________________
२१
મહારાજા. અપ્રમત્તતાનો આદર્શ આપનારા પ.પૂ. આ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા. પરમના આનંદને માણનારા, જીવનરૂપી વનને નંદનવન સમાન બનાવનારા, પરમોપકારી, વાત્સલ્યવારિધિ પ.પૂ. આ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા. પ્રેરણા પાથેયનું દાન કરનારા, અગણિત સંશયોનું સુંદર સમાધાન આપનારા, ઉત્સાહને પ્રવર્ધમાન બનાવનારા, પાયાથી શિખરસુધી ગ્રંથપ્રકાશનની જવાબદારી સંભાળનારા, અમૂલ્ય સમયનો ભોગ આપી સ્વાધ્યાયમાં રત બનાવનારા, પ્રસન્નતાપૂર્ણ કૃપાદષ્ટિ વર્ષાવનારા, વસ્તુતઃ આ ગ્રંથ સંપાદનના સમગ્રયશના અધિકારી, પરમોપકારી પ.પૂ.આ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. મિતભાષી પ.પૂ. આ શ્રીરાજપુણ્યસૂરીશ્વરજી મહારાજા. પ્રવચનકુશળ પ.પૂ. આ. શ્રી ભાગ્યેશવિજયસૂરીશ્વરજી મહારાજા. સર્ગ ૫ માં શૌરસેની, માગધી વગેરે ભાષાના શ્લોકોની સંસ્કૃત છાયા કરી આપનારા પ.પૂ. આ. શ્રી શીલચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. શ્રુતભક્તિથી પ્રેરાઈ સર્ગ ૧-૨ ના પ્રૂફ તપાસી આપનારા પ.પૂ. દીક્ષિતપ્રભ વિ.મ.સા. તથા તેમના શિષ્ય પ.પૂ. સૌમ્યપ્રભ વિ. મ. સા. અનેક સ્થળે સમસ્યાઓના સમાધાનાર્થે અમૂલ્ય સમયનો ભોગ આપનારા પ.પૂ. અક્ષયચન્દ્રવિ. મ. સા. પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ.સા.શ્રી પ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા અનન્યોપકારિણી પૂ.સા. શ્રી કનકપ્રભાશ્રીજી મ.સા. પરમહિનૈષિણી દાદીગુરુણી પૂ.સા. શ્રી પૂર્ણચન્દ્રાશ્રીજી મ.સા. જન્મથી જ સુસંસ્કારોનું દાન આપી પ્રભુ શાસનમાં પ્રવેશ કરાવનારા, અધ્યયનમાટે સતત પ્રેરણા કરનારા, અગણિતઉપકારી, પરમવંદનીય, ગુરુમાતા પૂ.સા. શ્રીકુલચન્દ્રાશ્રીજી મ.સા. વેયાવચ્ચ, નમ્રતા અને લઘુતાનો આદર્શ આપનારા, જેઓનો સતત આ કાર્યમાં નિઃસ્વાર્થભાવે સહયોગ મળ્યો છે. એવા અનન્ય ઉપકારી, પરમવંદનીય ગુરુભગિની પૂ. સા. શ્રી સિદ્ધાન્તરસાશ્રીજી મ.સા. સંસ્કૃત ભાષાનો પ્રારંભિક અભ્યાસ બહુ જ પ્રેમપૂર્વક કરાવનારા પંડિતવર્ય શ્રી અમૃતભાઈ. વ્યાકરણ વિષયક પ્રશ્નોનું સમાધાન આપનારા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ અને પં. શ્રી જનકભાઈનો પણ આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક આભાર માનીએ છીએ.