SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર જાણીને મંત્રીઓએ આ પ્રમાણે કહ્યું -સ્વામિન, તમારાથી મધુરાજા મહાબળવાન છે તેથી ધીમે ધીમે કામ લેવાશે. પરંતુ પ્રલાપ કરવાથી કંઈ માત્ર બનવાનું નથી.” મંત્રી કહે છે તે સત્ય છે એમ જાણતા હેમરથ પિતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય, તેમ શૂનમૂન થઈને રહ્યો. પ્રિયાના દુઃખને નિરંતર યાદ કરતે રાજા અનુક્રમે વિકલ બની ગયું અને વધુ પડતી વિકલતાથી ગાંડે થઈ ગયો. ગાંડપણથી રાજા કયારેક ગાય છે, કયારેક રડે છે, કયારેક હસે છે, કયારેક રાજસભામાં આવે છે, કયારેક મહેલમાં જાય છે. તે કયારેક રાજમહેલની બહાર પડયે રહે છે અને “હા પ્રિયે, તું કયાં ગઈ છે? તું કેમ બેલતી નથી ? મારી સાથે વાર્તાવિને કેમ કરતી નથી? હે પ્રિયે, તું આવ, તારૂં મુખ તે મને બતાવ, શું તું રીસાઈ ગઈ છે તેથી નથી બેલતી? હે દેવિ! તું કેમ મૌન રાખીને બેઠી છે? શું તું મારા સ્નેહની પરીક્ષા કરી રહી છે? તને શું થયું છે? દેવેની દેવી હોય છે તે પણ મન-વચન અને તનથી પિતાના પતિને મળે છે, તે હે સુણ, તું મારી દેવી છતાં મને કેમ મલતી નથી? હે ઈદુપ્રભા, તું મારા પ્રાણથી પણ અધિક પ્યારી છે. તું કયાંય સંતાઈ ગઈ છે કે શું? તું જ્યાં હોય ત્યાંથી આવીને જરી મળ. મારા પ્રાણ તારે આધીન છે. તે શું તું નથી જાણતી? હે પંડિતા તારા વિના મારા શરીરમાં પ્રાણે કેવી રીતે ટકશે ? હે પ્રિયે, તારા વિના નગર, મહેલ, બધું સૂનું સૂનું થઈ ગયું છે. તારા વિના મારું હૃદય અને મારું શરીર શૂન્ય બની ગયું છે. અરેરે, હે પ્રિયે, તારા વિનાની શગ્યા સૂની અને રાત્રિ વર્ષ જેવી લાંબી લાગે છે. તારા વિના દિવસે પણ મને અનપાનની રૂચિ થતી નથી. હે દેવી, મેં તારો શું અપરાધ કર્યો છે? અથવા તને કંઈ વિરૂદ્ધ કહ્યું હોય તે તું પ્રગટ થઈને મને જણાવ. હું તારી માફી માગું છું. અરેરે હું કયાં જઉ ? હું જાણું છું કે મારા પ્રમાદથી અને મારી ભૂલથી જ કટ્ટર શત્રુ એવા મધુએ તને ઘરમાં બેસાડી. ખરેખર ઈંદુપ્રભા (ચન્દ્રિકા) જેવું જ તારૂં મુખ છે. હે ઇંદુપ્રભાતું મારી હિતસ્વિની છે. ફક્ત તારા ધ્યાનમાં લીન થયેલા એવા મને તારા વિના સુખ કોણ આપશે ? તું મારી સમક્ષ આવ, મને એક વખત તે તારા દર્શન આપ” આ રીતે અનેક પ્રકારના વિલાપના વચનેથી વિલાપ કરતે કરતે હેમરથરાજા પાગલની જેમ ચારે બાજુ ઘૂમવા લાગ્યો. અને ગાંડપણથી નગરજનો તેમજ સ્વજનથી ત્યાગ કરાયેલે રાજા રાજ્ય છેડીને કુતૂહલપ્રિય બાળકોથી વીંટળાયેલ “હા ઈંદ્રપ્રભા હા ઇંદુપ્રભા,” ન પિકાર કરતો. ગલી-ગલીઓ અને શેરીએ-શેરીએ ભટકવા લાગે. છાણાની રાખને પિતાના મૂત્રથી ભીની કરીને પિતાના શરીરે વિલેપન કરે છેબાળકો રોકે તે પણ વસ્ત્રના ટુકડા તેમજ પત્ર પાંદડાઓ લઈને પોતાના શરીરે પહેરે છે. અને વગડામથી ઘણા પ્રકારના પુષ્પો અને ફલે લઈને હારની ક૯૫નાથી ગળામાં પહેરે છે. શ્રેષ્ઠ સુધી સ્થળોમાં ધૂળ ઉછાળે છે, આ રીતે અનેક પ્રકારની પાગલપણાની ચેષ્ટા કરતે જેમ તેમ પ્રલાપ કરે છે, રડે પાડે છે, રૂદન કરે છે. કામરૂપી પિશાચથી વધતા જતાં ગાંડપણનું નિવારણ કરવા
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy