________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર लघुरप्येष वा वृद्धः. पूर्णशक्तिधृतेरिति । समुद्रविजयो मत्वा, मिलितुं बंधुमागमत् ॥७॥ विमुच्य गुरुवन्मान-मागच्छंतं निरीक्ष्य च। सेोऽपि सन्मुखमागत्य, प्राणमत्तं तु शिष्यवत्॥८॥
વસુદેવ નાના છતાં પૂર્ણ શક્તિશાલી છે, એમ માનીને સમુદ્રવિજય બંધુને મળવા માટે સામે ગયા ! સામે આવતા મોટાભાઈને જોઈને, જેમ શિષ્ય ગુરૂને નમી પડે તેમ વસુદેવ વડિલબંધુના ચરણમાં નમી પડયા.” वत्स ! वर्षशतेनैव, मिलितस्त्वं ममाधुना । समुद्रविजयश्चेति, गदित्वालिंगयच्च तं ॥९॥ अतिष्टोऽन्दशतं बंधो, क्वेति पृष्टो नृपेण सः । यथाजातं स्ववृत्तांतं, स्वयमेवोदितोऽवदत् ॥१०॥ तस्य स्वरूपमाकर्ण्य, प्रत्यक्षेण निरीक्ष्य च । समुद्रविजयोऽतुष्य-द्विशेषेण रुधिराधिपः ॥११॥ जरासंघोऽपि विज्ञाय, स्वसामंतसहोदरं । चित्तात्पाणविकभ्रांति, भ्रंशयामास सर्वथा ॥१२॥
“હે વત્સ, તારા દુખી ભાઈને તું એ વર્ષે મલ્યો!” એમ ગદ્ગદ્ થઇને સમુદ્રવિજયે ગાઢ આલિંગન આપ્યું. “બંધુ ! સો વર્ષ સુધી તું ક્યાં હતો શું શું કર્યું !” આ પ્રમાણે સમુદ્રવિજયના પૂછવાથી વસુદેવે આદિથી અંત સુધી બધે વૃત્તાંત પિતે કહ્યો ! વસુદેવનું ચમત્કારિક સ્વરૂપ જાણીને સમુદ્રવિજય આદિ ખૂબ જ ખૂશ થયા. તેમાં રૂધિરરાજાને આનંદ તો સીમા ઓળંગી ગયો! જરાસંધને પણ પોતાના સામંત સમુદ્રવિજયના ભાઈ વસુદેવ જાણીને મનમાંથી હેલી તરીકેને ભ્રમ દૂર થઈ ગયે. संतुष्टेषु समस्तेषु, हृष्टोऽथ रुधिरोऽपि च । अकारयत्तयोः पाणि-ग्रहणं प्रबले क्षणे ॥१३॥ पूर्णेद्वाहकृत्येषु, जरासंधादिकाधिपाः । पूजिता रुधिरेशेन जग्मिवांसुः स्वमास्पदं ॥१४॥ आगृह्य रक्षिताः संतो, यादवाः साधुवादिनः । तत्रैव हायनं यावत्, कंसेन सहिताः स्थिताः ॥१५॥
હર્ષિત બનેલા રૂધિર રાજાએ સવે રાજાઓ સમક્ષ વસુદેવ અને રોહિણીને ઠાઠમાઠથી પાણિગ્રહણ–મહત્સવ કરાવ્ય ! લગ્નમહત્સવ પૂર્ણ થયા પછી જરાસંધ આદિ રાજાઓને ઘણું સત્કાર અને સન્માનપૂર્વક વિદાય આપી અને સમુદ્રવિજ્ય આદિ યાદવો તેમજ કંસને આગ્રહ કરીને એક વર્ષ સુધી પોતાને ત્યાં રોકી રાખ્યા. विविक्ते वसुदेवाख्या, रोहिणीमन्यदा जगौ । पाणविकाऽप्यहं भूपां-स्त्यक्त्त्वा वृत्तः कथं प्रिये ॥१६॥ सोचे प्रज्ञप्तिविद्यायाः, पूजां करोम्यहं सदा । सोवाच दशमो भावी, दशा) रमणस्तव ॥१७॥ कथं स ज्ञायते पृष्टा, सावक्पटहवादनात् । सर्वान् भूपांस्ततो मुक्त्वा , त्वमेवेशं वृतो मया ॥१८॥
કોઈ એક દિવસે એકાંતમાં વસુદેવે હિણીને પૂછ્યું –પ્રિયે, બધા રાજાઓને મૂકીને હેલી એવા મારા કંઠમાં કેમ વરમાળા આરોપી?” રોહિણીએ કહ્યું -સ્વામિન, પ્રજ્ઞપ્તિ