________________
૧૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
शरत्कालवर्णनम्
શ્લોક ઃ
इतश्च तदा शरत्कालो वर्तते, स च कीदृश: ? -
शस्यसम्भारनिष्पन्नभूमण्डलो, मण्डलाबद्धगोपालरासाकुलः । साकुलत्वप्रजाजातसारक्षणो, रक्षणोद्युक्तसच्छालिगोपप्रियः ।।१।। શરદકાલનું વર્ણન
શ્લોકાર્ય :
આ બાજુ ત્યારે શરદકાલ વર્તે છે તે-શરત્કાલ કેવો છે ? ધાન્યના સંભારથી નિષ્પન્ન ભૂમંડલવાળો, ટોળાંઓથી યુક્ત ગોવાળિયાઓના રાસડાથી આકુલ, સાકુલત્વ એવી પ્રજાના સમૂહની= ધાન્યની પ્રાપ્તિના ઇચ્છાથી યુક્ત એવી પ્રજાના સમૂહની, સુંદર ક્ષણવાળો, સુંદર શાલિના રક્ષણમાં ઉધુક્ત ગોવાળિયાને પ્રિય એવો શરત્કાલ વર્તે છે, ૧
શ્લોક ઃ
यत्र च शरत्काले—
जलवर्जितनीरदवृन्दचितं, स्फुटकाशविराजितभूमितलम् । भुवनोदरमिन्दुकरैर्विशदं, कलितं स्फटिकोपलकुम्भसमम् ।।२।।
अन्यच्च
શ્લોકાર્થ ઃ
અને જે શરત્કાલમાં જલથી રહિત એવા વાદળાના વૃંદથી યુક્ત ભુવનનું ઉદર છે. વળી, તે ભુવનઉદર સ્પષ્ટ ઘાસથી વિરાજિત ભૂમિતલવાળું છે. વળી, ચંદ્રનાં કિરણો વડે વિશદ છે. સ્ફટિકના પથ્થરના કુંભ જેવું મનોહર ભુવનઉદર છે. IIII
શ્લોક ઃ
शिखिविरावविरागपरा श्रुतिः, श्रयति हंसकुलस्य कलस्वनम् । न रमते च कदम्बवने तदा विषमपर्णरता जनदृष्टिका ||३|| શ્લોકાર્થ ઃ
વળી, બીજું મોરના કેકારવવાળા ધ્વનિ હંસના સમૂહના કલકલ અવાજનો આશ્રય કરે છે, વિષમ પાંદડાંઓમાં રક્ત એવી લોકોની દૃષ્ટિ ત્યારે કદમ્બ વનમાં રમતી નથી. 11311