________________
સર્ગ-૬
૧૯૯
મૃત્યુઃ—જન્મે તેનું અવશ્ય મૃત્યુ થાય છે, માટે બુદ્ધિશાળી પુરૂષોએ મનમાં જગતની અનિ ત્યતાનું ચિંતન કરવું જોઈએ.” આવા પ્રકારનાં વૈરાગ્યપ્રેરક અનેક વચનેથી સંસારની અસ્થિ રતાને દેખાડી ઈન્દ્ર રાજાને પ્રતિબોધ કરી કંઈક સ્વસ્થ કર્યા. ત્યારબાદ મંત્રીઓને કહ્યું –જે વાત બની તે વિસ્તારથી રાજાને કહે. ” શકાતુર બનેલા મંત્રીઓ ચોધાર આંસુએ રડતા ગ૬ ૬રે સાઠ હજાર કુમારનું જેવી રીતે મૃત્યુ થયું હતું તે બધે વૃત્તાંત ચક્રવતીને કહી સંભલાવ્યો અને દુખથી વારંવાર કલ્પાંત કરતા મુક્તકંઠે રૂદન કરવા લાગ્યા. તે બધાને પE ; ઈન્દ્ર વૈરાગ્ય પૂર્ણ વચનોથી ખૂબ આશ્વાસન આપ્યું. આ પ્રમાણે રાજા મંત્રી, ૫ રેવાર વિગેરે બધાનો શોક નિવારણ કરીને ઈન્દ્ર તેમજ રાજાએ વિગેરે પિતાના સ્થાને ગયા. इतोऽन्येद्यः सभासीनं, सगरं चक्रवर्तिनं । अष्टापदाचलासन-वतिन आगता नराः ॥११॥ समेत्य कथयामासुः, स्वामिन् जन्हुसुतेन ते।गंगाप्रवाह आनीतः, प्लावयेनगरादिकं ॥१२॥ तदुपद्रवतः स्थातुं, लोकैन शक्यते मनाक । येन केनाप्युपायेन, वारणीयः स तु त्वया ॥१३॥ लोकैरित्युदिते राज्ञा, परदुःखविनाशिना । विचिंतितं क एतेषां, कष्टध्वंसी भविष्यति ॥१४॥ अपरेषामसामथ्ये, विजानन् नरनायकः । भगीरथं कुमारं च, पुत्रमाज्ञापयद् द्रुतं ॥१५॥ आकार्य कथितं राज्ञा, ह्यष्टापदगिरेरधः । वसति वत्स नागेंद्रो, ज्वलनप्रभनामकः ॥१६॥ तत्र प्रथमतो गत्वा, कृत्वाऽष्टमतपस्त्वया । पश्चाद्वालयितुं पुरमाराध्यो ज्वलनप्रभः ॥१७॥ प्रोच्चैर्नागकुमारेशं, समाराध्य तदाज्ञया । प्रक्षेप्यो जान्हवीपूरो, दंडरत्नेन सागरे ॥१८॥ पितामहस्य वाक्यानि, प्रमाणीकृत्य भक्तितः। परिवारयुतस्तुणे, सुमुहूर्ते चचाल सः ॥१९॥
એક દિવસે રાજસભામાં બેઠેલા સગર ચક્રવતી પાસે અષ્ટાપદ પર્વત નજીકમાં રહેલા લોકોએ આવીને વિજ્ઞપ્તિ કરી સ્વામિન, આપના પુત્ર જન્દુકુમાર ગંગાનદીને પ્રવાહ લાવેલા, તેથી નજીકમાં રહેલા ગામ-નગર-ખેતરે પાણીના પ્રવાહમાં ડુબી રહ્યા છે. તેથી લોકોને ત્યાં રહેવા માટે દુ શક્ય છે તે આપ કઈને કઈ ઉપાયે તેનું નિવારણ કરે !”
પરદુઃખભંજન રાજા લોકોની ચિંતા સાંભળી ચિંતિત થયો -“અરે, આ કષ્ટનું નિવારણ કેવી રીતે થશે? બીજા કોઈની શક્તિ નથી કે ગંગાના પ્રવાહને બીજી દિશામાં વાળી શકે, એમ વિચારી જહુના પુત્ર ભગીરથકુમારને બોલાવી આજ્ઞા કરી કહ્યું: “બેટા, અષ્ટાપદ પર્વતની નીચે જવલનપ્રભ નામને નાગોને અધિપતિ નાગેન્દ્ર વસે છે. ત્યાં જઈને પહેલાં તું અઠ્ઠમ તપ કરી જવલાપ્રભ દેવની આરાધના કરી, તેને સંતુષ્ટ કરજે. પછી તેની આજ્ઞા મેળવીને ગંગાનદીને પ્રવાહ દંડર–વડે સમુદ્રમાં વાળજે.” આ પ્રમાણેના પિતામહ (દાદા)નાં વચનને પ્રમાણરૂપ કરીને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પરિવાર સહિત શુભમુહૂર્ત ભગીરથ કુમારે અયોધ્યાથી પ્રયાણ કર્યું.