________________
ગ્રન્થકર્તાનું નિવેદન
કિ નમઃ ઐતિહાસિક સંશોધન બહુધા અધુરાં અને સંદિગ્ધ સાધનો પરથી થતું હોઈ તેથી લેવાતા નિર્ણય પ્રાયઃ પ્રામાણિક હોતા નથી એમ કેટલાકનું માનવું છે; જ્યારે કેટલાક માને છે કે, મળી આવતા શિલાલેખો સિક્કાઓ અને ગ્રન્થગત ઉલેખોના આધારે ઐતિહાસિક સંશોધન થઈ જે નિર્ણય લેવાય તે પ્રામાણિક જ હોય છે. પરસ્પર વિરુદ્ધ જતી ઉપરોક્ત બન્ને માન્યતાઓ એ ખાલી માન્યતાઓ જ છે. ખરી વાત એ છે કે, મધ્યસ્થ સંશાધકના હાથે શુદ્ધ સંશોધન થઈ ઐતિહાસિક નિર્ણય લેવાયો હોય તે તે પ્રામાણિક હોય છે; અન્યથા ઇતિહાસના નામે અસત્ય, ભ્રાન્તિ યા સંશય ફેલાવ- * વાનું જ કાર્ય સિદ્ધ થાય છે કે જે ધાર્મિક, નૈતિક, સામાજિક અને રાજકીય વિષયમાં ભારે અનર્થ નીપજાવે છે.
કેઇ એક વિદ્વાન ઈતિહાસનું આલેખન કરવા બેઠો એટલે તે ઈતિહાસલેખક મધ્યસ્થ જ હોય એવો કોઈ નિયમ નથી. તેનામાં મધ્યસ્થતા ન હોવાનાં અથવા તેની મધ્યસ્થતા નાશ થવાનાં અનેક કારણે છે. ઈતિહાસને લેખક મિથ્યા પૂર્વગ્રહના કદાગ્રહને લીધે અથવા તેનામાં ગમે તે કારણે જાગેલાં ઈષ્ય ઠેષાદિને લઈ મધ્યસ્થ ન પણ હોય. આર્થિક લાભ કે યશઃ કીર્તિના લેભે પણ તે ઘણીવાર મધ્યસ્થતા ગુમાવી બેસે છે. એવું પણ બને કે, ધાર્મિક, નૈતિક, વિગેરે ક્ષેત્રમાં પતિત થઈ બહિષ્કૃત થયેલ તે પોતાની મિથ્થા સરસાઈ દર્શાવવા જતાં પણ મધ્યસ્થ રહી શકતો નથી. તેમજ રાષ્ટ્રીય હેતુ સાધવાને પણ તેને મધ્યસ્થતા કોરાણે મુકવાની મનોવૃત્તિ જન્મે છે. આવાં આવાં અનેક કારણોને લઈ મધ્યસ્થતા ન રહી શકતાં ઈતિહાસને લેખક પ્રામાણિક્તા પૂર્વક શુદ્ધ સંશોધન ન કરી શકે અને તેથી તેના સંશાધનથી લેવાતા નિર્ણયમાં પ્રામાણિક્તા ન આવે એ સ્વાભાવિક છે
આમ છતાં “દુરના વસુંધr” એ કથન પ્રમાણે જગતમાં મધ્યસ્થ પ્રામાણિક લેખકે જરૂર મળી આવે છે કે જેઓ આધ્યાત્મિક સંસ્કારવશાત માન-મદ રહિત, નિસ્પૃહ અને સત્યાગ્રહી હોય છે. આવા મધ્યસ્થ ઈતિહાસ લેખકેના હાથમાં જે વ્યવસ્થિત અને શુદ્ધ સાધને આવે અને તેમને તેની યોગ્ય પરંપરા મળી રહે તે તેઓ જરૂર સાચે ઐતિહાસિક નિર્ણય આપી શકે; પરંતુ તેમાં જે કાંઈ ન્યૂનતા કે ખામી હોય તે તેમને તે નિર્ણય આપવામાં કવચિત ખૂલના થવાને પણ સંભવ છે. સંભવિત આ ખલનાને પ્રસંગે એ ઇતિહાસ લેખકે સહજ મધ્યસ્થ હોવાથી કદિપણ કદાગ્રહવશ થતા નથી. કેમકે, તેમને ઐતિહાસિક સત્ય જણાવવા સિવાય અન્ય કોઈપણ ઉપર નિર્દિષ્ટ મલીન હેતુ સાધવાનો ઈરાદો હોતો નથી. આવા મધ્યસ્થ મહાનુભાવોનાં ઐતિહાસિક આલેખન કે સૂચન સદા ય અનુસરણુય હોય એ સ્વાભાવિક છે; છતાં તેમના આલેખનમાં સેંધાયેલી હકીક્ત જ્યારે કવચિત પરસ્પર વિરૂદ્ધ જતી હોય અને તેને સમન્વય કરવાની મુશ્કેલી નડતી હોય ત્યારે તેને વિકલ્પ તરીકે નેધવાની અને બલવત્તર જણાતા પક્ષને સંભવિત રૂપે સમર્થન કરવાની આપત્તિ આવી પડે છે, કે જેનું દષ્ટાન્ત મારે આ અવતિનું આધિપત્ય નામનું પુસ્તક રૂપે જાહેર મુકાતે નિબંધ–લેખ છે.