________________
૩૧૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કહ્યું. ભગવાન શ્રી સીમંધર સ્વામીના શ્રીમુખે પ્રદ્યુમ્બનું વરૂપ સાંભળીને આવેલા નારદજીના કથનથી કૃષ્ણ રુકિમણી આદિ દ્વારિકાના નગરવાસીઓને ખૂબજ આનંદ થયો. નારદજી પણ પિતાના સ્થાને ગયા. રૂક્મિણ પણ પ્રસન્નતા પૂર્વક પૂર્વવત્ રવસ્થ બની ગઈ
આ પ્રમાણે જીવ પાપક ના ઉદયથી સંસારની દુષ્ટયનીઓમાં ભટકે છે અને તેજ જીવ પુણ્યકર્મના ઉદયથી ઘણી એવી પુણ્ય-લક્ષમીને પ્રાપ્ત કરે છે. તે કારણથી ગાઢ વિપત્તિઓને નેતરનાર એવા પાપકર્મોનો ત્યાગ કરીને આલેક અને પરલેકના સમસ્ત સુખને આપનારા એવા પુણ્યકર્મનું ઉપાર્જન કરવા પ્રયત્નશીલ બનવું.
આ પ્રમાણે પંડિતમાં ચક્રવતી શ્રી રાજ સાગર ગણીના વિદ્ધાન શિષ્યરત્ન શ્રી રવિસાગર ગણીએ રચેલા શ્રી શાંધિન ચરિત્રમાં શ્રી પ્રદ્યુમ્ના પૂર્વભવનું વર્ણન ફરતો પર૭ શ્લેક પ્રમાણ આઠમે સર્ગ સમાપ્ત થયા.