________________
सग-3
૧૧૧
नारदोक्तमिति श्रुत्वा, स्वरूपमद्भूतं हरेः।दधौ तन्मयतां चित्ते, पितृस्वसा च रुक्मिणी ॥ ७९ ॥ अभूदुत्कंठिता तस्य, दर्शनाय नृपानुजा । रुक्मिणी तु तदुद्वाह-करणाय समुत्सुका ।। ८० ॥
નારદના મુખેથી કૃષ્ણના અદ્ભૂત સ્વરૂપને સાંભળીને રૂક્ષમણ તેમજ ફઈ બને આશ્ચર્ય ચકિત થયા. રાજાની બેન કૃષ્ણના દર્શન માટે અને રૂક્ષ્મણ તેની સાથે વિવાહ કરવા માટે ઉત્સુક થઈ ગઈ
मनागपि विहस्योचे, रुक्मिणी जनकानुजां।अन्यत्रैवास्मि दत्ताहं, मिलिष्यत्यस्य वाक्कथं ।। ८१ ॥ साप्यभ्यधत्त वत्से य-दनेन नारदक्षिणा । प्रत्यपादि च तत्सव-मपि जानाहि सूनृतं ।। ८२॥ यतो वासर एकस्मिन्, भिक्षार्थमागतोऽभवत्।अस्मद्गृहेऽतिमुक्ताख्यो, मुनिआनी श्रुतान्वितः।।८३॥ दत्वा शुद्धान्नपानानि, गृहीत्वा सुकृतं च सः । मुनिमामंत्रयामासा-पवेशयितुमासने ॥ ८४ ॥ आगृह्य तव तातेन, संस्थाप्य चासने क्षणं । स्थित्वा च पुरतस्तस्य, बारिभ्यत सौकृती ॥ ८५ ॥ तावत्तस्य मुनेश्चक्षु-र्गोचरे सहसापतत् । वृंदारककुमारीव, रुपमादधती तनौ ॥८६॥ गौरवर्णयुतां मां, वाणीमिव विपश्चितां । त्वामालोक्थ मुनिःप्रोचे, कस्येयं तनया नृप ! ।। ८७॥ भूपालोऽभ्यदधत्स्वामि-स्त्वत्प्रसादादियं सुता।ममास्ति परमेतस्या, विवोढा को भविष्यति ॥ ८८ ॥ - કંઇક હસીને રૂફમણીએ ફઈને કહ્યું - પિતાએ મને તો બીજી જગાએ આપી છે. તે આ કૃષ્ણની સાથે મેળાપ કેવી રીતે થશે ?’ ફઈએ કહ્યું – દીકરી, આ નારદઋષિએ જે હકીકત કહી તે બરાબર સાચી છે. એક વખત ભિક્ષા માટે આપણે ઘેર જ્ઞાની અતિમુક્ત મુનિ આવ્યા હતા તારા પિતાજીએ ઘણા આદરપૂર્વક તેમને શુદ્ધ અન્ન-પાણી વહોરાવ્યા હતા. ત્યારબાદ આસન ઉપર બિરાજમાન થયેલા મુનિ સાથે તારા પિતાજી ધર્મચર્ચા કરતા હતા. તેવામાં તું એકાએક ત્યાં આવી ચઢી. સાક્ષાત્ સરસ્વતી સમાન દેવકુમારી જેવી તને જોઈને ખૂશ થયેલા મુનિએ તારા પિતાજીને પૂછયું - આ પુત્રી કોની છે ? ” તારા પિતાજીએ કહ્યું - સ્વામિન્ આ આપની કૃપાનું ફલ છે. આપ જ કહે તેનો ભાવિ પતિ કોણ થશે ?”
मनिः प्रोवाच भूपाल, यदि मां पृच्छसि द्रतं । आकर्णय सकर्ण त्वं, लब्धवर्णकृतस्तुतिः ।। ८९ ॥ यदूनामन्वयांभोधि-समुल्लासे शशीव यः । चित्रं कलंकितामुक्तः, कृतारातिरपि स्फुटं ।। ९०॥ दुष्टानामपि दैत्याना-मन्वयैकप्रमाथनः।शिष्टानामपि मानां, पालनं विदधाति यः ।। ९१ ॥ दोषयुक्तः स्वकीयोपि, त्यज्यते येन शत्रुवत् । निर्दोषः परकीयोऽप्या-द्रियते च स्वमित्रवत् ॥ ९२ ॥ नवमो वासुदेवेशो, द्वारिकानगरीपतिः । एतस्याः परिणेता स, भावी भूपालभूषणं ॥९३ ॥ इत्यतिमुक्तताताभ्यां, क्रियमाणा मिथो मुदा । किंवदंती समीपे तु, संस्थितया मयाताश्रु ॥ ९४ ॥