________________
૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
વિચારો રિપુદારણ કરે છે. માનકષાય જ તેને સર્વત્ર નમન કરતાં અટકાવે છે તેથી માતાને, પિતાને, ગુરુજનને કોઈને તે નમવા તૈયાર થતો નથી. પરંતુ સર્વ કરતાં હું અધિક છું તેમ પોતાને માને છે અને તેના માનને કારણે રાજા વગેરે જેમ જેમ અનુકૂળ થાય છે તેમ તેમ તેનો વિપર્યાસ સ્થિર થાય છે કે આ માનકષાય મારો પરમમિત્ર છે અને તેવી સ્થિર બુદ્ધિ થવાને કારણે પાછળથી તે રિપુદારણ સ્તબ્ધ ચિત્તવાળો બને છે. તે ચિત્તમાં વર્તતા માનકષાયના પરિણામના પ્રકર્ષનું જ કાર્ય છે. અને પુણ્યના સહકારના કારણે તેના માન-કષાયને અનુરૂપ સર્વ લોકો અધિક અધિક વર્તન કરે છે તેમ તેમ રિપુદારણનો વિપર્યાસ તીવ્ર બને છે. તેથી રિપુદારણને માનકષાય જ સર્વ કલ્યાણનું કારણ દેખાય છે, પરંતુ તત્ત્વને જોવાને અભિમુખ લેશ પણ ચિત્ત પ્રવર્તતું નથી. તેથી શૈલરાજને પરમબંધુ બુદ્ધિથી જ રિપુદારણ સ્વીકારે છે. दुष्टाशयादिपुत्रमृषावादस्य प्रभावः
શ્લોક ઃ
इतश्चाऽन्यदा गतोऽहमन्तरङ्गे क्लिष्टमानसाऽभिधाने नगरे, तच्च कीदृशम् ?
आवासः सर्वदुःखानां, नष्टधर्मैर्निषेवितम् ।
कारणं सर्वपापानां, दुर्गतिद्वारमञ्जसा ।।१।।
દુષ્ટઆશયાદિનું વર્ણન અને તેના પુત્ર મૃષાવાદનો પ્રભાવ
શ્લોકાર્થ ઃ
અને આ બાજુ અન્ય કાળે હું અંતરંગ ક્લિષ્ટમાનસ નામના નગરમાં ગયો તેવા નિમિત્તને પામીને રિપુદારણના ચિત્તમાં ક્લિષ્ટ માનસ નામની પરિણતિ પ્રગટ થઈ તે રૂપ નગરમાં હું=રિપુદારણ, ગયો. અને તે નગર કેવું છે ? તેથી કહે છે.
સર્વ દુઃખોનો આવાસ છે=ક્લિષ્ટ ચિત્તકાળમાં કષાયોનાં દુઃખો મળે છે, આગામીમાં દુર્ગતિઓનાં દુઃખો મળે છે તેનું સ્થાન તે નગર છે. નષ્ટધર્મવાળા જીવો વડે સેવાયેલું છે. સર્વ પાપોનું કારણ છે. શીઘ્ર દુર્ગતિઓનું દ્વાર છે. II૧
શ્લોક ઃ
तत्र च नगरे दुष्टाशयो नाम राजा । स च कीदृश: ? उत्पत्तिभूमिर्दोषाणामाकरः क्लिष्टकर्मणाम् ।
सद्विवेकनरेन्द्रस्य, महाऽरिः स नराधिपः । । २॥
શ્લોકાર્થ :
તે નગરમાં દુષ્ટ આશય નામનો રાજા છે. અને તે=દુષ્ટ આશય નામનો રાજા, કેવો છે ? તેથી કહે છે
—