________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
इतो जीवयशा सापि, क्रमेण रूदती भृशं । बिकीर्णचिकुरायाता, जरासंधेशसन्निधौ ॥४॥ मुषिता मुषिता तात, जाताहं दुःखिता क्षितौ । मत्पतिारितो राम-कृष्णाभ्यामभिमानतः ॥८५॥ सशल्य इव तद्वाक्या-ज्जरासंधनृपो जगौ। पुत्रिके भवतात्स्वस्था, वद वृत्तांतमादितः ॥८६॥ किं जातं मारितः केन, कारणेन पतिस्तव । पित्रा पृष्टातिमुक्तोक्तं, वृत्तांतं सादितोऽवदत् ॥८७॥ श्रुत्वा पुत्र्युदितां वाती, जरासंधोऽप्यवीवदत् । कंसेन षट् हता गर्भा-स्तद्भव्यं न मनाक्कृतं॥८८॥ एकस्यामेव देवक्यां, हतायां सुतसंभवः । नाभविष्यत्तरोमूले,ज्वालिते हि फलोद्भवः ॥८९॥ जरासंधोऽभ्यधावत्से, मारोदीस्त्वमतः परं । रोदयिष्याम्यहं तेऽरि-स्त्रीरुच्छेद्य ससंततीः॥९०॥ करिष्यामि यदा पुत्रि ! यादवान् भस्मसादहं । अथवा समुद्रमर्यादि-देशत्यागविधायिनः।।९१॥ सत्यसंधो जरासंघो, ज्ञेयस्तदा त्रिखंडराट् । अन्यथा दुर्जराग्रस्त-संधोऽहं तु विचक्षणे १॥९२॥युग्म।।
હવે અનુક્રમે છવયશા માથાના વાળ છૂટા મૂકી રૂદન કરતી જરાસંધની પાસે પહોંચી પિતાજી, હું ચેરાઈ ગઈ ચેરાઈગઈ, મારૂં સર્વસ્વ લુંટાઈગયું. પિતાજી, હું દુઃખી દુઃખી થઈ ગઈ. આ પ્રમાણે પુત્રીના વિલાપપૂર્ણ વચન સાંભળીને જરાસંધ બેઃ “અરે, પુત્રી હું સ્વસ્થ થા. શું થયું તે મને પહેલેથી માંડીને વાત કર. તારા પતિ અને મારા જમાઈ કંસને કોણે કયા કારણે મારી નાખે?” પિતાના વચનથી સ્વસ્થ થઈને જીવયશાએ અતિમુક્ત મુનિએ કહેલી વાતથી માંડીને કંસવધ સુધી બધે વૃત્તાંત કહ્યો. પુત્રીની વાત સાંભળી જરાસંધે કહ્યું –કસે છ ગર્ભની હત્યા કરી તે જરાયે સારૂ કર્યું નથી. એના કરતા એક દેવકીને જ નાશ કર્યો હોત તો ? કારણ કે “મૂલ નાસ્તિ કુતઃ શાખા? ” એ ન્યાયે મૂળને બાળી નાખીએ તો ફૂલ કયાંથી થવાના હતા? ખેર, જે થવાનું હતું તે થઈ ગયું હવે તું રડીશ નહીં. હું તારા શત્રુઓને તેમના પુત્રો સહિત નાશ કરીને તેમની સ્ત્રીઓને રડાવીશ. વળી તે યાદવને સ્ત્રી-બાળકે સહિત ભસ્મીભૂત કરીશ. અથવા સમુદ્ર પર્યત ભૂમિની બહાર તે લેકેને દેશ નિકાલ કરીશ. તે તું જાણજે કે ત્રણખંડના અધિપતિ મારા પિતા જરાસંધ સત્ય પ્રજ્ઞાવાળા છે.
सबालस्त्रीविघातादे-न स्याच्चेत्पापिनी मतिः । प्रतिविष्णोः कथं तर्हि, नरकस्य गतिर्भवेत्॥१३॥ इतीव चित्तवाका यैः, कृत्वा त्रिधापि तुल्यतां । । जरासंधोऽब्रवीदंत-काले ज्ञापयितुं गतिं ॥१४॥
જે આ પ્રમાણે સ્ત્રી-બાળક સહિત માણસોની હત્યા કરવાની પાષિષ્ઠ બુદ્ધિ ના હોય તે પ્રતિ વાસુદેવની નરક ગતિ કેવી રીતે થાય? જરાસંધ રૌદ્ર ધ્યાન પૂર્વક મનવચન કાયાથી જાણે પિતાની ગતિ જણાવવા માટે બોલે ના હોય! જેવી ગતિ એવી મતિ !