SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય અવન્તિમાં સમાપ્ત થયા હતા, અને ત્યાં નંદવંશ દાખલ થયા હતા. પુરાણે! અવન્તિને જીતનાર અને તેને મગધ સામ્રાજ્યમાં લેળવનાર તરીકે નન્તિવનનું નામ આપે છે, પરંતુ તે નન્તિવન મગધ સામ્રાજ્યની જ—ગમે તે રીતે મહત્વનું પદ ધરાવતી—વ્યક્તિ છે એમાં તે શંકા કે ભિન્નમત છે જ નહિ. પછી તે નન્દ પહેલા હાય કે નન્દના પિતા રાજગૃહીના રાજા હાય એ એક વિચારણીય જુદી વાત છે. કલ્કિપુરાણના જણાવ્યા પ્રમાણે વિશાખયૂપનાં અવન્તિમાં ૪૦ વર્ષ જ હતાં. ઉપરના પેરેગ્રાફમાં કરેલી વિચારણા પ્રમાણે—એટલે મ. નિ. થી ૬૦ વર્ષે પાકવશ અવન્તિમાં સમાપ્ત થયા એ નિશ્ચય પ્રમાણે:-વિશાખયૂપનાં ૪૦ વર્ષ પુરાણાની સાલવારી પ્રમાણે મ. નિ. ૨૪ થી ૬૪ સુધી નહિ, પણ મ. નિ. ૨૦ થી ૬૦ સુધી આવે અને તે પછીનાં માહિષ્મતીમાંનાં ૧૦ વર્ષ મ. નિ. ૬૪ થી ૭૪ સુધી નહિ પડુ મ. નિ. ૬૦થી ૭૦ સુધી આવે. પરન્તુ પુરાણેા પાલકનાં ૨૪ વર્ષ પછી એટલે મ.નિ. થી ૨૪ વર્ષે વિશાખયૂપને લાવે છે, તેથી સ્પષ્ટ સમજાય છે કે, પુરાણેાએ મ. નિ. ૨૦ થી ૨૪ સુધીનાં ચાર વર્ષ ગલત કરી એક તરફ પાકમાં ઉમેર્યાં, જ્યારે બીજી તરફ વિશાખયૂપમાં ઉમેર્યા છે. અને ૪ વર્ષ રાજ્ય કરનાર કોઈ રાજાને, કે જે જૈનસાહિત્યના અવન્તિવન અને કેટલાંક પુરાણાના આ ક—ગોપાલદારક છે, તેને ગલત કર્યા છે. એ ગલત કરેલાં અવન્તિવધનનાં ૪ વર્ષ વિદ્યાખયૂપના અવન્તિમાંના અધિકારનાં ૪૦ વર્ષોમાંથી બાદ કરીએ તા વિશાખયૂપનુ અવન્તિમાં ૩૬ વર્ષ રાજ્ય હતું એમ સાખીત થાય છે, કે જે તેના ૩૫ વર્ષ' રાજવકાલ કહેનારાએના મતની લગાલગ આવી જાય છે. અને ૩૬ અથવા ૩૫ વર્ષના સરખા રાજત્વકાલવાળા અવન્તિષેણુ અને વિશાખયૂપ એ ભિન્ન વ્યક્તિ નથી, એમ સાખીત થાય છે. ગોપાલદારક એ વિશાખયૂપ છે એ મત સિદ્ધ હોય તે, કહેવું જોઈએ કે અવન્તિષેણની કારકીદી વિગેરે નામની ભ્રાંતિથી વ્યથ જ વિશાખયૂપના નામે લખાયાં છે. k હવે આપણે મણિપ્રભ તરફે વળીએ. અન્તિષેણુ ગાદીએ આવ્યા ત્યારે વત્સની કૌશામ્બીમાં તરતના જન્મેલા અવન્તિષેણુના બાલક-ભ્રાતાને પુત્ર તરીકે સ્વીકારી મણિપ્રભના નામે ઉછેરનાર અજિતસેન રાજા રાજ્ય કરતા હતા. જૈન સાહિત્યથી આ રાજાના કાંઈ પરિચય મળતા નથી. કૌશામ્બીના રાજા થતાનીક પછી તેની ગાદી પર તેના પુત્ર ઉડ્ડયન આન્યા હતા. જૈન સાહિત્યમાં અને પુરાણાદિમાં તેના વિષે કેટલીક હકીકતા જાણવા મળે છે, પણ તેનું રાજ્ય કેટલા સમય સુધી લંબાયું હતું એ સ્પષ્ટ રીતે જાણવા મળતું નથી. આ ઉદયનના પુત્ર વહીનર હતા એમ મત્સ્ય પુરાણુ કહે છે. અને તે વહીનર ઉદયનના ઉત્તરાધિકારી કેાઈ વીરપુરુષ હતા એમ પણ તે પુરાણુનું કહેવું છે. આ વહીનર કથાસરિત્સાગરના નરવાહનમાધિ અને જૈનસાહિત્યના " (૨૨) “ મવિષ્યતિ ચોચનાત્, વીરો ના પઢીનર: | વદ્દીનરામનશ્ચેષ, સ્ઙપાર્મિ विष्यति । दण्डपाणेर्निरामित्रो, निरामित्रात्तु क्षेमकः । " ( मत्स्यपुराण )
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy