________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર કૃષ્ણને સાંભળતાં, વિલંબ કરતી યશેદાને રામે આક્રોશપૂર્વક કહ્યું -“અરે યશોદા! શું તારા પહેલાના દાસી ભાવને ભૂલી ગઈ છે? અમારા કહ્યા મુજબ કેમ જલ્દી કામ કરતી નથી?' આ પ્રમાણે કહી ઉદ્વિગ્ન બનેલા કૃષ્ણને લઈને બલભદ્ર ઘરમાંથી બહાર નીકળી ગયા. ઉદાસીન મુખવાળા કૃષ્ણને બલભદ્રે પૂછ્યું “ભાઈ ! આમ ઉદાસ કેમ થઈ ગયા છે? કેઈએ તારું અપમાન કર્યું છે.?” ગદ્ગદ્ થઈને કૃષ્ણ કહ્યું –બંધુ! તમે મારી માતાને દાસી કહીને તેનું ઘોર અપમાન કર્યું. તેથી મને ખૂબ દુઃખ થયું છે!” કેમલવચનથી સાંત્વન આપીને બલભ કણને કહ્યું -યશોદા તારી માતા નથી અને નંદ તારા પિતા નથી. તારી માતા દેવાંગના સરખી દેવકી છે અને જગતમાં પ્રસિદ્ધ એવા તારા પિતા વસુદેવ છે. તારું મુખ જેવા માટે મહિને મહિને દેવકી ગોકુળમાં આવે છે. તેને જોઈને એ ખૂબ આનંદ પામતી ચાલી જાય છે. મથુરામાં રહેલા કંસના ભયથી પિતાજીએ આપણને બંનેને અહીંયા રાખ્યા છે. પુત્ર પ્રત્યેના ગાઢ પ્રેમથી તારી રક્ષા માટે પિતા વસુદેવે મને તારી પાસે મૂક્યો છે. મારા અને તારા પિતા જગતપ્રસિદ્ધ એવા વસુદેવ રાજા છે. મારી માતા રોહિણી અને તારી માતા દેવકી. આપણે બને સગા ભાઈએ છીએ!” આ પ્રમાણે સાંભળીને આશ્ચર્ય પામતાં કૃષ્ણ કહ્યું :–“મોટાભાઈ ! જે એમ જ છે તે પિતા વસુદેવે મને ગોકુળમાં કેમ રાખે છે ?' કૃષ્ણની વાત સાંભળીને બલભદ્ર, પિતાના છ ભાઈઓને ઘાત કરો કેવી રીતે કર્યો તે વગેરે આદિથી અંત સુધી બધે વૃત્તાંત કૃષ્ણને કહ્યો. જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ કૃષ્ણને રોષ ભભૂકી ઉઠ્યો અને કંસનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ યમુનામાં સ્નાન કરવા માટે ગયા.
कालंद्यामेष्यति स्नातुं, कृष्णः कंसेन भूभुजा । कालियाहिस्वरूपेण, किं मुक्त इव सेवकः ॥८३॥ यद्यहं सेवकीकृत्य, कंसेन परिचिंतितः । तद्विष्णुं तद्विष हन्मी त्यधावत्तं सरीसृपः ॥८४॥ फणास्थितमणिश्रेणि-प्रद्योताद् द्योतयन् दिशः । गृहीत्वा नासिकायां स, नस्तिता नरकारिणा ॥८५॥ तत्पृष्टोपरि चोख्य, विध्वस्तसाध्वसेन सः । विष्णुना यमुनानीरे, तरंड इव वाहितः ॥८६॥ खेलितो हरिणा ताव द्यावनिर्जीव आस सः। ततस्तं वालयामास, कोदंडमिव शुद्धधीः ॥८७॥ निर्गतौ यमुनानद्या, यावद् द्वावपि तौ बहिः स्नानिकैवेष्टितौ ताव-तौनारायणकेशवौ ॥८८॥ यस्माद्विभ्यति निःशेषा, बलिष्टा अपि मानवाः । जघान कालियव्यालं तं कुमारोऽपि केशवः।।८९॥ एतयोः सदृशः कोऽपि, वरीवति न भूतले । शशंसुरिति गोपास्तौ, नागराश्च द्विजादयः॥९०॥ रामकृष्णौ बलीयांसौ, धरंताविति शंशिनैः । नरैः परिवृत्तौ प्राप्तौ, मथुरागोपुरं च तौ ॥११॥
કૃષ્ણ સ્નાન કરવા માટે યમુનામાં આવશે એમ સમજીને જાણે કે કાલિનાગ સ્વરૂપે પિતાને સેવક રાખે ના હોય!” “કસન સેવક થઈને હું પણ માલિકની ઈચ્છા મુજબ શત્રુ