SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સર્વ દ્વારા સતત અપ્રમત્તતાના બળથી શત્રુઓને ક્ષીણ કરવામાં જ યત્નવાળા થાય છે. ક્વચિત્ નિમિત્તને પામીને તેઓના ચિત્તમાં કોઈક કષાયનો સ્પર્શ થાય તો પણ તેઓ પોતાના અપ્રમાદભાવના બળથી શીધ્ર તેને ક્ષણ કરવા યત્ન કરે છે. વળી, આવું જૈનપુર ભવચક્રમાં વિદ્યમાન હોવા છતાં જીવોને અત્યંત દુર્લભ છે અને જેઓને તે જૈનપુર પ્રાપ્ત થયું છે તેઓના ચિત્તમાં સતત આનંદની વૃદ્ધિ થાય છે; કેમ કે આ જૈનપુર જ સર્વગુણરૂપી રત્નોથી પૂર્ણ છે, સર્વ સુખોનું સ્થાન છે. આનાથી સારતર જગતમાં કોઈ વસ્તુ નથી; કેમ કે જેઓ જૈનનગરને પામીને પોતાના અપ્રમાદભાવના બળથી સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓ સતત મોક્ષ તરફ જવાના કૃતનિશ્ચયવાળા છે અને જ્યાં સુધી મોક્ષને ન પામે ત્યાં સુધી તેઓ ઉત્તમ દેવલોકમાં વસે છે. ફરી મનુષ્યભવને પામીને મોક્ષમાર્ગ તરફ જવા માટે અપ્રમાદથી યત્ન કરે છે તેથી જૈનપુરમાં વસનારા જીવોના અપ્રમાદવાળા વીર્યને જોઈને મહામોહાદિ અંતરંગ શત્રુઓ ભયને કારણે તેઓથી સદા દૂર રહે છે. ક્વચિત્ પ્રમાદવાળા તે જીવને જોઈને મહામોહાદિ શત્રુઓ ઉપદ્રવ કરે તો પણ અંતે તે મહાત્મા શત્રુઓનો નાશ કરે છે. શ્લોક : प्रकर्षणोदितं माम! नैतदेवं यतः क्वचित् । यथैव ते मया दृष्टा, भवचक्रनिवासिनः ।।६८।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું છે મામા ! આ તમે કહ્યું એ, એ પ્રમાણે નથી અર્થાત્ જૈનપુરમાં રહેનારા જીવોથી મહામોહાદિ શત્રુઓ ભય પામે છે એ પ્રમાણે નથી. જે કારણથી ક્યારેક જે પ્રમાણે જ તે ભવચક્રવાસી જીવો મારા વડે મહામોહાદિ ગ્રસ્ત જોવાયા. I૬૮ महामोहादिभिर्ग्रस्तास्तथैतेऽपि न संशयः । તે પ્રમાણે આ પણ=જેતપુરમાં વસતા લોકો પણ, મહામોહાદિથી ગ્રસ્ત જોવાયા છે. સંશય નથી. કઈ રીતે મહામોહાદિથી ગ્રસ્ત જોવાયા છે ? તે ‘તથાદિ' કહે છે – - નૈનાનાં પ્રશસ્તમૈચ્છતો હેતુ तथाहि-एतेष्वपि जैनलोकेषु दृश्यन्ते सर्वाण्यपि तत्कार्याणि, यस्मादेतेऽपि मूर्छन्ति भगवद्बिम्बेषु, रज्यन्ते स्वाध्यायकरणेषु, स्निह्यन्ति साधर्मिकजनेषु, प्रीयन्ते सदनुष्ठानेषु, तुष्यन्ति गुरुदर्शनेषु, हष्यन्ति सदर्थोपलम्भेषु, द्विषन्ति व्रतातिचारकरणेषु, क्रुध्यन्ति सामाचारीविलोपेषु, रुष्यन्ति प्रवचनप्रत्यनीकेषु, माद्यन्ति कर्मनिर्जरणेषु, अहङ्कुर्वन्ति प्रतिज्ञातनिर्वाहणेषु, अवष्टभ्नन्ति परीषहेषु, स्मयन्ते दिव्याद्युपसर्गेषु, गृहयन्ति प्रवचनमालिन्यं, वञ्चयन्तीन्द्रियधूर्तगणं, लुभ्यन्ति तपश्चरणेषु, गृध्यन्ति वैयावृत्त्याचरणेषु, अभ्युपपद्यन्ते सद्ध्यानयोगेषु, तृष्यन्ति परोपकारकरणेषु, निघ्नन्ति प्रमाद
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy