________________
१४०
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
મળવા માટે આવ્યો છે. એણે પોતાની વિદ્યા બતાવવા માટે જ આ બધુ કર્યું છે.” કૃષ્ણની હર્ષ સૂચક વાણી સાંભળીને હસ્તિ, અશ્વ અને રથ ઉપર આરૂઢ થયેલા પાંડવ આદિ વીર પુરૂષ કૃષ્ણની પાસે વિદ્યાર્થી વિભૂષિત પ્રદ્યુમ્નને જોઈને તે બધાએ નીચે ઉતરીને કૃષ્ણ અને પ્રદ્યુમ્નન નમસ્કાર કર્યા, પ્રદ્યુમ્ન પણ બધા વડિલોને નમસ્કાર કર્યા. ખરેખર એશ્વર્યવાન હોવા છતા કુલીન પુરૂષ વિનયને મૂકતે નથી. બલભદ્રની સાથે સમુદ્રવિજય આદિ રાજાઓ આવ્યા અને પ્રેમપૂર્વક પ્રદ્યુમ્નને આલિંગન આપ્યું. “સ્વામિન, અમે ધન્ય છીએ કે અમારા સ્વામીને આ વિદ્યાવાન અને પરાક્રમી પુત્ર છે.” એમ સંતુષ્ટ થયેલા બીજા રાજાઓએ પણ આવીને નમસ્કાર કર્યા. પ્રદ્યુ ગ્નનું અલૌકિક રૂપ જોઈને રાજાઓ અને સઘળાયે સુભટો ખૂબ આનંદ પામ્યા, કામદેવના રૂપ દર્શનથી કયા મનુષ્યને આનંદ ના થાય? ઘણુ માણસેના સમુદાયમાંથી નીકળીને ભાનકુમાર દોડતા પોતાની માતા સત્યભામાં પાસે ગયો. જઈને માથાના દુખાવા જેવું દુખદાયી પ્રદ્યુમ્નનું આગમન કહ્યું. ત્યારે વન, ઉદ્યાન, વાડી, વાવ, રથ, કન્યાનું અપહરણ અને પુનું નિર્માલ્ય આદિ બધા અપરાધો સત્યભામાના ચિત્તમાં ઉભરાવવા લાગ્યા. અને ભાનુકુમારના મુખે પ્રદ્યુમ્નની વિદ્યાના ચમત્કાર વિગેરે સાંભળીન સત્યભામાને એવા પ્રકારની દુઃખ વેદના થઈ કે જે જ્ઞાનીપુરૂષે પણ શબ્દમાં વર્ણવી ના શકે. अथ कृष्णः सुतं प्राह, वत्साऽऽनय स्वमा रं । इत्युक्तेऽपि स नोऽजल्पत्, प्रत्युताधोमुखोऽभवत् । तदा जगाद हास्येन, नारदर्षिविशारदः । संसारे सर्वमानां, वल्लभा कामिनी निजा ।४०। कृष्णोऽवदत् कथं साधो! त्वयेदं विनिवेदितं । सोऽजल्पज्जल्पने देव, स्खलितस्त्वं ततोऽहसं । स्वमातरं वधूटी चा-नयेत्युक्त कथं न हि । विष्णुरूचे न जानामि, प्राप्तानेन कुतो वधूः ॥४२॥ नारदषिर्जगौ जिष्णो, दुर्योधनेन या कनी । प्रेषिता समभुद्भानु-विवाहकृतये मुदा ॥४३॥ आयांती वर्मनि सैन्य-यतानेन सुतेन ते । गहोता यद्धपर्व सा, परिणीता सुखेन च ॥४४॥ कृत्वा रूपं किरातस्य विद्यया अपहृत्य च । एतेन परिणीता सा कुतूहलविधायिना ॥४५॥ निशम्य नारदप्रोक्त, वचनं पुरुषोत्तमः । प्रभूतं प्रमदं प्राप, ध्यायन पुत्रपराक्रमं ॥४६॥ मुरारिणा ततःप्रोचे, तनय ! त्वं स्नुषायुतां । जननीमानय क्षिप्रं, सन्निधौ मम शर्मणे ।४७। तातस्य स्नेहिलं वाक्यं, समाकर्ण्य मनोभवः । वधूयुक्तां विमानस्थां, रुक्मिणीमानयद् द्रुतं । विमानं वीक्ष्य सर्वेऽपि, बभूवुविस्मयाकुलाः । अद्भुतस्य विलोकेन, भवेत्कस्य न विस्मयः । साप्यागत्य स्वकीयस्य, भर्तुविनयमाचरत् । तदा निगदितं भर्ता-मात्यैः सह पुरे व्रज ।५०। तत्र गत्वा तनूजस्य, प्रवेशोत्सवमाचर । महःकरणमेतस्य, संप्रत्येव प्रवर्त्तते ॥५१॥ पतिव्रतांगना या स्या-ल्लुपेत्पत्युर्वचो न सा। प्रमाणविषयीकृत्य, तद्वाचं सागमत्पुरं ॥५२॥ प्रमोदतस्तया गत्वा, प्रेषयित्वा च सेवकान् । पुरी श्रृंगारिता चित्र-कर्मभिस्तोरणध्वजैः । भर्तुर्योगे कृतश्रीका, सुवासिनीव शोभना । मनुष्यस्तरुणई श्या, रेजे शृंगारिता पुरी ॥५४॥
કૃષ્ણ પુત્રને કહ્યું :- “બેટા, તારી માતાને લઈ આવ.” આટલું કહેવા છતાં પ્રદ્યુમ્ન કંઈ બે નહી અને નીચુ મુખ કરીને બેસી રહ્યો. ત્યારે નારદજીએ હસીને કહ્યું – “સંસારમાં દરેક