________________
સગ-૮
૨૯૫
दूतीवाक्यं समाकर्ण्य, क्षोभनाप्रविधायकं । व्यचितयन्मनस्येवं, सा विषादसमन्विता ॥९८॥ कामिनीनां कुलीनानां, स्वभर्तृबद्धचेतसां । निशायामन्यमर्त्यस्य, न गेहे गमनं वरं ॥१९॥ भूपोऽयमबलाहं तु, यास्याम्यस्य गृहे यदि । त_यं मां कलत्रत्वं, प्रापयिष्यति निश्चयात् ॥३०॥ अनेनाकारिता यहि, नाहं यास्यामि सर्वथा । प्रभूतं प्राप्स्यति द्वेषं, भतुर्यदा ममोपरि ॥१॥ अयं न ज्ञायते द्वेषात् , किं किं कष्टं करोति मे।एकशोऽहं ततो यामि, यद्भावि तद्भविष्यति ॥२॥ इति संचिंत्य मुंचती, निश्वासान् प्रबलान्मुखात् । दूतीभिः कतिभिः सार्ध, जगाम नृपसम सा ॥३॥ आयांती परिवारेण, ज्ञाता यावन्महीभुजा । तावत्सप्तमी भूमि-मारूढो व्यपदेशतः ॥४॥ समस्तमपि संस्थाप्य, परिवारमधोभुवि । उपर्ये काकिनी दूत्या, नीता सेंदुप्रभांगना ॥५॥ ऊभयोरपि संयोग, हर्षविषादकारकं । मेलयित्वा गता दूती, कृतार्थिनी निकेतनं ॥६॥
આ રીતે હેમરથ રાજાને વિદાય કરીને કામથી પીડાતા મધુરાજાએ મંત્રીને બોલાવીને કહ્યું : “મંત્રી, હેમરથને મેં સંતેષ આપીને વિદાય કર્યો. હવે મારી પાસે ઈંદુભાને લઈ આવ.” મંત્રીએ કહ્યું –“મહારાજા, રાત પડવા દો. ત્યાં સુધી આપ દૌર્ય ધારણ કરીને રાહ જુવો. મનમાં શાંતિ રાખો.” મંત્રીનાં વચનથી ખૂશ થયેલા રાજાએ પિતાની ઇચ્છાપૂતિની કલ્પના કરી સુખપૂર્વક દિવસ વ્યતીત કર્યો. “મધુ અને ઇંદુભાને સંગ રાત્રિમાં સુખપૂર્વક થાઓ.” એમ માનીને જાણે સૂર્ય અસ્ત થયો ન હોય. અથવા પરસ્ત્રીની સાથે આ રાજા રાત્રિમાં ક્રીડા કરશે અને પિતાના કુલાચારનો ભંગ કરશે. તેથી જાણે રાજાનું મુખ જેવા ના માગતા હોય, માટે સૂર્ય અસ્ત થઈ ગયું હશે? અથવા રાત્રિમાં પાપાચરણ થવાના કારણે જાણે સરોવરમાં કમલેએ મુખ સંકચિત કરી નાખ્યા, અને પક્ષીઓએ પત કીડા ઓને ત્યાગ કર્યો. “મારા અસ્તિત્વમાં જેમ પાંચ વર્ણનો રાગ ક્ષણિક છે, તેમ સાંસારિક સુખ પણ ક્ષણિક છે એમ મધુરાજાને જણાવવા માટે સંબા ખીલી ઉઠી ન હોય ! સંધ્યાના રાગ સમાન ક્ષણિક સાંસારિક સુખને જાણવા છતાં જે લોકો મોહમાં મસ્ત બને છે, તેના પરિણામે જીવન કાળમેશ બની જાય છે, આ પ્રમાણે રાજાને જાણે પ્રતિબોધ કરવા માટે પૃથ્વી ઉપર ચારે બાજુ અંધકાર ઉતરી આવ્યો અર્થાત્ કામી પુરૂને કામબાણથી વિહૂવળ કરતી રાત પડી. રાત્રિ થવાથી દુઃખી એવા વિરહીજનની જેમ ચોર લુંટારાઓ પણ ખૂશ થયા. અર્થાત્ બંને આંખને ઘેરતો અંધકાર ચારે બાજુ પ્રસરી ગયે. તારાઓ રૂપી અક્ષત વડે આકાશરૂ પી મરકત મણને થાળ ભરીને રાત્રિરૂપી પ્રિયા જાણે પિતાના પતિ ચંદ્રને વધાવવા માટે આવી ના હોય ! આકાશમાં જેમ જેમ ચંદ્રને ઉદય વધતું જાય છે તેમ તેમ મધુરાજા કામદેવના બાણથી પીડાતો જાય છે, બોલતા સંકોચ થવા છતાં પણ મધુરાજાએ લજજાને ત્યા કરી મંત્રીને કહ્યું -“મંત્રી, હજુ સુધી ઈદુપ્રભાને કેમ લાગે નહી?” રાજાના કહેવાથી ના છૂટકે મંત્રીએ રાત્રિમાં હેમરથ રાજાની પત્ની ઈંદુ પા પાસે એક દૂતી (સ દેશે.