________________
૩૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના બ્લોક :
एवं स्थितेये दोषा वर्णिताः पूर्वं, मिथ्यादर्शनसंश्रयाः ।
बहिर्जनानां सर्वेषां, तेषामेतानि कारणम् ।।४३९ ।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્થિત હોતે છતે સર્વ બહિર્જનોના મિથ્યાદર્શનના સંશ્રયવાળા જે દોષો પૂર્વમાં કહેવાયા તેઓના તે દોષોના, આ=અનંતાનુબંધી કષાયો, કારણ છે. ll૪૩૯I શ્લોક :
एतेभ्यो लघुरूपाणि, यानि चत्वारि सुन्दर!।
अप्रत्याख्याननामानि, तानि गीतानि पण्डितैः ।।४४०।। શ્લોકાર્ચ -
હે સુંદર પ્રકર્ષ ! આનાથી=અનંતાનુબંધી કષાયથી, નાના રૂપવાળા જે ચાર છે તે=બાળકો, અપ્રત્યાખ્યાન નામના, પંડિતો વડે કહેવાયા છે. II૪૪oll શ્લોક :
एतानि निजवीर्येण, बहिरङ्गमनुष्यकान् ।
प्रवर्तयन्ति पापेषु, वारयन्ति निवर्तनम् ।।४४१।। શ્લોકાર્ચ -
આ=બીજા પ્રકારના અપ્રત્યાખ્યાન નામના બાળકો, પોતાના વીર્યથી બહિરંગ લોકોને પાપોમાં પ્રવૃત્તિ કરાવે છે, નિવર્તનને વારે છે–પાપથી નિવર્તનને વારે છે. II૪૪૧TI.
બ્લોક :
किम्बहुना?यावदेतानि गाहन्ते, चित्तवृत्तिमहाटवीम् । तावद् भद्र! निवर्तन्ते, न ते पापादणोरपि ।।४४२।।
શ્લોકાર્થ :
વધારે શું? જ્યાં સુધી આકબીજા પ્રકારના અપ્રત્યાખ્યાની ચાર કષાયો, ચિત્તવૃત્તિ મહાટવીને અવગાહન કરે છે હે ભદ્ર! ત્યાં સુધી તે જીવો અણુ પણ પાપથી નિવર્તન પામતા નથી. II૪૪રા