________________
४८
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
અને જાણ્યું નથી. પિતાની અભિલાષા પૂર્ણ થવાથી જે પુરૂષ પ્રત્યે પોતે અનુરાગી હોય તે ભલે નિધન હોય કે કુરૂપ હોય, તે પણ તેને પિતાના પ્રાણ સહેલાઈથી આપી શકે છે. અને જે પુરૂષ તેના વચનને અનુસરનાર નથી, તેની ઈચ્છાઓ પૂર્ણ કરનાર નથી, તે પુરૂષ ભલે ધનવાન હોય કે સુંદર હોય, તેના પ્રત્યે વિરક્ત બનેલી તેને વધ કરતાં પણ અચકાતી નથી. હજુ તારું ભાગ્ય જાગ્રત છે કે તેને આવા અવસરે જીવતે જવા દીધે. નારદઋષિની વાત સાંભળીને ગદગદ સ્વરે પ્રદ્યુમ્ન દુખપૂર્ણ વચન બેલ્યો : “નાથ, આ જગતમાં હું નિરાધાર છું. મારે કઈ માતા નથી, પિતા નથી, બંધુ કે સ્વજન નથી. એ બધા વિના મારે જન્મ નિષ્ફળ છે. મા-બાપ વિનાને હું ક્યાં જાઉં ? કોના આશ્રયે રહું ? આપ દીર્ઘદશી છે, મને મારા જીવનનો ઉપાય બતાવ. મારા પિતા કાલસંવર રાજાએ મારૂં લાલન-પાલન કર્યું, માતા કનકમાલાએ મને સ્તનપાન કરાવ્યું, એ જ માતા-પિતાએ કઈ દુશમન ના કરે તેવું કાર્ય કર્યું. તેથી નિરાધાર એવા મારી શું ગતિ થશે ?” પ્રદ્યુમ્નના આવા દુઃખપૂર્ણ વચન સાંભળીને નારદજીએ તેને આશ્વાસન આપ્યું : “વત્સ, તારે દુઃખી થવાની શી જરૂર ? તારું પુણ્ય ઘણું જાગ્રત છે. હરિવંશમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ યાદ તારા સ્વજનો છે. બળવાન અને પરાક્રમી એ તારે બંધુવર્ગ છે. દ્વારકા નગરીના અધિપતિ નવમા વાસુદેવ હાથીની માફક ગર્જના કરતા બળવાન કૃષ્ણ તારા પિતા છે. તેની પ્રાણથી
અધિક પ્રિય સર્વગુણસંપન્ન અગ્રમહિષી રુકિમણી જેવી તે તારી માતા છે. તેની અભિમાની શક્ય સત્યભામાં ઈર્ષ્યાથી તારી કમળ માતાને હમેશાં વિડંબના કરે છે, તેથી તને લેવા માટે જ તારી જન્મદાત્રી માતાએ મને મોકલ્યો છે. તે વત્સ, હવે તું મારી સાથે જલદી આવ અને તારા વિયેગમાં ઝુરતી તારી માતાને સંતુષ્ટ કર.” પિતાના નિર્મલ વંશની પ્રશંસા સાંભળીને પ્રદ્યુમ્ન ખુશ થયા. પિતાના કુલ–વંશનું ગૌરવ સાંભળીને કોને આનંદ ના થાય ?
प्रद्युम्नस्तत आचख्यौ, नारदं किं करोम्यहं । तेनोक्तं पतितानेता-नुत्थाप्यनिखिलान् व्रज ॥ नारदर्षिगिरा तेनो-स्थापिताः कृपया भटाः। ब्रवाणा हतहतेति, प्रमीलात इवोत्थिताः ।३७। नारदेन तदा प्रोक्तं, ज्ञातं ज्ञातं भवबलं । हतो हतोऽरियुष्माभि-र्मोनमेवाथ धीयतां ॥३८॥ सर्वेभ्योऽपि बलिष्टेन, मदनेन दयालुना । मुक्ता जीवितदानार्थं, गेहं गच्छत मंगलैः ।३९। नारदर्षिवचोयोगा-द्विलक्षवदना भटाः । अपि प्रत्युत्तरं दातुं, शक्ताः समभवन्न हि ।४०। पितापि भक्तिरागेण, दृढबंधनकष्टतः । विमुक्तः सोऽपि लज्जालुः, प्रद्युम्नं न किमप्यवक् ।४१॥ यथा गंधगजेंद्रस्य, पुरः स्युरपरे गजाः । वीरा गलितदर्पास्ते, प्रद्युम्नाने तथाभवन् ।४२। बलेन मदहीनेन, युक्तो मौनावलंबनः । भून्यस्तलोचनो राजा, पुरं साधुरिवागमत् ।।३। विषादेन समन्वीतो, गत्वा निकेतनं निजं । बभाण भामिनी भूपो, न किंचित्तव दूषणं ।४४॥ यत्पूर्वमर्जितं कर्म, तदेव सुखदुःखकृत् । अतो हर्षविषादौ न, कर्तव्यौ संपदापदोः ॥४५॥ दुःखाढयमपि भूपालं, राज्ञी पप्रच्छ वल्लभ। सर्वेऽप्यत्र समायाता-स्तनया न्यायसंगिनः ॥ निःश्वस्य पार्थिवः प्राह, दूरे तिष्टंतु तेऽखिलाः। एकोऽपि न समेतोऽस्ति, मम वाक्यविधायकः॥ खेदात्तौ वदतो याव-द्दयया मदनेन तु । मुक्ता वापीजलात्तेऽपि, श्यामास्यास्तावदागताः ॥