________________
સગ-૮
૩૦૫
કહેવાય છે તે સાચું છે. મારા પહેલાના પતિ હેમરથરાજાની શું આવી દશા થાય? શું મારા વિયેગથી પાગલ બની જાય? અનેક રાજા-મહારાજાએ તે તેના મિત્ર અને સેવક થઈને રહ્યા છે. તેમજ તેની પાસે હજારો હાથી, ઘેડા, રથ અને લાખનું પાયદળ સૌન્ય તેમજ સેંકડે રૂપરમાણુઓ છે. તે શું અહીંયાં એકલા આવતા હશે? પૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખ અને કમલ સમાન નેત્રવાળા, રૂપમાં કામદેવ સમાન સુંદર શરીરવાળા એવા મારા પતિ હેમરથરાજાની મારા વિયેગે આવી દશાની કલ્પના કરવી એ તારી નરી મૂર્ખતા છે.” ઈંદ્રપ્રભાનું કથન સાંભળીને ધાવમાતા મનમાં વિચારવા લાગી. “ભલે એને મારા વચન ઉપર વિશ્વાસ નથી, પરંતુ પછી જાણશે ત્યારે તેને કેવી પીડા થશે? તેથી તેને સાક્ષાત્ બતાવું.” એમ વિચારીને ધાવમાતાએ કહ્યું : હે પુત્રી, તું આવ, તું મારી પાસે જલદી આવ, તારા વિશ્રવાસ માટે તારા પતિને બતાવું. તું નજરોનજર જોઈને પ્રતીતિ કર.” ધાત્રીનાં વચન સાંભળીને ઈદુપ્રભા ધાવમાતા પાસે ગવાક્ષ (ઝરૂખા)માં આવીને જુવે છે ત્યારે વિધિગે બાળકેથી વિટળાયેલે, ગાંડપણથી
હે કાંતા, હે કુરંગાક્ષિ, હે ઈંદુપ્રભા’ આ રીતે રાડો પાડતા હેમરથરાજાને જઈ, ઓળખીને ઇંદુપ્રભા દુઃખી થઈને વિચારવા લાગીઃ “અરે હું મધુરાજાની સાથે પાંચ ઇન્દ્રિયના વિષયસુખોને ભોગવી રહી છું. જ્યારે આ મારા વિયેગથી દુઃખી દુઃખી થઈ ગયું છે. ખરે ધિકકાર થાઓ મારા આ જીવિતને, અને ધીક્કાર થાઓ મારા અવતારને. ખરેખર સ્ત્રીઓ ભેગી પુરૂષ માટે ચીભડાના જેવી ગ્યા જ હેય.” દુઃખી થયેલી, હૃદયમાં વિષાદને ધારણ કરતી, આંખમાં આંસુ ભરાઈ ગયા છે એવી ધાત્રીની સાથે ગવાક્ષામાં ઉભી રહી છે, ત્યાં મધુરાજા આવ્યા. રાજાનું આગમન જાણીને ઇંદુપ્રભાએ અતિદુઃખથી દુઃખી થયેલી હોવા છતાં વિનયપૂર્વક ઊભી થઈને રાજાને બેસવા માટે આસન આપ્યું.
प्राज्यप्रेमरसात्सोऽपि, कंठे कृत्वा निजौ करौ । स्थित्वा शिरोगृहे याव-दीक्षते नागरीं श्रियं२१ तावच्च कोट्टपालेना-भिधया चंडकर्मणा । वध्ध्या निविडबंधेना-नीतः कश्चिद्वरो नरः।२२॥ तमानीय महीशस्य, पार्श्वे स विनयाज्जगौ ।। नाथायं यौवनाढयोऽस्ति, परदारनिषेवकः ॥२३॥ ततो दंडं यथा ब्रुषे, तथास्य स विधीयते । इत्युक्त्वा संस्थितो याव-द्भपस्तावदुवाच ॥२४॥ चंडकर्मन किमत्र त्वं, विजानन्नपि पृच्छसि । परद्रव्यपरस्त्रीषु, भवेयुर्ये रता नराः ॥२५॥ शुलिकारोपणं तेषां, कार्यते यदि तद्वरं । अन्येषामपि मानां, तर्हि शिक्षा प्रजायते ॥२६॥ दुरात्मनस्ततोऽस्यापि, परदारनिषेविणः । शुलाधिरोपणं कार्य, न विचार्य, मनागपि ॥२७॥ श्रुत्वेति भूपतेर्वाक्यं, स्मित्वा चेंदुप्रभाऽब्रवीत् । परस्त्रीसेवने कश्चि-दोषोऽपि किं प्रवर्तते ॥२८॥ यतोऽस्य पुण्यतारुण्य--लावण्यरूपसंपदः । सहसादिश्यते घातः, प्राज्यपातककारकः ॥२९॥
૩૯