________________
સગ-૪
૧૧૩
भीष्मोऽवादीदभीष्मोत्क्या, समाकर्णय नंदन। कृत्ये प्रबलकालीने, नृपेण यदि गम्यते ॥७॥ तदा स्वकीयसाम्राज्ये, न्यस्यते निजनंदनः । महतामपि भूपानां, प्रायशो विधिरस्त्ययं ॥८॥ समाचख्यौ कुमारोऽपि, प्रभूतकालकर्मणि । यथा राज्ञां विधिस्तात, तथा मे त्वत्प्रसादतः ॥९॥ भूयिष्टे विषमे कार्ये, विनयी नंदनो भुवि । न दत्ते सर्वथा गंतु, तातं मूर्धशिरोमणि ॥१०॥ नंदनस्य विनीतस्य, सैव चास्ति विधिर्यतः । ततस्त्वं वद् मे तात, किमस्ति कृत्यमीदृशं ॥११॥
રૂકમણીએ કહ્યું: “મારો ભાઈ ત્યાં કેમ ગયેલે ? તે બધી વાત મને માંડીને કરો.” ફઈએ કહ્યું: ‘હું કહુ તે સાંભળ, એક વખત શિશુપાલ દુશ્મન રાજાઓને જીતવા નીકળ્યા ત્યારે તારા પિતાને તે મિત્ર હોવાથી દૂતની સાથે પત્રિકા લખીને મોકલી. પરમનેહી એવા હે મિત્ર, મોટા સૈન્યની સાથે મારી મદદે તમારે આવવું. (ખરેખર, મિત્રની પરીક્ષા અવસરે જ થાય છે.) પત્રિકા વાંચીને તારા પિતા રૂકિમકુમારનો રાજ્યાભિષેક કરીને યુદ્ધમાં જવા માટે ઉત્સુક થયા. ત્યારે રૂમિકુમારે કહ્યું - “પિતાજી, સૂર્ય સમાન આ૫ હોવા છતાં રાજ્ય ઉપર આ પથરાને કેમ સ્થાપન કરો છો ?” ત્યારે ભીમરાજાએ મધુર વાણુથી કહ્યું – “પુત્ર, મેટું કાર્ય ઉપસ્થિત થાય ત્યારે રાજાએ જવું જોઈએ. પોતાના પુત્રને રાજ્યસિંહાસન ઉપર સ્થાપીને રાજાઓ જાય છે. મેટા રાજાઓની આ વિધિ હોય છે, ત્યારે રૂકિમકુમારે કહ્યું-એવું કયું મોટું કાર્ય ઉપસ્થિત થાય ત્યારે રાજાને આ વિધિ કરવી પડે ? તે કૃપા કરીને જણાવે. ગમે તેવું મોટું કાર્ય હોય પરંતુ જે વિનયી પુત્ર હોય તે પૂજનીય પિતાને જવું જરાયે યેગ્ય નથી. તે જેવી આપની વિધિ છે એવી વિનયી પુત્રની પણ આ વિધિ છે, તે આપ કહે કે એવું શું કાર્ય છે ?”
भीष्मभूपोऽवदद्वत्स, शिशुपालोऽस्ति मत्सुहृत् । दुर्धरं भूपति जेतुं, चलितः सबलो बली ॥१२॥ सौहार्देनैव तेनाह-माकारितोऽस्मि सत्वरं । यदा न गम्यते तत्र, किं सौहार्द तदा मम ॥१३॥ ततस्त्वामभिषिच्याहं, कटकेन महीयसा। पुत्र ! तत्र प्रयास्यामि, पक्षपातविधित्सया ॥१४॥
ભીષ્મરાજાએ કહ્યું – “પુત્ર, શિશુપાલ મારો મિત્ર છે. તે મોટા સૈન્ય સહિત બલવાન શત્રુરાજાને જીતવા નીકળ્યો છે. તેણે મિત્રતાથી પિતાની મદદે મને બે લાવ્યો છે. તે મારે જવું જ જોઈએ. જે ના જઉં તો મારી મિત્રતા લાજે, તેથી તારો રાજ્યાભિષેક કરીને મોટા સૈન્ય સાથે તેની મદદ કરવા માટે જઈશ.”
समाकर्ण्य वचो वप्तुः, कुमारोऽपि व्यजिज्ञपत् । मयि सत्यपि हे तात, त्वया नूनं न गम्यते ॥१५॥ लोका अपि वदिष्यति, तिर्यसिहोऽपि सुन्दरः। य एकेनैव पुत्रेण, सुखी स्यात्सर्वजन्मनि ॥१६॥
૧૫