________________
સગ-૮
आगत्य दयितापार्श्व, कथयामास भूपतिः । गच्छाम्यहं स्वके देशे, मुक्त्वात्र त्वामपि प्रिये॥६५॥ योग्यं निष्पादितं नास्ति, परिधानार्थमावयोः । भूषणं मधुभुपेना-द्यापि निगद्यते ततः॥६६॥ यदा त्वां भुषणं दत्वा, प्रेषयेन्मधुपार्थिवः । सौविदल्लैः समं वीरैः, समेतव्यं त्वया तदा ॥६७॥ श्रुत्वेतींदुप्रभा दुःख-पूरसंपूरिताऽवत् । अभाग्यं प्रकटीभूत-मस्ति नाथ ! तवाधुना।।६८॥ यत एकाकिनी पत्नी. मां मुक्त्वा प्राणवल्लभ । राज्यं भोक्तुं गृहे यासि, प्रभूतसुखलिप्सया।।६९॥ यद्यत्र मां विमुच्य त्वं, निजगेहं गमिष्यसि । स्थापयिष्यति दुष्टात्मा, स्वकलत्रेषु तयं ।।७०॥ तदा हेमरथोऽवोच-त्मावादीदशुभं वचः । त्वच्चित्ते कल्पना याह-इन ताङमधुभूपतेः।७१। यदायमावयोगेंह-माकारितः समागतः । तदावाभ्यां कृता भक्ति-स्तेन प्रीतिं करोत्ययं।७२॥ इत्थमेव विदित्वायं, स्नेहं दर्शयतीत्यलं । ततस्त्वया न कर्तव्या, चिंता चित्ते मनागषि ॥७३॥ भा पुनः पुनः प्रोक्ते, स्वीकृतं वचनं तया । विमुच्य सोऽपि तां तत्र, चचालाशकुनेष्वपि॥७४॥
હેમરથ રાજાને બેલાવીને કહ્યું -મિત્ર, તમારા અને તમારી પત્ની માટે ખાસ આભૂ પણ બનાવવા માટે આપ્યા છે, પરંતુ હજુ સુધી તૈયાર થયા નથી. ઘેડ વિલંબ થશે. તેમ છતાં મારે તમારું હિત જેવું જોઈએ. તમે અહીંયા વધુ રોકાવો તે તમારા શત્રુઓ દેશને વિનાશ કરે. અને રાજ્યભંગ થાય. તે કારણે પવિત્ર બુદ્ધિવાળા હે મિત્ર, તમે હમણાં જાવ અને શત્રુરાજાએથી પોતાના દેશનું રક્ષણ કરો. તમારી પ્રાણવલલભ દેવી ઈદુપ્રભાને અહી યા મૂકે. આભૂષણો કરાવીને તેને તમારા હાથમાં સોંપીશ. આજે પણ મેં તપાસ કરાવી પરંતુ સુવર્ણ કાર કહે છે કે “સારી કારીગરીનાં બનાવવાના હોવાથી થોડે સમય લાગશે. તો હેમરથ મને લાગે છે કે તમારે વિલંબ કરવા જેવું નથી.” હેમરથે કહ્યું -“સ્વામિન, આપે મારા સુખને માટે જે કહ્યું તે બરાબર છે. મારે જલદી જવું જોઈએ.” આ પ્રમાણે રાજાને કહીને હેમરથરાજા ઈદુપ્રભા પાસે આવ્યા, અને કહ્યું –દેવી આપણા દેશની રક્ષાને માટે મધુરાજાએ તને અહીં મૂકીને મને જવાની આજ્ઞા આપી છે. આપણા બંને માટે ખાસ આભૂષણે બનાવવા માટે આપ્યા છે. પરંતુ હજુ તૈયાર થયાં નથી. આજે પણ તપાસ કરાવી. તેથી આભૂષણો આપીને મધુરાજા તને આપણું પરાક્રમી એવા કંચુકીઓની સાથે વટપુર મોકલી આપશે. તું જરાયે ચિંતા કરીશ નહી.”
આ સાંભળીને સબ્ધ થયેલી ઇંદુપ્રભા દુઃખપૂર્વક બેલી - હે નાથ, તમારું દુર્ભાગ્ય પ્રગટ થયું લાગે છે. મને એકલી મૂકીને તે પ્રાણવલમ! તમે રાજ્ય ભોગવવા માટે ઘેર જાવ છો? તમને ખબર નથી, પણ હું સાચું કહું છું મને મૂકીને તમે જશે તો આ દુષ્ટ રાજા મને પોતાની પત્ની બનાવશે. માટે કંઈક સમજે. આમ ના જવાય.” ત્યારે હેમરથે કહ્યું – પ્રિયે તું જેવી કલ્પના કરે છે, તે અ રાજા નથી. તેને માટે આવું અશુભ ન