________________
રર૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
मिथोऽभवत्किय द्वेला, विवादं कुर्वतोस्तयोः । मूर्खेण तेन किं ब्रुवो, विप्राभ्यामिति चिंतित।।६९॥ एतेन माननीयेना-चार्येण गुरुणा समं । जयावो यदि वादेन, तदावयोर्यशो महत् ।।७०॥ દૂ વિચિત્રા ત, સોમવદ્રિકાંat | વિનધનુર તું, સુબદ્ધ શ્રાદ્ધમૂવા I૭ कदाग्रहेण चेताव-कीना मतिबिजेषु न । तदा याहि त्वया साध, मुधा प्रलपनेन किं ॥७२॥ वदित्वेत्यभिमानेन, विसृज्य श्रावकं च तं । अग्निभूतिवायुभूती, जग्मतुः स्वनिकेतने ॥७३॥
અગ્નિભૂતિ અને વાયુભૂતિનું ‘ઉપર્યુકત ભાષણ સાંભળી ગૃહસ્થ કહેવા લાગ્યા કરે, અભિમાની બ્રાહ્મણે, જેના દર્શનથી પણ પવિત્ર થવાય છે, એવા સાધુપુરૂષની નિંદા કેમ કરો છે ? જે લોકે સ્ત્રી પુત્ર પરિવારને લઈને બેઠેલા આરંભ પરિગ્રહમાં ચકચૂર અને આજીવિકાના પિષણ માટે જ પોતાની વિદ્યાનો ઉપયોગ કરનારા છે એવા બ્રાહ્મણે તે લેકોને ઠગે છે. જ્યારે આ સાધુઓ તો પુત્ર કલત્ર આદિ સંસારી પરિવાર વિનાના, નિરારંભી અને અને નિષ્પરિગ્રહી છે. તેઓને ઠગારા કેમ કહી શકાય ? વળી, તમે કહ્યું કે “નાન કરતા નથી માટે મલિન છે.” પરંતુ જે નાન કરવાથી જ પવિત્ર થવાતું હોય તે નહી-તળાવ સરોવરમાં રહેલા માછલાં આદિ જલજંતુએ જ ખરેખર શુદ્ધ અને પવિત્ર કહેવાય પરંતુ એવું નથી. બ્રહ્મચર્થ વડે જે વિશુદ્ધ છે, તે જ ખરેખર નિર્મલ અને પવિત્ર કહેવાય છે. આ સાધુએ નિર્મલ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરનાર હોવાથી મહા પવિત્ર છે. તેને મલિન કેમ કહી શકાય. સમુદ્રમાં તે જ તરી શકે અને બીજાને પાર કરાવી શકે કે જેઓ વજનમાં હલકા હેય. આ સાધુઓ લધુકમી હોવાથી ભયંકર સંસાર સમુદ્રને પિતે તરે છે અને બીજાને તારવા માટે સમર્થ છે.
તમે જે કહ્યું કે “સાધુએ વેદબાહ્ય છે. પરંતુ તમે યજ્ઞ-યાગ, હિંસા આદિમાં તત્પર એવા મતિકલ્પનાથી કરેલા અર્થને જાણે છે પરંતુ વેદના સમ્યમ્ અર્થને જાણતા નથી. તેથી દમ, દયા અને દાન, આ ત્રણ પ્રકારથી યુક્ત સંયમમાં રકત અને અહિંસા એ જ પરમ ધર્મ એમ કહેનારા એવા જૈન સાધુઓને વેદબાહ્ય કેવી રીતે કહી શકય ?
આ પ્રમાણે સગૃહસ્થની સાથે વિવાદ-ચર્ચા કરતા ઘણો સમય થઈ જવાથી, અગ્નિભૂતિ-વાયુભૂતિએ વિચાર્યું કે “આ મૂર્ખાઓની સાથે શું ચર્ચા કરવી ? એ લેકના માનેલા ગુરૂ આચાર્યની સાથે ચર્ચા કરવી શ્રેષ્ઠ છે. અને જે આચાર્યની સાથે વાદ વિવાદમાં આપણી જીત થશે તો લોકોમાં આપણે ઘણે યશ ફેલાશે, અને જયજયકાર થશે. આ પ્રમાણે વિચારી તે બંનેએ જૈનધર્મમાં ચુસ્ત એ શ્રાવકને કહ્યું: “તમે લેકે કદાગ્રહી છે. તમારા મનમાં બ્રાહ્મણે પ્રત્યે તિરસ્કારની ગ્રંથી છે. તમારી સાથે વાત કરવી એ એક પ્રલાપમાત્ર છે. માટે જાવ, તમારી સાથે બેટી માથા પરચી કરવી નથી. આ પ્રમાણે કહીને તે બંને પોતાના ઘેર ગયા.