________________
૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ છે તો=પ્રમતતા આદિ નદીનો અર્થભેદ પ્રકર્ષને પણ પ્રાપ્ત થવો દુષ્કર છે, તેથી ફરી પૂછે છે એ પ્રમાણે છે તો, હું પણ હમણાં મહાનદી આદિ વસ્તુના અર્થભેદને તારા વડે બોધનીય છું. સંસારી જીવ વડે કહેવાયું – હે ભદ્રે ! સ્પષ્ટ દષ્ટાંત વગર તારા વડે આમનું=પ્રમત્તતા આદિ નદીનું, પ્રવિભક્ત સ્વરૂપ સુખપૂર્વક જણાય તેમ નથી. આથી દગંતને હું કહીશ. અગૃહીતસંકેતા વડે કહેવાયું – મારા ઉપર અનુગ્રહ છે.
संसारिजीवेनाभिहितं-अस्ति संभावितसमस्तवृत्तान्तं भवनोदरं नाम नगरं, तत्र च निवारको हरिहरहिरण्यगर्भादीनामपि प्रभुशक्तेरनादिर्नाम राजा, तस्य च नीतिमार्गनिपुणाऽविच्छेदकारिणी कुयुक्तिमिथ्याविकल्पजल्पानां संस्थिति म महादेवी, तयोश्चात्यन्तवल्लभोऽस्ति वेल्लहलो नाम तनयः, स च गाढमाहारप्रियो दिवानिशमनवरतं विविधखाद्यपेयानि भक्षयन्नास्ते, ततः संजातं महाऽजीर्णं, प्रकुपिता दोषाः, संपन्नोऽन्तींनो ज्वरः, तथापि न विच्छिद्यते तस्याहाराभिलाषः, प्रवृत्ता चोद्यानिकागमनेच्छा, ततः कारिता भूरिप्रकारा भक्ष्यविशेषाः, ताश्च पश्यतस्तस्य एनमेनं च भक्षयिष्यामीति प्रवर्तन्ते चित्तकल्लोलाः, लौल्यातिरेकेण च भक्षितं सर्वेषामाहारविशेषाणां स्तोकस्तोकं, ततः परिवेष्टितो मित्रवृन्देन, परिकरितोऽन्तःपुरेण पठता बन्दिवृन्देन, ददद्दानं विविधैर्विलासैर्महता विमर्दैन, प्राप्तो मनोरमे कानने, निविष्टं सुखमासनं, तत्र चोपविष्टस्य विरचिताः पुरतो विविधाहारविस्ताराः, ततश्चाहारलेशभक्षणेन पवनस्पर्शादिना गाढतरं प्रवृद्धो ज्वरः, लक्षितश्च पार्श्ववर्तिना समयज्ञाभिधानेन महावैद्यसुतेन, यदुत आतुरवदनो दृश्यते कुमारः । ततो दत्तस्तेन शङ्खयोर्हस्तः, निरूपितानि सन्धिस्थानानि, निश्चितमनेन यथा-ज्वरितः खल्वयं कुमारः । ततोऽभिहितं समयज्ञेन-देव! न युक्तं तव भोक्तुं, प्रबलज्वरं ते शरीरं वर्तते, यतोऽत्यन्तमातुरा घूर्णते दृष्टिः, आताम्रस्निग्धं वदनकमलं, द्रगद्रगायेते शङ्खौ, धमधमायन्ते सन्धिस्थानानि, ज्वलतीव बहिस्त्वम्, दहतीव हस्तं, ततो निवर्तस्व भोजनात्, गच्छ प्रच्छन्नापवरके, भजस्व निवातं, कुरुष्व लङ्घनानि, पिब क्वथितमुदकं, समाचर विधिनाऽस्य सर्वां प्रतिक्रियां,
સંસારી જીવ વડે કહેવાયું – સંભાવિત સમસ્ત વૃત્તાંતવાળું ભુવનોદર નામનું નગર છે. અને ત્યાં હરિહર હિરણ્યગર્ભાદિ નામવાળાની પણ પ્રભુશક્તિનો નિવારક અનાદિ નામનો રાજા છે. અને તેની નીતિમાર્ગમાં નિપુણ, અવિચ્છેદને કરનાર, કુયુક્તિરૂપ મિથ્યાવિકલ્પ જલ્પોની સંસ્થિતિ નામની મહાદેવી છે. તે બેને અત્યંત વલ્લભ વેલ્લાહલ નામનો પુત્ર છે. અને તે ગાઢ આહારપ્રિય, દિવસ-રાત સતત વિવિધ ખાદ્ય અને પેયને ભક્ષણ કરતો રહે છે. તેથી મહાઅજીર્ણ થયું. દોષો પ્રકુપિત થયા. અંતર્લીન એવો જવર થયો તોપણ તેને આહારનો અભિલાષ વિચ્છેદ થતો નથી અને ઉદ્યાલિકામાં ગમનની ઈચ્છા પ્રવૃત્ત થઈ. તેથી ઘણા પ્રકારના ભસ્થ વિશેષો કરાવાયા અને જોતા એવા તેને=વલ્લહલને આને આવે=આ વાનગી આ વાનગીને, હું ખાઈશ એ પ્રમાણે તે ચિત્તના કલ્લોલો પ્રવર્તે છે. લૌલ્યતા