________________
કરવો પડે છે. યાવત, તેમને મ. નિ. ૪૭૦ થી ૫. નિ. ૫૩૦ સુધીમાં વિક્રમાદિત્યના સાહિત્યમાં સેંધાયેલી વિશિષ્ટ પ્રવૃત્તિઓને પત્તે ન લાગવાથી સંવત પ્રવર્તક એ રાજાના અસ્તિત્વને અદાં ઈન્કાર કરવો પડે છે. ઉપરાંત, તેમને વિક્રમાદિત્ય અને આન્ધ રાજા શાલિવાહન (હાલ) વચ્ચેનું યુદ્ધ તથા વિક્રમાદિત્યના મૃત્યુ બાદ તેના પુત્ર વિક્રમચરિત્ર (નભઃસેન) સાથે શાલિવાહનની સંધિ વિગેરે સાહિત્યમાં ઉલ્લેખાયેલી અનેક હકીકત પણ બંધબેસ્તી ન કરી શકવાને લઈ કરિપત કે ભ્રાન્ત ભાસી છે. પરંતુ મેં મારા સર્જનમાં, મહાવીર નિર્વાણું અને વિક્રમ સંવત એ બેની વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર સૂચવતા સાહિત્યગત ઉલ્લેખ સિવાય, એ પ્રાચીન સમય સાથે સંબંધ રાખતા લગભગ ઘણુ ખરા સાહિત્યમાં નોંધાયેલા મહત્ત્વના ઉલ્લેખોનો સમન્વય સાધવા બનતું લક્ષ્ય આપ્યું છે. “અવન્તિનું આધિપત્ય” ના વાંચકે મારા આલેખનની એ વિશેષતા સહજ સમજી શકશે એમ મને લાગે છે. બાકી, એ સમન્વય સાધવામાં હું કેટલે સફળ થયો છું એ તો આ પુસ્તકનું અવલોકન કર્યા બાદ, જે મધ્યસ્થ ઈતિહાસગ્ન વિદ્વાને છે, તેઓ જ કહી શકે. એ મધ્યસ્થ ઈતિહાસવેત્તા વિદ્વાન પાસે હું એવી પણ આશા રાખું છું કે, અ૮૫ સાધનો અને અપૂર્ણ સંશોધનથી લખાયેલા મારા આ પ્રસ્થમાં જે કાંઈ ન્યૂનતા હોય કે અનુપયોગથી ખલના થઈ હોય તેને તે મહાશયો સુધારે અને મને પણ સૂચન દ્વારા સુધારવાની તક આપે કે જેથી કેઈપણુ વાંચક મારી ભૂલનો ભોગ ન થઈ પડે. બાકી, આ ગ્રન્થમાં અધુરાં સાધનોથી ઉપજાવેલાં અનુમાનોથી અનેક હકીકતો સંભવિત તરીકે રાખવામાં આવી છે તે તો વધારે સંશોધનને પાત્ર હોઈ તેને સર્વથા સત્ય માની લેવાની ભૂલ કોઈપણ ન કરે એવી સૂચના પૂર્વક આ સંક્ષિપ્ત નિવેદન કરી વિરમું તે પૂર્વે આ ગ્રન્થમાં અજ્ઞાનથી કે અનુપયોગથી જે કાંઈ સત્ય વિરૂદ્ધ, અનુચિત કે કોઈને અપ્રિય લાગે એવું લખાયું હોય તે માટે હું મિથ્યા જે કુતિ' દઉં છું. ઈતિ નિત નિત રૂાન્તિઃ
ઉ. સિદ્ધિમુનિ
જન વિદ્યાશાળા-માલીવાડા
વિજાપુર (ઉ. ગુજરાત) તા. ૨૦–૧૦–૫૩