________________
सर्ग
प्रथमं त्वतारोऽस्ति, स्त्रीणां दुःखपरंपरः । अन्यच्च चितितप्राप्ति-र्जायते न कदाचन ।१५। ततः कांतासु सर्वास्व-हमेव मंदभाग्य भृत् । अधन्या गतपुण्याह-मेव नान्या मनस्विनी ।१६। उपलब्धिरभीष्टस्य, भाग्योदयाद् भवेद्यदि । सममेतेन संबंध-स्तहि स्तात्परमेश्वर ।१७। तावेव श्रवणौ धन्यौ, याभ्यामेतरय वक्त्रतः । निर्गतं वाक्यपीयूषं, पीयते सर्वदा मुदा ।१८। तदेव लोचनद्वंद्वं, भव्यं मद्वक्त्रसंस्थितं । वदनांबुजमेतस्य, प्रेमाढ्यं येन वीक्ष्यते ।१९। सैव नासा समीचीना, ययैतस्यास्यनिर्गतः। गंध आघ्रायते जग्ध-कर्परादिसमुद्भवः ।२०। रदनैश्चर्वितं चंच-त्तांबूलमस्य वक्त्रजं । भक्षयेद्रसना सैव, मनोहरा न चापरा ।२१॥ तदेव हि वपुर्वच्मि, श्लाघनीयं सुखावहं । नित्यमालिग्यते येन, साकमेतस्य वर्मणा ।२२। भूयः शुचिपयोदार याः, सैरिभ्याः सुपयोधरात् । तत्कालकर्षितं दुग्धं, हेमंतेऽनेन पीयते ।२३। वल्लभेन सहैतेन, शय्यायां शय्यते मया । शीतं भूयोऽपि देहं न, शिशिरे कंपयेत्तदा ।२४॥ पुष्पैः फलैर्दलैवल्गु-शोभे पल्लविते वने । क्रीडामेतेन कुर्वेऽहं, वसंते वीडयोज्झिता ।२५। कर्पूर कुकुमाभ्यां च, मिश्रितं चंदनं यदा । देहे विलिप्यतेऽनेन, नोष्णतापो भवेत्तदा ।२६। दीपैः प्रद्योतिते गेहे, देहे भवति शर्मणि । वर्षासु सारिपाशाभ्यां, रम्यतेऽनेन तद्वरं ।२७। एलाकर्पर संयुक्तं, नीरं शरदि पीयते । ऋतूनामित्यपि षण्णां, शर्मानेनानुभूयते ।२८॥ चित्ते कनकमालेति, कल्पमाना मुहुर्मुहुः । प्रद्युम्नरूपमालोक्या-भवत्सूर्पणखोपमा ।२९। सिद्धविद्यं सुतं द्रष्टुं, माता प्रीत्या समागता । लक्षणेन हतं वीक्ष्य, खेदमासेदुषी भृशं ।३०। हंतारमविजानंती, पश्यंतीतस्ततो रुषा । पदपंक्त्यनुसारेणा-याता रामं ददर्श सा ॥३१॥ सुतघातभवं दुःखं, विस्मार्य रामदर्शनात् । यथा सूर्पणखा जाता, कंदर्पदर्पविह्वला ।३२॥ तथा कनकमालापि, मनोभुवातिपीडिता । विस्मार्य पुत्रसंबंध, वियोगव्याकुलाभवत् ।३३।
રાજમહેલમાં આવી પિતાને નમસ્કાર કરીને યથાસ્થાને બેઠો. “વિનયી પુત્ર પિતાને પૂજક હોય છે. પિતાએ પણ આનંદપૂર્વક માથા ઉપર અને હાથ ઉપર આલિંગન કરીને ક્ષેમકુશળ પૂછયું. પ્રદ્યુને કહ્યું : “પિતાજી, આપની કૃપાથી બધુ સારું છે. મહાપુરુષની કૃપાથી શું શું ના મળે ?’ ક્ષણમાત્ર રહીને પિતાએ કહ્યું : “વત્સ, તારી માતા પાસે જઈને નમસ્કાર કર. એ તારી રાહ જોઈ રહી છે.” “વિનીત પુત્ર પિતૃઆજ્ઞાને ખંડિત કરતો નથી. પિતાના કહેવાથી તરત જ ત્યાંથી ઉઠીને માતા પાસે ગયો. માતાને નમસ્કાર કરીને, પોતાની જનેતા જાણે માતાની નજીકમાં જઈને બેઠો. માતાએ પણ “ચિરંજીવ–આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. “સ્ત્રીઓને પ્રાયઃ રૂ૫ વધારે પ્રિય હોય છે.” કનકમાલા પ્રદ્યુમ્નના રૂપને અનિમેષ નયને જોઈ રહી. સુંદર શ્યામ કેશથી મસ્તક કેવું શોભી રહ્યું છે ! અષ્ટમીના ચન્દ્ર સમાન લલાટ, પૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખની શોભા, તેમાં લાંછનના ભ્રમને ધારણ કરતી ધનુષ્ય સમાન ભ્રકુટિયુગ્મ, વિકસિત કમલ સરખા નેત્રે, હિડાળા સમાન કર્ણયુગ્મ, દર્પણ સમાન કપોલયુમ, બિંબફલ (ગીલેડા) સમાન લાલ બે હોઠ, દાડમની કળી સમાન દાંત, શ્રેષ્ઠ હડપચી, શંખ સમાન ડોક, વૃષભના સ્કંધ સમાન બે ખભા, કમલની નાલ