________________
૧૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ (૩) મૃતિ નારી (મૃત્યુ) -
વળી, ત્રીજી સ્ત્રી સ્મૃતિ છે જેનું સ્વરૂપ વિચક્ષણ પુરુષ નિપુણ પ્રજ્ઞાથી વિચારે છે. આઠ પ્રકારનાં કર્મોમાંથી આયુષ્ય નામનું કર્મ છે તેના અવાંતર ચાર ભેદો છે. જે ચાર ગતિમાં આયુષ્ય સ્વરૂપ છે અને તેનો ક્ષય મૃત્યુનો પ્રયોજક છે. વળી, બાહ્ય અનેક પ્રકારના હેતુથી મૃત્યુ થાય છે ત્યારે પણ મૃત્યુનો મુખ્ય પ્રયોજક આયુષ્ય છે; કેમ કે આયુષ્યક્ષય વગર મૃત્યુ થઈ શકે નહીં. વળી, તે બાહ્ય હેતુઓમાં વિષ, અગ્નિ આદિ કેટલાક પદાર્થો દેહની ઉચિત વ્યવસ્થાનો નાશ કરીને આયુષ્યકર્મનો સમુદ્યાત દ્વારા ક્ષય કરાવે છે. વળી, સુધા, વ્યાધિ આદિ ભાવો પણ દેહની અવસ્થાનો નાશ કરીને આયુષ્યક્ષય કરાવે છે. વળી વિપરીત આહાર, દુર્ગાન આદિ ભાવો શરીરની શક્તિનો ક્ષય કરીને આયુષ્યનો નાશ કરે છે. વળી, આ કૃતિનું વીર્ય ક્ષણમાં જીવોના ઉચ્છવાસ આદિ ચેષ્ટાનો નાશ કરે છે અને મૃત્યુ પામેલા જીવના દેહમાંથી રક્તાદિ નાશ થવા લાગે છે. વિકૃતિઓ થાય છે, થોડીક ક્ષણમાં દુર્ગધ આદિ પ્રગટે છે અને તે જીવ દીર્ઘ નિંદ્રામાં તે શરીરથી સૂઈ જાય છે. વળી આ મૃત્યુનો અન્ય કોઈ પરિવાર નથી. જેમ રોગના અનેક ભેદો છે તેમ મૃત્યુ જીવનો વિનાશ કરવામાં અન્ય કોઈની અપેક્ષા રાખતું નથી. વળી, મૃત્યુના નામ માત્રથી જગતના જીવો ત્રાસ પામે છે. મહાબલિષ્ઠ જીવો પણ મૃત્યુ નજીક છે તે સાંભળીને ભયભીત થાય છે.
ફક્ત ભગવાનના વચનથી ભાવિત ઉત્તમ પુરુષોને મૃત્યુ આસન્ન જાણીને પણ ભય થતો નથી; કેમ કે કાર્ય-કારણભાવની વ્યવસ્થામાં સ્થિર બુદ્ધિવાળા છે અને જાણે છે કે ભગવાનના વચનથી ભાવિત મતિવાળા જીવોનું મૃત્યુ આગામી હિત પરંપરાનું કારણ છે તેથી તેઓ જીવે છે ત્યારે પણ જીવન-મૃત્યુ પ્રત્યે સમાન પરિણામવાળા રહે છે અને મૃત્યુ આવે છે ત્યારે પણ ખેદ-ઉદ્વેગ થતો નથી પરંતુ સમભાવથી વાસિત ચિત્તને કારણે વર્તતી શુભલેશ્યાના બળથી અવશ્ય સુગતિને પામે છે. તે સિવાય ભવચક્રમાં વર્તતા સર્વ જીવો પ્રત્યે મૃત્યુ સદા કોઈની અપેક્ષા રાખ્યા વગર ઉચિત કાળે આયુષ્યક્ષય થવાથી આવે છે. વળી, આ મૃત્યુનો વિરોધી આયુષ્ય રાજાની જીવિકા નામની સંભાર્યા છે. અર્થાત્ આયુષ્ય બંધાય છે ત્યારથી માંડીને તે આયુષ્ય જ્યારે ઉદયમાં આવે છે, તે ભવમાં તે જીવ જીવે છે. તે જીવિકા આયુષ્ય નામના રાજાની પત્ની છે અને તેનાથી જ જગતના જીવો તે તે ભવમાં જીવે છે. આથી સુંદર આયુષ્યવાળા જીવોને તે જીવિકા હિતકર જણાય છે અને તે જીવિકાનો નાશ કરીને સુદારુણ એવી મૃતિ લોકને તે સ્થાનથી લીલાપૂર્વક અન્ય ભવમાં મોકલે છે. જગતના જીવો તત્ત્વને જોવામાં મૂઢ હોવાથી મૃત્યુ પછી શું થશે તે પ્રકારના ભયને કારણે અને મૃત્યુની વેદનાથી વિહ્વળ થવાને કારણે દુઃખી દુઃખી થાય છે અને મર્યા પછી તેઓ આ લોકમાં ફરી ક્યારેય તે સ્વરૂપે દેખાતા નથી. અને તેનું ધન, બંધુવર્ગ સર્વ તેનું રહેતું નથી. પરંતુ એકાકી તે જીવ પોતાના કરાયેલા કર્મને અનુસાર સુખ-દુઃખથી દીર્ઘ માર્ગમાં થાય છે. (૪) ખલતા નારી :
વળી, કર્મના પેટાભેદરૂપ પાપપ્રકૃતિના ઉદયથી ચોથી ખલતા નારી પ્રગટે છે. આ ખલતાની પ્રાપ્તિમાં જેમ અનુકૂળ કારણ પાપપ્રકૃતિનો ઉદય છે તેમ બહિરંગ નિમિત્ત દુર્જનનો સંગમ છે. તેથી દુર્જનના