________________
32.
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ दृष्टो मया, मुक्तं झगिति वेत्रासनम् । महामतिनाऽभिहितं-इदानीं तर्हि भवतः किमुत्तरम् ? मयोक्तंकीदृशे प्रश्ने? महामतिराह-तत्रैव पूर्वके । मयोक्तं-न जानाम्यहं कीदृशोऽसौ पूर्वकः प्रश्नः? महामतिराह-किमुपविष्टस्त्वमत्र वेत्रासने न वेति । ततो हा शान्तं पापमिति ब्रुवाणेन पिहितौ मया कर्णी । पुनरभिहितं-पश्यत भो मत्सरविलसितं यदेते स्वयमकार्यं कृत्वा ममोपर्येवमारोपयन्ति । महामतिना चिन्तितं-अहो सेयं दृष्टेऽप्यनुपपन्नता नाम, अहो अस्य धाय, अवैद्यकः खल्वयं, इयत्ताऽतः परमसत्यवचनस्य, राजदारकैरभिहितमेकान्ते विधाय कलाचार्य, यदुत-'अद्रष्टव्यः खल्वयं पापः' तत्किमेनमस्माकं मध्ये धारयत यूयम् ।
ગુરુનો પરિભવ અન્યદા પ્રયોજનથી ઉપાધ્યાય બહાર ગયેલા તેથી મારા વડે તેમનું મોટું મૂલ્યવાળું વેત્રાસન અધિષ્ઠિત કરાયું હું તેના ઉપર બેઠો. ત્યાં=ગુરુના આસનમાં, બેઠેલો હું રાજપુત્રો વડે જોવાયો. તેથી મારા કર્મથી=મારા કૃત્યથી, તેઓ લજ્જા પામ્યા. અને ધીમા અવાજથી આમતા વડે=રાજપુત્રો વડે, કહેવાયું – હા, હા કુમાર ! તારા વડે આ સુંદર કરાયું નથી. આ ગુરુનું આસન વંદનીય છે. તારા જેવાને આનું આક્રમણ-ગુરુના આસન ઉપર બેસવું યુક્ત નથી. જે કારણથી આમાં બેસતાં તને કુલકલંક પ્રાપ્ત થશે. અત્યંત અયશનો પટહ સમુલ્લસિત થશે. પાપ વધે છે, આયુષ્યનો ક્ષય થાય છે. મારા વડે કહેવાયું – અરે ! બાલિશો, તમારા જેવાને હું શિક્ષણ યોગ્ય નથી. તમે જાઓ. પોતાના સાત કુલને શીખવો. તે સાંભળીને મૌનભાવથી તે રહ્યા. ત્યારપછી તે આસનમાં ગુરુના આસનમાં, ઘણી વેળા રહીને હું યથેષ્ટ ચેાથી ઊડ્યો. કલાઉપાધ્યાય આવ્યા. તેમને કલાચાર્યને, રાજપુત્રો વડે મારું વિલસિત કહેવાયું. સ્વચિત્તથી ક્રોધ પામ્યા, હું આના વડે કલાચાર્ય વડે, પુછાયો. તેથી ઈર્ષાપૂર્વક મારા વડે કહેવાયું – હું આ કરું ? અહો, તારું શાસ્ત્ર કૌશલ્ય. અહો, તારી પુરુષવિશેષજ્ઞતા. અહો, તારું વિચારિતભાષીપણું. અહો, તારું વિમર્શનું પાટવપણું. જે તું મારા મત્સરી અસત્યવાદી એવા આમના=આ રાજપુત્રોના, વચનથી ઠગાયેલો મને આ પ્રમાણે કહે છે=મારા આસન ઉપર તું બેઠેલો એ પ્રમાણે કહે છે, તેથી કલાઉપાધ્યાય વિલક્ષીભૂત થયા. આના વડે કલાચાર્ય વડે વિચારાયું – આ રાજપુત્રો વિપરીત બોલે નહીં. વળી આકરિપુદારણ, સ્વકર્મના અપરાધનોપોતાના અપકૃત્યનો, આ રીતે અપલાપ કરે છે તે કારણથી સ્વયં આને પ્રાપ્ત કરીને મારા આસન ઉપર બેઠેલો આને પ્રાપ્ત કરીને હું શિક્ષા આપીશ. અચદા ગુપ્ત દેશમાં રહેલા એવા તે મહામતિ કલાચાર્ય વડે હું જોવાયો. ત્યાં વેત્રાસતમાં સહસા બેઠેલો રમતો જોવાયોતે મહામતિ વડે જોવાયો. તેથી મને પોતાના આસન ઉપર બેઠેલો જોયો તેથી આ=કલાચાર્ય, પ્રગટ થયા. મારા વડે જોવાયા. શીધ્ર વેત્રાસન છોડાયું. મહામતિ વડે કહેવાયું – હમણાં તારો શું ઉત્તર છે ? મારા વડે કહેવાયું – કયા પ્રશ્નમાં ? મહામતિ કહે છે તે જ પૂર્વના પ્રશ્નમાં, મારા વડે કહેવાયું – કેવા પ્રકારનો આ પૂર્વનો પ્રશ્ન છે? હું જાણતો