________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૭૩
શ્લોક :
बहिरङ्गाः पुनर्लोका, यद्येनां भद्र! वेदिकाम् ।
आरोहन्ति ततस्तेषां, कौतस्त्यं दीर्घजीवितम् ? ।।४४।। શ્લોકાર્ચ - વળી બહિરંગ લોકો હે ભદ્ર પ્રકર્ષ! જો આ વેદિકાને આરોહણ કરે છે તો તેઓનું દીર્ઘ જીવિત ક્યાં છે ? તેઓ દેહથી જીવતા હોય તોપણ દુર્ગતિમાં જવા રૂપ ભાવથી મૃત્યુને પામે છે. I૪૪ શ્લોક :
अन्यच्चैषा स्ववीर्येण, तृष्णाऽऽख्या भद्र! वेदिका ।
अत्रैव संस्थिता नित्यं, भ्रामयत्यखिलं जगत् ।।४५।। શ્લોકાર્ચ -
અને બીજું આ તૃષ્ણા નામની વેદિકા હે ભદ્ર ! અહીં જ રહેલી સ્વવીર્યથી નિત્ય આખા જગતને જમાડે છે. ll૪પ શ્લોક :
तदेषा गुणतो भद्र! यथार्था वरवेदिका ।
मया निवेदिता तुभ्यमिदानीं शृणु विष्टरम् ।।४६।। શ્લોકાર્ચ -
તે કારણથી આ તૃષ્ણા વેદિકા, હે ભદ્ર! ગુણથી યથાર્થ વરવેદિકા મારા વડે તને નિવેદિત કરાઈ છે. હવે વિષ્ટર=સિંહાસનને સાંભળ. ll૪૬IL
विपर्याससिंहासनम् શ્લોક :
एतत्सिंहासनं भद्र! विपर्यासाऽऽख्यमुच्यते । अस्यैव विधिना नूनं, महामोहस्य कल्पितम् ।।४।।
વિપર્યાસ નામનું સિંહાસન શ્લોકાર્થ :
હે ભદ્ર! આ સિંહાસન વિપર્યાસનામવાળું કહેવાય છે. આ જ મહામોહના વિધિથી=ભાગ્યથી, કલ્પિત છે. Il૪૭ll