________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ નરસુંદરી અને વિમલમાલતી વડે કરાયેલ આત્મહત્યા તથા કુમારની નિષ્ઠુરતા
ત્યારપછી તે વરાકી નરસુંદરી વિગલિત વિદ્યાવાળી આકાશચારિણીની જેમ, ભ્રષ્ટ થયેલા સમાધિના સામર્થ્યવાળી યોગિનીની જેમ, તપ્તસ્થલમાં ફેંકેલી માછલીની જેમ, પ્રાપ્ત થયેલા અને નષ્ટ થયેલા રત્નના નિધાનવાળી મૂષિકાની જેમ=ઉંદરડીની જેમ, સર્વથા તુટી ગયેલા આશારૂપી પાશબંધનવાળી મહાશોકસાગરમાં પડેલી ચિંતવન કરવા માટે પ્રવૃત્ત થઈ – હવે સર્વથા પ્રિયતમથી તિરસ્કાર કરાયેલા મારા જીવિત વડે શું ? તેથી ભવનથી નીકળીને ક્યાંક જવા માટે આરબ્ધ થઈ. તેથી આ શું કરે છે એ પ્રમાણે વિચારીને શૈલરાજથી સહિત અલક્ષિત એવા પાદપાતને લાગેલો હું તેના અનુમાર્ગથી ગયો.
શ્લોક ઃ
૬૮
इतश्च
लोकयन्निव निर्विण्णो, मदीयं दुष्टचेष्टितम् ।
अत्रान्तरे गतोऽन्यत्र, तदा क्षेत्रे दिवाकरः ।।१।।
શ્લોકાર્થ ઃ
અને આ બાજુ મારું દુષ્ટયેષ્ટિત જોતો જાણે નિર્વેદ પામેલો સૂર્ય એટલામાં ત્યારે અન્ય ક્ષેત્રમાં ગયો. ।।૧II
ततः समुल्लसितमन्धकारं, संजाता विरलजनसञ्चारा राजमार्गाः, ततो गता सैकत्र शून्यगृहे नरसुन्दरी । इतश्चोद्गन्तुं प्रवृत्तः शशधरः, ततो मन्दमन्दप्रकाशे तामेव निरीक्षमाणः प्राप्तोऽहमपि तद्द्वारदेशे, स्थितो गोपायितेनाऽऽत्मना । ततो नरसुन्दर्या विलोकितं दिक्चक्रवालं, इष्टकास्थलमारुह्येोत्तरीयेण बद्धो मध्यवलये पाशकः, निर्मिता तत्र शिरोधरा ततोऽभिहितमनया - भो भो लोकपालाः ! शृणुत यूयं, अथवा प्रत्यक्षमेवेदं दिव्यज्ञानिनां तत्र भवतां यदुत - लब्धप्रसरतया नाथवादेन कलोपन्यासं कारितो मयाऽऽर्यपुत्रो न परिभवबुद्ध्या, तस्य तु तदेव मानपर्वतारोहकारणं संपन्नं, एवं च सर्वथा निराकृताऽहं तेन मन्दभाग्या । अत्राऽन्तरे मया चिन्तितं - नास्यास्तपस्विन्या ममोपरि परिभवबुद्धिः, किं तर्हि ? प्रणयमात्रमेवाऽत्राऽपराध्यति, ततो न सुन्दरमनुष्ठितं मया, अधुनाऽपि वारयाम्येनामितोऽध्यवसायादिति विचिन्त्य पाशकच्छेदार्थं यावच्चलामि तावदभिहितं नरसुन्दर्या, यदुत-तत्प्रतीच्छत भगवन्तो लोकपालाः साम्प्रतं मदीयप्राणान्, मा च मम जन्मान्तरेष्वपि पुनरेवंविधव्यतिकरो भूयादिति ।
તેથી અંધકાર ઉલ્લસિત થયું. વિરલજનના સંચારવાળા રાજમાર્ગ થયા. ત્યારપછી તે નરસુંદરી એક શૂન્યઘરમાં ગઈ. અને આ બાજુ ચંદ્ર ઊગવા માટે પ્રવૃત્ત થયો. તેથી મંદમંદ પ્રકાશમાં તેણીને જોતો હું પણ તે દ્વારદેશમાં=શૂન્યઘરમાં દ્વારદેશમાં, હું પણ પ્રાપ્ત થયો. ગોપવેલા સ્વરૂપ વડે હું રહ્યો. ત્યારપછી નરસુંદરી વડે બધી દિશાઓ જોવાઈ. ઇષ્ટકાસ્થલને આરોહણ કરીને=ઇંટ આદિના ટેકરા