________________
૧૩૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સાથે વિશાલ સૈન્ય લઈને જજો. તમારા હિતને માટે કહું છું તમે ગમે તેમ કરીને જાતની રક્ષા કરજે. સૈન્ય સાથે હશે તે અવસરે કામ લાગશે.” આ પ્રમાણે ભયંકર કલહ ઉપજાવીને ધરતીમાં બીજા બીજા સ્થળે કજીયા જેવા માટે નારદજી ત્યાંથી વિદાય થયા.
नारद गते राजा, शिशुपालाभिधस्ततः । मेलयित्वा बलं प्रौढं, प्रतस्थे कुंडिनं पुरं ।। २८ ॥ चलनानंतरं स्वल्प-कालेनागत्य तत्र सः । अवेष्टयत्स्वसैन्येन, समंतात्कुंडिनं पुरं ।। २९ ॥ मागादत्र दुराह्वानः, कोऽपि भूपो रिपुर्मम । इतीव कटकेनैवा-कारयत्परितो वृतिं ।। ३० ॥ लवणादधिना जंबू-द्वीपो यथा समंततः । तारकेर्वा यथा मेरु-स्तत्पुरं वेष्टितं तथा ।। ३१॥
નારદજીના ગયા પછી શિશુપાલે પિતાનું વિશાલ સૈન્ય એકત્ર કરીને કુંડિનપુર તરફ પ્રયાણ કર્યું. અલ્પ સમયમાં કુડિનર આવી પહોંચ્યા. નગરની ચારે બાજુ પિતાના સૈન્યથી કુલિનપુરને વીંટી લીધું. “કોઈપણ મારો શત્રુ આ નગરમાં દાખલ થાય નહી, તેમ માનીને જેમ લવણ સમુદ્ર વડે જબૂદ્વીપ, તારા ગણ વડે મેરૂ પર્વત વીંટળાય તેમ કુંઠિનપુર નગર શિશુપાલન સૈન્યથી બેટ જેવું બની ગયું.
पुरं तद्वेष्टितं श्रुत्वा, रुक्मिणी चिंतयान्विता।कृष्णपाणिग्रहोत्कंठा, जाता च जनकानुजा ॥ ३२॥ आगम्यते मुकुंदेन, मां वरीतुं कथं द्रुतं । तमेव रमणं कर्तु, मयापि गम्यते कथं ॥३३॥ ततो दीनमुखी साऽऽसी-द्विष्णुसंगमनेच्छया।स्नेहिन्यमिलिते प्रायः स्त्रीणां कष्टं महत्तनौ ॥३४॥
શિશુપાલના સૈન્યથી કુંઠિનપુર ઘેરાયેલું સાંભળીને કૃષ્ણને પરણવાની ઉત્કંઠાવાલી રૂક્ષમણી તેમજ તેના ફેઈ પંડિતા ચિંતિત બન્યાં. “અરે, વિષ્ણુ મને લેવા કેવી રીતે આવશે ? હું તેમને મળવા કેવી રીતે જઈશ?” આ પ્રમાણે રુકિમણી દીન મુખ વાલી બની ગઈ. પ્રાયઃ સ્ત્રીઓ પિતાના પ્રેમી નહી મલવાથી ખુબ જ દુઃખી થતી હોય છે.
विच्छायवदनां वीक्ष्य, तामुवाच पितृष्वसा। पुत्रिके सर्वथा दुःख, माकार्षीस्त्वं मनागपि ॥ ३५ ॥ पूर्वमेव मया प्रोक्तं, वर्तते पुरतस्तव । तथोद्यम विधास्यामि, यथा भावि तवेप्सितं ॥३६॥ मदीयं वचनं किं नु, कथितं विस्मृतं तव । एकमेव वराणां तु वचनं दृढतायुतं ॥ ३७॥
ઉદાસીન બનેલી રૂકિમણીને જોઈને ફેઈએ કહ્યું : બેટી, તું શા માટે દુઃખી થાય છે? તારે જરાયે દુખ કરવું નહી. મેં તને પહેલા પણ કહ્યું છે કે ગમે તેમ કરીને તારું ઇચ્છિત કરીશ અને હજુ પણ કહું છું તું જરાયે ચિંતા કરીશ નહી. મારા વચન પર વિશ્વાસ રાખ. ઉત્તમ માણસનું વચન કયારે પણ નિષ્ફળ જતું નથી.