ્વર્યનો સંચય કરે છે. પરિષદોમાં સ્થિર પરિણામવાળા થાય છે. વળી, દિવ્યાદિ ઉપસર્ગોમાં જે તેઓ સ્મય કરે છે તેના દ્વારા પણ સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. પ્રવચનનું માલિન્ય ગોપવીને પ્રવચનની જ ભક્તિ કરે છે. ધૂર્ત એવી ઇન્દ્રિયોને ઠગીને નિર્વિકારી અવસ્થાને જ તેઓ પ્રાપ્ત કરે છે. વળી, તપ-ચારિત્રમાં લોભ કરીને તેઓ નિર્લેપતાની જ વૃદ્ધિ કરે છે. વૈયાવચ્ચ આદિ આચરણામાં વૃદ્ધિ કરીને ગુણવાનના ગુણોના અવલંબન દ્વારા પોતાનામાં જ ગુણસંપત્તિની વૃદ્ધિ કરે છે. સધ્યાન યોગોના સ્વીકાર દ્વારા કષાયજન્ય અસ્થર્યનો વિનાશ કરીને આત્માના નિરાકુળભાવમાં તેઓ સ્થિર થવા યત્ન કરે છે. પરોપકાર કરીને તોષ પામે છે તેના દ્વારા અન્ય જીવો પ્રત્યે દયાળુ સ્વભાવની જ આત્મામાં વૃદ્ધિ કરે છે. પ્રમાદ-આપાદક ચોરના સમૂહનો નાશ કરીને વીતરાગ થવાને અનુકૂળ અપ્રમાદભાવની વૃદ્ધિ કરે છે. ભવચક્રના ભ્રમણથી ભય પામીને ભવના ઉચ્છેદને અનુકૂળ વીર્યનો સંચય કરે છે. વિપરીત માર્ગની આચરણા પ્રત્યે જુગુપ્સા કરીને આત્માના શુદ્ધભાવોની વૃદ્ધિ જ કરે છે. મોક્ષમાર્ગમાં સતત ચિત્તને રમાડીને તેઓ નિઃસંગતાની વૃદ્ધિ કરે છે. વિષયોમાં વર્તતી સુખ-શીલતાનો ઉપહાસ કરીને સમભાવના સુખમાં જ ઉદ્યમવાળા થાય છે. પોતાની શિથિલ આચરણાથી ઉદ્વેગ પામીને મોક્ષમાર્ગની આચરણામાં જ વિર્ય ઉલ્લસિત થાય તેવો યત્ન કરે છે. પોતાનાં પૂર્વનાં દુશ્ચરિત્રોને અને અનંતકાળમાં સેવાયેલાં પાપસ્થાનકોને સ્મરણમાં લાવીને તેનો શોક કરે છે, જેથી તે પાપસ્થાનકો ફરી ચિત્તમાં પ્રવેશ ન પામે તેવો બળસંચય કરે છે. પોતાના સ્વીકારાયેલા શીલની સ્કૂલનાની ગર્તા કરીને નિષ્ફટક શીલની પ્રાપ્તિનો બળસંચય કરે છે. ભવચક્રના નિવાસની નિંદા કરીને સિદ્ધઅવસ્થા પ્રત્યેના બદ્ધરાગને ઉલ્લસિત કરે છે. ભગવાનની આજ્ઞારૂપ સ્ત્રીની આરાધના કરીને જિનતુલ્ય થવા યત્ન કરે છે. ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના સેવન દ્વારા શત્રુના નાશને અનુકૂળ મહાવીર્યનો સંચય કરે છે. તેથી જૈનનગરમાં વસતા મહાત્માઓના પ્રશસ્ત મહામોહાદિ ભાવો સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષપ્રાપ્તિનું જ કારણ છે. માટે સંસારી જીવોના મોહાદિ ભાવો કરતાં જૈનપુરમાં વસતા જીવોના મોહાદિ ભાવો અન્ય પ્રકારના છે. વળી વિમર્શ ચિત્તસમાધાનમંડપનું સ્વરૂપ બતાવતાં કહે છે. આ ચિત્તસમાધાનમંડપ પોતાના વીર્યથી જીવોને અતુલ સુખ કરે છે, કેમ કે જેઓનું ચિત્ત સમાધાનવાળું છે તેઓને તુચ્છ બાહ્ય વિષયોથી ચિત્તમાં | વિક્ષેપ થતા નથી, તેથી કષાયોના ઉપદ્રવના શમનને કારણે ચિત્તસમાધાન જીવને પ્રગટ સુખનું કારણ બને છે. જે નિર્મળ વિવેકદૃષ્ટિથી ઉત્પન્ન થયેલા મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે. વળી આ ચિત્તસમાધાનમંડપ ત્રણ જગતના બંધુ એવા તીર્થકરને ચિત્તમાં સ્થાપન અર્થે જ કર્મોથી નિર્માણ થયેલું છે અર્થાત્ જીવના ક્ષયોપશમભાવનાં કર્મોથી આ ચિત્તસમાધાનમંડપ નિર્માણ થયેલું છે, જેમાં
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy