________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
एवं सत्यपि यद्येष, समेतोऽस्ति मुर्पया । तर्हि तेन समं युद्धं, विधाय घातयिष्यते ॥२३॥ कथयित्वेति भूपालः, सज्जीकर्तुं बलं निजं । कांदिशीकजने देंगे, रणभेरीमवादयत् ॥२४॥ तदा भीममहीपालं,व्याचष्ट सचिवाग्रणी । विभो मधुक्षमानाथो, बलीयान वर्तते महान् ॥२५॥ प्रतोली दापयित्वा तद् , दुर्गरोधं विधाय च।सुखैस्तिष्ठ कियत्कालं, कालक्षेपा हि सौख्यदः ॥२६॥ भीमेशो भीमवभीमः, प्राह रे किं प्रजल्पसि।वराकेऽस्मिन् समायाते, प्रतोली दाप्यते कथं ? ॥२७॥ राजोक्त्वेति पुरीमध्या-दरीतः केसरीव सः । युद्धायोद्यत एकाकी, निर्गतोऽनुचः समाः ॥२८॥ सैन्योपेतं तदा पुर्या, निर्गतं भीमभूभुजं । निशम्य मधुभूपोऽपि, सज्जीचकार वाहिनीं ॥२९॥
મંત્રીથી આશ્વાસન પામેલા મધુરાજાએ હેમરથ રાજાને સાથે લઈ વિશાળ સૈન્ય સાથે ત્યાંથી પ્રયાણ કર્યું. બંને રાજાની હાથી, ઘોડા, રથ અને પાયદળ આદિ ચતુરંગી સેનાના ચાલવાના ધમધમાટથી પર્વતના શિખરે પડવા લાગ્યાંપૃથ્વી પણ કંપાયમાન થઈ અને રસ્તાઓ પણ ખાઈફપ બની ગયા. પિતાના રાજાના પ્રતાપથી નિર્ભયપણે ચાલતું સૈન્ય મધ્યરાત્રિએ ભીમપુર નજીકમાં આવી ગયું. મેરૂ પર્વત જેમ તારાગણથી વિટાયેલ છે તેમ સૂર્યચન્દ્ર સમાન બંને રાજાના સૈન્યથી ભીમપુર વીંટાઈ ગયું. અર્થાત્ નગરને ઘેરો નાખીને રહ્યું. પરચક્રથી ઉત્પન્ન થયેલા વાજિંત્ર આદિના અવાજથી ગગનમંડલ ગાજી ઉઠયું. અને આખુ નગર ક્ષોભ પામ્યું. નગરમાં દુશ્મન રાજાના સુભટોને પ્રવેશ તે દૂર રહો, પરંતુ તેના રણવાજિંત્રોથી સમસ્ત ભીમપુરમાં મહાન કલાહલ થયે ! આવા પ્રકારનો ભયંકર કોલાહલ થતો સાંભળીને ભીમરાજાએ મંત્રીને પૂછયું : “અરે મંત્રી, આ કોલાહલ શાને થાય છે? શું સમુદ્રમાં તેફાન આવ્યું છે? પ્રચંડ આગ લાગી છે? વિજળી પડી છે કે ધરતી ફાટી ગઈ છે?” મંત્રીએ કહ્યું : “સ્વામિન, આપ બીજી કોઈ કલ્પના ના કરો પરંતુ મધુરાજા મોટું સૈન્ય લઈને આવ્યા છે, દુશ્મન રાજાના સૈન્યથી નગરીને ભંગ ના થાય તે માટે ભયથી વિવલ બનેલા નગરવાસીઓ કોલાહલ કરી રહ્યા છે.” આ સાંભળીને અભિમાની એ ભીમરાજા બોલ્યો : મંત્રી, આ સંસારમાં મારા સિવાય બીજો કોઈ પ્રતાપી રાજા રહ્યો નથી કે જે મારા ઉપર ચઢાઈ કરે. આ રાંકડો મધુરાજા કોણ છે? અરે મંત્રી શું તે નથી સાંભળ્યું કે સિંહ ઉપર કયારે પણ કેઈ હાથી ચઢાઈ કરી ન શકે? ભલે એ હાથીને બરૂં આવ્યો, મરવા માટે જ આવ્યો હશે. તેની સાથે યુદ્ધ કરીને તેને ખતમ કરી નાખીશ” આ પ્રમાણે બેલી પિતાનું સૈન્ય સજ્જ કરી નગરમાં રણભેરી વગડાવી. ત્યારે મંત્રીએ ભીમરાજાને કહ્યું : “મધુરાજા બળવાન અને પ્રતાપી છે. તેની પાસે વિપુલ સૈન્ય છે તે દરવાજા બંધ કરાવી કિલ્લાને મજબૂત કરાવી સુખપૂર્વક થડે સમય રહી શકાય અને કાલ વિલ બ થઈ શકે” મંત્રીના વચન સાંભળીને ભયંકર ભીમની જેમ ભીમરાજા તાઃ “અરે, શું તું મને રાંકડે સમજે છે? જેથી દરવાજા બંધ કરાવવાનું કહે છે? મારે કોઈની જરૂર