________________
૩૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
प्रद्युम्नस्नेहलां वाणी, समाकर्ण्य तमाह सा। हृद्यां विद्याद्वयीमेतां, गृहाण विधिपूर्वकं ।९५। इष्टं करिष्यतेऽनेन, जानंती मृष्टया गिरा। तस्मै विद्याद्वयीं दत्वा, सा जगौ मदनातुरा ।९६। विद्याद्वयीं पुरादाय, पश्चाद्वपुलतां च मे । द्वयोरपि त्रियामायां, परीक्षां कुरु सुंदर ।९७। तवैतद्वचनं भूया-दित्युक्त्वा विनयेन सः । सम्यगाम्नायमादाय, प्रद्युम्नः प्रजजल्प तां ।९८॥ मान्ये धन्ये महापुण्ये, शरण्ये शरणार्थिनां । वरेण्ये पुण्यकारुण्ये, नीतः कष्टं नगेऽरिणा ।९९। तदा मया न माता न, तातो ज्ञातो मनागपि । त्वमेव मम रक्षायै, बभूविथ गुणान्विते ।५००। त्वमेव शरणं तस्मात्, त्वमेव जननी मम । कालसंवरभूपाल, एव मे जनकः पुनः ।। ततो यत्ते भवेत्कृत्यं, स्वकीयतनयोचितं । त्वं मे कथय निःशंक-मुद्यमेन करोमि तत् ।२। इति तस्य वचः श्रुत्वा, वज्रघातानुकारकं । न नीरं मे च नो तीरं, बभूव सेयचितयत् ।३। आरोपयाम्यकार्येऽमुं, छलेनेत्युद्यता यदा । मदनः सहसा नत्वा, तां तदा स्वगृहं गतः ।।। तदा ज्ञातं तया हाहा, वंचितैतेन पापिना। तमुस्य पापिनः पाप-फलं प्रदर्शयाम्यहं ।५।
( આ પ્રમાણે આચાર્ય ભગવંતની વાણી સાંભળી તેઓના ચરણકમલમાં વંદના કરીને પ્રદ્યુમ્ન ત્યાંથી નીકળી શરીરને શણગારીને માતા કનકમાલાના આવાસમાં આવ્યો. ત્યાં જઈને માતાને નમસ્કાર કર્યા વિના જ આડુઅવળું જોઈને માતાની પાસે બેઠા. પ્રણામ કર્યા વિના પ્રસન્ન મુખવાળા પ્રદ્યુમ્નને પોતાની પાસે બેઠેલો જોઈને પાપબુદ્ધિથી કનકમાતા પિતાના મનમાં વિચારે છે : “મારા રૂપપાશમાં બદ્ધ થઈને આવ્યો લાગે છે. એની ચેષ્ટા ઉપરથી લાગે છે કે જરૂર મારૂં કહ્યું માનશે.” આ પ્રમાણે વિચારી કામગની સ્પૃહાથી અતિ વિહળ બનેલી અને હાવભાવ બતાવતી એવી કનકમાલાએ પ્રદ્યુમ્નને કહ્યું: “તું ધીર અને ચતુર હોય તે તત્કાલ ફળ આપનારૂં, દુખને નાશ કરનારૂં અને સુખ આપનારું મારું વચન માન. અને જે તું મારી ઈચ્છાને પૂર્ણ કરે તે તને સમસ્ત દેવોને નાશ કરનારી રહિણી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ આપું.” ત્યારે બુદ્ધિશાળી એવા પ્રદ્યુમ્ન હસીને કહ્યું : “મેં તારું વચન ક્યારે નથી માન્યું ? અને તારું કાર્ય ક્યારે નથી કર્યું? વિશેષે કરીને તે હું તારો દાસ છું. કિંકર છું. તું જે કહે તે કરવા તૈયાર છું. તારૂં વચન
ક્યારે પણ નહિ ઉથાપું. બોલ, મારે એગ્ય સેવાકાર્ય બતાવ.” પ્રદ્યુમ્નની સ્નેહપૂર્ણ વાણી સાંભળીને કનકમાલાએ કહ્યું: “લે, મારી આ બે વિદ્યાને વિધિપૂર્વક ગ્રહણ કર.”
પ્રદ્યુમ્નની મીઠી વાણીમાં લોભાઈને તેણે આખાયપૂર્વક બે વિદ્યા આપીને કહ્યું : “પ્રદ્યુમ્ન, પહેલાં બે વિદ્યા ગ્રહણ કર. પછી મારી દેહલતાની રાત્રિમાં પરીક્ષા કરજે.” “તારૂં વચન સફળ થજે.” એમ કહીને પ્રદ્યુમ્ન વિનયપૂર્વક વિધિસહિત બે વિદ્યાને ગ્રહણ કરીને કનકમાલાને કહ્યું : માન્યા, ધન્યા, વરેણ્યા, મહાપુણ્યા, શરણ્યા એવી છે માલા, જ્યારે શત્રુએ મને પર્વત ઉપર કષ્ટમાં નાખ્યો ત્યારે કઈ મારી માતા નહોતી કે પિતા ન હતા. કોઈ મને જાણતું ન હતું ત્યારે તમે જ મારું રક્ષણ કર્યું. તમે જ મને શરણું આપ્યું, તેથી ગુણના ભંડાર એવી તું જ મારી માતા છે અને કાલસંવર એ જ મારા પિતા છે. તમે પોતાના પુત્રને યોગ્ય બધું જ કર્તવ્ય બજાવ્યું છે. તેથી હું મારી માતા, તું નિશંક થઈને કહે, હું તારું શું કાર્ય કરું? પ્રદ્યુમ્નના વજાઘાત સમાન વચન સાંભળીને “નીર નહી ને તીર નહીં.” એમ ઉભયભ્રષ્ટ થયેલી કનકમાલા