________________
સગ–૧૧
૧૪૭
આ પ્રમાણે પંડિતેમાં ચક્રવર્તીસમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય રવિસાગરગણીએ રચેલા શ્રી શાબપ્રદ્યુમ્નચરિત્રમાં પ્રદ્યુમ્નનું યુદ્ધ, સ્વજનમેલાપ અને વિવાહ મહોત્સવ આદિનું વર્ણન કરતે, ૨૨૫ શ્લેક પ્રમાણ અગીયારમો સર્ગ સમાપ્ત થયો.
I Hથ દ્વાદશ: રd: | अथ वृंदारकस्येव, भुंजानस्य महासुखं । प्रद्युम्नस्योदयं दृष्टवा, दूना भामा बभूव सा ॥१॥ एकदा जर्जरे मंचे, प्रसुप्ता दुःखपूरिता । तदा हरिर्गतस्तत्र, तथादृष्टेति तां जगौ ॥२॥ प्रियेऽपमानिता केना-प्यथवाज्ञा विखंडिता । निःश्वस्य न्यगदत्सापि, द्वयोः किंचिदपीश न ॥ जीवितव्यं तदा मेऽस्ति, चेत्प्रद्युम्नोपमः सुतः । अन्यथा मरणं ज्ञेयं, त्वयि सत्यपि भर्तरि ।४। प्रद्युम्नस्य समानस्य, नंदनस्य समीहया । तां मुमूर्षु हरित्विा -राधयन्नैगमेषिणं ॥५॥ अष्टमेन प्रसन्नः सो-ऽभवत्सामर्थ्यसंयुतः । विष्णोः पौषधशालायां, स्थितस्य ध्यानयोगतः ॥ प्रसन्नीभूय स प्राह, त्वया कथमहं स्मृतः। कृष्णोऽवक देहि भामायै, प्रद्युम्नोपममंगजं ॥७॥ इत्युक्त तेन देवेन, तस्मै हारो ददे मुदा । ऊक्तं च भुज्यते यावत्, कंठे स्थाप्यस्त्वया निशि ॥ तिरोदधे स तं हार, समर्प्य नरकद्विषः । तेनापि सत्यभामायै, संतोषाय समर्पितः ॥९॥
દેવકુમારની જેમ પરમસુખને ભેગવતા પ્રદ્યુમ્નના ઉદયને જોઈને સત્યભામાં અત્યંત દુઃખી થઈ. એક દિવસે જીર્ણશીર્ણ માન્યા (પલંગ) ઉપર દુઃખ પૂર્ણ સૂતેલી સત્યભામાને જોઈને હરિ (કૃષ્ણ) એ પૂછ્યું - “પ્રિયે, શું કેઈએ તારું અપમાન કર્યું છે? અથવા કેઈએ તારી આજ્ઞાનું ઉલંઘન કર્યું છે ? કહે શું થયું છે તને?” ત્યારે નિસાસે નાખીને સત્યભામાએ કહ્યું: “સ્વામિત્, બેમાંથી એક પણ કારણ નથી. મારે તે પ્રદ્યુમ્ન જેવો પુત્ર જોઈએ છે. પ્રદ્યુમ્ન જેવા પુત્ર થશે તે જ મારૂં જીવિત છે, નહીતર તમારા જેવા પતિ છતાં મારૂં મરણ નિશ્ચિત જાણવું.” પ્રદ્યુમ્ન જેવા પુત્રની ઈચ્છાથી મરવાની ઈચ્છાવાળી સત્યભામાને જાણીને હાર હરિગમેષીદેવનું આરાધન કરવાનું વિચાર્યું. એક પવિત્ર દિવસે અઠ્ઠમ તપ કરી, પૌષધશાળામાં જઈને સામટ્યશાળી વિષણુ હરિશૈગમેષીદેવના ધ્યાનમાં સ્થિર રહ્યા. ત્રીજા દિવસની મદયરાત્રિએ પ્રસન્ન થઈને દેવે કહ્યું – “વિષ્ણુ, મને કેમ યાદ કર્યો?” કૃષ્ણ કહ્યું – “સત્યભામાને પ્રદ્યુમ્ન જેવો પુત્ર આપો.” દેવે પ્રેમપૂર્વક હાર આપીને કૃષ્ણને કહ્યું – “રાત્રિમાં તેણીના કંઠમાં આ હાર પહેરાવીને પછી તેણીની સાથે સંભોગ કરવો.” એમ કહીને કૃષ્ણને હાર આપીને દેવ અંતર્ધાન થઈ ગયા. પ્રભાતે અઠ્ઠમનું પારણુ કરી સત્યભામાના સંતેષને માટે હાર તેને સમર્પિત કર્યો.
शुभाशुभोपदेशायाः, प्रज्ञप्तेः कथनेन सः । अज्ञासीत्सत्यभामाया, हारदानस्वरूपकं ॥१०॥ तद्विदित्वा स्वजननी, सोऽजल्पदंब चेत्तव । मत्समानसुताकांक्षा, स्यात्तं ते दापयामि तत् ॥ रुक्मिण्यभ्यदधद्वत्स, त्वयैवाहं कृतार्थिनी । उदरे भारभूतैः कि-मपरैः शकरोपमैः ॥१२॥ पुनः पुत्रोऽब्रवीन्मात-र्यदि कांक्षा तवास्ति न। तहि कस्या अपि प्रोति-स्त्वया तस्याहि दापय ।