SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭૭ કેમ નિશ્ચયનયથી અશક્ય એવા પણ અનુષ્ઠાનમાં બુદ્ધિમાન પુરુષ વ્યવહારનયથી પ્રવર્તે છે ? એથી કહે છે – ભાવિ કાર્યનો પરિણામ કેવો છે તે સંસારી જીવ જાણતો નથી. તેથી સુખનો અર્થી જીવ વ્યવહારથી સુખના ઉપાયમાં પ્રવર્તે છે અને દુઃખના નિવારણના ઉપાયમાં પ્રવર્તે છે. ફક્ત મૂઢ જીવોને મોહને વશ બાહ્ય અનુકૂળ સાધનો સુખના ઉપાય જણાય છે અને બાહ્ય પ્રતિકૂળ સાધનો દુઃખના ઉપાય જણાય. તેથી માત્ર તેમાં જ પ્રયત્ન કરે છે પરંતુ અંતરંગ કષાયની પરિણતિ દુઃખનો ઉપાય છે અને અકષાય પરિણતિ સુખનો ઉપાય છે તેવું જ્ઞાન નહીં હોવાથી મૂઢ જીવો તેની ઉપેક્ષા કરે છે અને જેઓમાં મૂઢતા ગઈ છે, કંઈક નિર્મલતા પ્રગટી છે તે જીવો સુખનો ઉપાય કષાયોનું શમન જ છે અને દુઃખનો ઉપાય કષાયોનું પ્રવર્તન જ છે અને કષાયોના પ્રવર્તનથી કર્મો બાંધીને ચાર ગતિની વિડંબના પ્રાપ્ત થાય છે, એમ જાણીને પોતાના કષાયોના નાશના ઉપાયમાં સ્વસામર્થ્ય અનુસાર બુદ્ધિમાન પુરુષો પ્રયત્ન કરે છે. વળી, નિશ્ચયનયની દૃષ્ટિથી કોઈ વિચારે કે જે કાર્ય જે કાળે જે રીતે થવાનું છે તેનું નિરાકરણ થઈ શકે તેમ નથી તેનો નિર્ણય કરીને વિચારે કે હું કોઈ કાર્ય કરવા પ્રવર્તતો નથી તોપણ તે જીવ પ્રવર્યા વગર રહી શકતો નથી. જેમ કોઈ નક્કી કરે કે મને આ નિયત કાલે ધન પ્રાપ્ત થવાનું છે એ નિયત હશે તો થશે અને નહીં થવાનું હશે તો નહીં થાય એમ વિચારીને મારે ધન માટે પ્રવર્તવું નથી તેમ વિચારે તોપણ તે જીવ જો ધનનો અર્થી હોય અને ધનથી થતા સુખનો અર્થી હોય તો ધન માટે પ્રયત્ન કર્યા વગર રહી શકતો નથી; કેમ કે કર્મપરિણામોદિ કારણરૂપ સામગ્રીથી વૈતાલ આવિષ્ટ પુરુષની જેમ હઠથી જ તેને પ્રવર્તાવે છે. અને પુરુષ અકિંચિત્થર નથી. અર્થાત્ તે જીવમાં નિશ્ચયનયને અભિમત જે કર્મપરિણામાદિ કારણસામગ્રી છે તે જેમ કોઈ પુરુષ, ભૂતથી આવિષ્ટ હોય તો તે ભૂતકાળના કર્મોની પ્રેરણાથી પ્રવર્તે છે તેમ તે જીવમાં વર્તતી કર્મપરિણામોદિ કારણસામગ્રી અંતર્ગત જીવનો પ્રયત્ન પણ છે અને જીવ સુખનો અર્થ છે તેથી તેના બોધને અનુરૂપ તેને સુખ ધનમાં દેખાય તો તે કારણસામગ્રી તેને ધન માટે પ્રયત્ન કરવા પ્રેરણા કરે છે અને જે જીવને કષાયના ઉચ્છેદમાં સુખ દેખાય છે તે જીવને તેમાં રહેલી સુખની ઇચ્છા તેને સ્વશક્તિ અનુસાર કષાયના ઉચ્છદમાં પ્રયત્ન કરવ પ્રેરણા કરે છે, તેથી પ્રયત્ન કર્યા વગર પુરુષ રહી શકતો નથી. માટે કાર્યનિષ્પત્તિ પ્રત્યે પ્રધાન કારણ પુરુષનો પ્રયત્ન છે. કર્મપરિણામાદિ તે કાર્યનિષ્પત્તિમાં ઉપકરણ રૂપ છે. તેથી કાર્યના અર્થીએ પ્રમાદ કરવો જોઈએ નહીં. પરંતુ વ્યવહારથી ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઈએ. વળી, નિશ્ચયથી દરેક કાર્યો સંપૂર્ણ કારણસામગ્રીથી સાધ્ય છે તેથી કોઈ પુરુષ કોઈક કાર્ય મારા પ્રયત્નથી સાધ્ય થશે તેવો નિર્ણય કરીને તે કાર્યની પ્રાપ્તિ કરે અથવા કોઈ વિઘટક સામગ્રીને કારણે કાર્ય વિપરીત થાય ત્યારે નિશ્ચયનયનું અવલંબન લઈને તેણે વિચારવું જોઈએ કે આ રૂપે જ કાર્ય થવાનું હતું, એ પ્રકારની ભાવના કરીને પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રાપ્તિમાં વિષાદ કરવો જોઈએ નહીં પરંતુ મધ્યસ્થભાવ ધારણ કરવો જોઈએ. જેથી નિશ્ચયનયની દૃષ્ટિ પણ હર્ષ-વિષાદ આદિ ક્લેશથી આત્માનું રક્ષણ કરે છે. અને વ્યવહારનયની દૃષ્ટિ પણ પોતાના હિતાહિતનો ઉચિત નિર્ણય કરીને જેમાં પોતાનું હિત હોય તેવી ઉચિત પ્રવૃત્તિમાં પ્રયત્ન કરવા પ્રેરણા કરે છે. જેથી કષાયોના ક્લેશોથી આત્માનું રક્ષણ થાય છે. આથી જ એમ કહ્યું કે નિશ્ચયનયથી સર્વ કારણસામગ્રીથી કાર્યનું સાધ્યપણું છે તેથી જે જે જીવોની જે જે પ્રકારની
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy