SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અવંતિનું આધિપત્ય. છે પરંતુ એ, પુરાણ અને બૌદ્ધ ગ્રંથોના રાજાઓને પાટલીપુત્રના માની, તેમનો સમન્વય કરવાની માન્યતાનું પરિણામ છે. હકીકતમાંથી ઉપજાવેલી કલ્પનાઓ સિવાય અન્ય વાસ્તવિક પુરાવાઓ ન હોવાથી એ માન્યતામાં કાંઈ વજુદ નથી. અને તેથી જ એ સંશોધક ભિન્ન ભિન્ન મત રજુ કરતા જણાયા છે. ૬૫ નન્દિવર્ધન પછી સુરુનાગ અને તેના પછી કાલાસોક આવે છે. તેને રાજવકાલ ૨૮ વર્ષ જેટલો લાગે છે. કે જ્યારે બૌદ્ધોએ વૈશાલીમાં બીજી પરિષદ્દ ભરી ત્યારે પાટલીપુત્રમાં પ્રથમ નન્દના પુત્રમાં કઈ સમ્રાટ હતું, પરંતુ એ દશકામાં સામ્રાજ્યની ગાદી પર આવેલા પ્રથમ નજના-મહાપદ્મ પહેલાંના પુત્રો બરાબર સ્થિર જણાતા નથી, તેથી કે અન્ય ગમે તે કારણે બૌદ્ધ ગ્રંથાએ તેના નામને પડતું મુકી રાજગૃહીની ગાદીના કાલાકના નામને આગળ કર્યું છે, અને તેને રાજત્વાકાલનું દશમું વર્ષ વ્યતીત થવાનું તે સમયે જણાવ્યું છે. પરંતુ આ પછી સહાલી, તુલકુચિ, મહામડલ, પ્રસેનજિત, વિગેરે કાલાસોકના દશ પુત્રો રાજગૃહી પર આવે છે ત્યારે, તેમના ૨૨ વર્ષના રાજવકાલમાં અવ્યવસ્થા પ્રવતી હોય કે અંતે વારસનો અભાવ હોય અથવા તે છેલા નંદની મને વૃત્તિનું કાંઈ કારણ હોય તેથી અલ્પ સમયમાં જ બદલાતા એ રાજાઓના વંશનો અંત આવી તેના સ્થાને છેલા નજનું સીધું કે તેના પુત્ર મારફતે શાસન શરૂ થાય છે. આ પછી તે સામ્રાજ્ય ગુમાવતાં એ છેલે નંદ પતે જ નજીવી સત્તા ભગવતે મ. નિ. ૧૫૫ થી ૧૬૯ સુધી ૧૪ વર્ષ રાજગૃહીને રાજા ગણાયો હશે. અને છેવટે તેનું મૃત્યુ થવાથી ત્યાં ચંદ્રગુપ્ત તરફથી મૌય' રાજા નીમા હશે કે જે મૌર્યરાજાને વંશજ કે પરંપરાગત રાજા બલભદ્ર અ. નિ. ની ત્રીજી (૬૫) “પુરાણમાં જે મહાપવાનું વર્ણન છે તે અને બૌદ્ધગ્રંથને કાલાસક બન્ને એક જ વ્યક્તિ હવાનું પ્રધાન માને છે. પંડિત જયચંદ વિદ્યાલંકાર “ભારતીય ઇતિહાસકી રૂપરેખા' ગ્રંથમાં વધન નન્દી અને શશનામ સમસ્યા લેખમાં આ પ્રમાણે જણાવે છે. નવિધીને’ અવતિનો પરાજય કરે એ હકીક્ત નિશ્ચિત છે. ખારવેલના લેખ પ્રમાણે નન્દ દ્વારા કલિંગ દેશ પર વિજય પ્રાપ્ત થયેલો એ પણ સ્પષ્ટ છે. પાટલીપુત્રમાં નન્દરાજા દ્વારા બ્રાહ્મણોની મળેલી સભામાં વ્યાકરણુકાર પાણિની હાજર હતા એ પ્રસિદ્ધ છે. આ બધા ઐતિહાસિક હકીકત તારવવામાં પંડિત જયસ્વાલે નિર્દેશે નન્દિવર્ધન-કાલાસોક બન્ને એક જ વ્યક્તિ હોવાનું નિશ્ચિત રૂપે માનવાનું કારણ મળે છે” ભારતીય વિદ્યા-ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર' લે શ્રીયુત ધનપ્રસાદ ચંદાલાલ મુનશી. વર્ષ-૩ પૃ. ૬૧ (૬૬) આ કાલાસોક પુરાણમાં તે ધેલા નંદિવર્ધન પછી આવેલો મહાનજિ છે. નન્દવંશના નવમા રાજા મહાપા કે જે મહાનન્દ તરીકે ઓળખાતું હોવાનો સંભવ છે અને જેનો રાજત્વકાલ ૪૩ વર્ષ હતા તેની સાથે આ રાજા મહાનન્દિને સેળભેળ કરી એ મહાપદ્મ-મહાનન્દનાં ૪૩ વર્ષ છે તે પુરાણાએ આ રાજાના–મહાનન્ડિના નામે ચઢાવ્યાં હોય એમ લાગે છે. નંદિ અને મહાનંદિ ( કાલાસેક) રાજગૃહીના રાજાઓ હતા અને નંદ તથા મહાનન્દ (મહાપદ્મ-ધનનન્દ ) એ પાટલીપુત્રના રાજાઓ હતા, એ સ્પષ્ટ વિવેક ન કરી શકાવાથી સંશોધકે એ ઘણી જ ભ્રાન્તિ ઉપજાવી છે,
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy