SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | પ્રસ્તાવ ૨૧૧ શ્લોક : सा सर्वोपद्रवैर्मुक्ता, श्वेता रत्नौघपूरिता । एतेषां ध्यानयोगेन, चित्तवृत्तिः प्रभासते ।।३।। શ્લોકાર્ય : સર્વ ઉપદ્રવોથી મુક્ત, શ્વેત, રત્નના સમૂહથી પુરાયેલી તે ચિત્તરૂપી અટવી આમના=આ મહાત્માઓના, ધ્યાનયોગથી પ્રભાસિત થાય છે. II3II શ્લોક : तदेते ते महात्मानो, ये मया वत्स! वर्णिताः । पूर्वं तपोधनाः सम्यक्, पश्य विस्फारितेक्षणः ।।४।। શ્લોકાર્ય : તે કારણથી આ તે મહાત્માઓ છે હે વત્સ પ્રકર્ષ ! જે મારા વડે=વિમર્શ વડે, પૂર્વમાં સમ્યક તપોધન વર્ણન કરાયા. વિસ્ફારિત દષ્ટિવાળો એવો તું જો. llll શ્લોક : प्रकर्षणोक्तंचारु चारु कृतं माम! विहितो मदनुग्रहः । जनितः धूतपापोऽहमेतेषां दर्शनात्त्वया ।।५।। શ્લોકાર્ય : પ્રકર્ષ વડે કહેવાયું – સુંદર સુંદર હે મામા ! મારા ઉપર અનુગ્રહ કરાયો. આમના દર્શનથી ધૂત પાપવાળો એવો હું=નાશ થયેલા પાપવાળો એવો હું, તમારા વડે=વિમર્શ વડે, કરાયો. પII શ્લોક : कृतं मानसनिर्वाणं, विहितः पटुलोचनः । आनन्दामृतसेकेन, गात्रं निर्वापितं च मे ।।६।। શ્લોકાર્થ : માનસ નિર્વાણ કરાયું=મનબાહ્ય વિષયો તરફ ગમનથી નિવૃત્ત પરિણામવાળું કરાયું. પટુલોચન કરાયોકતત્વને જોવામાં નિર્મળ પ્રજ્ઞારૂપ પટુલોચન કરાયો. આનંદના અમૃતના સિંચનથી મારું ગાત્ર નિર્વાપિત કરાયું=સ્વચ્છ કરાયું. IIsll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy