________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૨૯ વિચક્ષણમાં વર્તતી વિમર્શશક્તિ પણ પોતાને સલાહ આપે છે કે પરીક્ષા વગર રસનાનો સ્વીકાર કરવો ઉચિત નથી.
આ રીતે સર્વ અંતરંગ કુટુંબની સલાહ સાંભળીને વિચક્ષણ વિચારે છે. આ સર્વ જે કંઈ કહે છે તે સુંદર જ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષે નહીં જાણેલા કુલ અને શીલના આચારવાળી સ્ત્રીનો સંગ્રહ કરવો જોઈએ નહીં. ફક્ત લોલુપતા વડે મને રસના સંબંધી મૂળ ઉત્થાન કહેવાયું છે; કેમ કે વિધાતાએ બેઇન્દ્રિયના ભવથી આ રસના તેના ભાગ્યથી નિર્માણ કર્યું છે એમ પૂર્વમાં લોલુપતાએ કહેલું. તેથી કર્મરૂપ વિધાતા વડે જીભના સુખ અર્થે જીભરૂ૫ રસનાનું નિર્માણ થયું છે. વળી, આ રસનાનો શીલ આચાર પણ મને જણાયો છે; કેમ કે આ રસના ખાન-પાન પ્રિય છે તે જ તેનો આચાર છે.
આ પ્રકારે વિચક્ષણે સ્થૂલથી વિચાર કર્યા પછી ફરી સૂક્ષ્મ બુદ્ધિથી વિચક્ષણ વિચારે છે. આ ઉચિત નથી. કોણ બુદ્ધિમાન પુરુષ સાપણના જેવી ગતિવાળી, કુટિલ ચિત્તવૃત્તિવાળી કુલવાન સ્ત્રીના પણ વચનમાં વિશ્વાસ કરે અર્થાત્ જે અતિ ચંચળ સ્વભાવવાળી હોય તેનામાં વિશ્વાસ કરાય નહીં. આ લોલુપતા તો રસનાની દાસીપુત્રી છે; કેમ કે રસનાને પૂછી પૂછીને સર્વ ખાન-પાનની માંગણી કરે છે. માટે આ લોલુપતાના વચનમાં વિશ્વાસ કરવો જોઈએ નહીં. વળી, ખરેખર સ્ત્રીનો શીલાચાર ઘણા વખતના સહવાસથી જ સમ્યગુ જણાય છે, તેથી વર્તમાનના લોલુપતાના વચનના બળથી મારે તેનો વિશ્વાસ કરવો ઉચિત નથી. આ પ્રકારે વિચક્ષણ પોતાની વિચક્ષણતાને કારણે વિચારે છે જે માર્ગાનુસારી ક્ષયોપશમથી પ્રગટ થયેલ તેની વિચક્ષણતા છે. તેથી ફરી વિચક્ષણ રસનાની મૂલશુદ્ધિ માટે કઈ રીતે ગવેષણા કરવી જોઈએ તે શુભોદય નામના પિતા આદિને પૂછે છે. તેથી શુભોદયે સલાહ આપી કે આ વિમર્શ જ આ કાર્ય કરવા સમર્થ છે.
આનાથી એ ફલિત થાય કે વિચક્ષણમાં વર્તતો દર્શનમોહનીયનાં ક્ષયોપશમભાવ રૂ૫ શુભોદય તેને રસનાના પારમાર્થિક સ્વરૂપના બોધ અર્થે મતિજ્ઞાનના સૂક્ષ્મ બોધરૂપ વિમર્શશક્તિ જ ઉપાયરૂપે જણાવે છે. તેથી વિચક્ષણ પોતાના નિર્મળ એવા મતિજ્ઞાનના વિમર્શના બળથી રસનાની મૂલશુદ્ધિની ગવેષણા કરવા માટે પ્રયત્ન કરવાનો વિચાર કરે છે. વળી, વિમર્શશક્તિ કેવી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેને માર્ગાનુસારી વિમર્શ કરવાની નિર્મળ શક્તિ નથી તે જીવ હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય માને છે. પરંતુ જેઓમાં માર્ગાનુસારી વિમર્શ-શક્તિ છે તેઓ અત્યંત ગહન કાર્ય કરવામાં પણ શું કરવું ઉચિત છે તેનો યથાર્થ નિર્ણય કરવા માટે સમર્થ બને છે. માટે કલ્યાણના અર્થી જીવે તત્ત્વવિષયક માર્ગાનુસારી ગુણ પ્રગટે તેવી વિમર્શશક્તિને અતિશય કરવા યત્ન કરવો જોઈએ.
अत्रान्तरे शुभोदयस्य पादयोर्निपत्याभिवन्द्य निजचारुतां प्रणम्य च जननीजनको प्रकर्षणाभिहितंतात! यद्यपि ममार्यकताताम्बाविरहेऽपि न मनसो निर्वृतिस्तथापि सहचरतया मातुले मम गाढतरं प्रतिबद्धमन्तःकरणं, नाहं मामेन विरहितः क्षणमात्रमपि जीवितुमुत्सहे, ततो मामनुजानीत यूयं येनाहमेनं गच्छन्तमनुगच्छामीति । एतच्चाकोल्लसितापत्यस्नेहमोहपूरितहृदयेनानन्दोदकबिन्दुसन्दोहप्लावितनयनपुटेन विचक्षणेन दक्षिणकराङ्गुलीभिरुन्नामितं प्रकर्षस्य मुखकमलकं, दत्ता चुम्बिका,