________________
પાલક વંશ
૨૩ વર્ષ, વિશાખયુબ (૫) ૩૫ વર્ષ, જનક ૩૦ વર્ષ અને ન%િ ૨૦ વર્ષ, એમ નેંધી ૧૨૪ (ગણતરીથી ૧૨૩ થાય છે.) સૌરવર્ષ ઉપરોક્ત પાંચ પ્રદ્યોતનાં લખે છે.
મત્સ્યપુરાણ પ્રદ્યોતને રાજત્વકાલ ૨૩ વર્ષ લખે છે, પુરાણના આધારે કે લેખક ૨૪ વર્ષ કે ૧૫ વર્ષ લખે છે; પરંતુ શ્રી મહાવીરના ગૃહસ્થાશ્રમમાં, એટલે શ્રી મહાવીરના નિર્વાણથી ૪૪ વર્ષ પહેલાં, શ્રેણિક અને આ પ્રદ્યોત શ્રીમહાવીરમાં ચકવતી પણાની સંભાવનાથી તેમની સેવામાં હાજરી આપતા હતા તેઓ શ્રીમહાવીરને વિરક્ત જોતાં બંધ પડયા. આવા પ્રકારના જૈનસાહિત્યગત ઉલ્લેખથી અને પ્રદ્યોત બાલક પણામાં જ તેના પિતાથી અભિષિક્ત કરાયું હતું એવા પ્રકારનું કથન વાઢ પૂરિ એવા શબ્દથી મત્સ્યપુરાણ કરતું હોવાથી આ પ્રદ્યોતને રાજત્વકાલ ૨૩ વર્ષ કરતાં ઘણો જ વધારે હેવા સંભવ છે. અને તે ૪૪ વર્ષ કરતાં ઓછે તે નથી જ પુલિકે પિતે રાજયારૂઢ ન થતાં પોતાના બાલક પ્રદ્યોતને રાજ્યારૂઢ કર્યો હતો એમ પુરાણે કહે છે, છતાં પકેઈક સ્થળે પુલિકને ૨૬ વર્ષ રાજત્વકાળ જણાવવામાં આવે છે તે રાજા તરીકેનો નહિ પણ રાજસૂત્રના સર્વ સંચાલક વડીલ તરીકેનો જ હોવા સંભવ છે. પુલિકના જીવંતકાલનાં એ ૨૬ વર્ષ પ્રદ્યોતનાજ રાજત્વકાલનાં ગણતાં અને પ્રદ્યોતનાં રાજત્વકાલનાં જે ૨૩ વર્ષ લખાયાં છે તેમાં તેને ઉમેરતાં પ્રદ્યોતનો રાજવંકાલ ૨૬+૧૩=૪૯ થાય છે. આ હિસાબે પ્રોતને રાજત્વકાલ મહાવીર નિવણ પૂર્વે ૪૯ થી ૦ (વિ સં. પૂ. ૪૫૯-૪૧૦, ઈ. સ. પૂ ૫૧૬૪૬૭) હતો એમ નક્કી થાય છે.
(૧૩) પ્રાચીન હિંદની વંશાવલીમાં શ્રી સીતાનાથ પ્રધાન પ્રદ્યોતનાં રાજવર્ષ ઈ. સ. પૂ. ૫૧૪૪૯૯ એમ ૨૪ વર્ષ વાયુ અને મત્સ્ય પ્રમાણે આપે છે. (१४) ताहे सेणियपज्जोयादयो कुमारा पडिगता, ण एस चकित्ति ।
[ આવશ્યક-ચૂર્ણિ (પૂર્વાર્ધ) પૃ. ૨૪૯.] મહાવીરને વિરાગ સ્પષ્ટ જણાયા પછી શ્રેણિકાદિ ચાલ્યા ગયા; તે પછી મહાવીર અને પ્રોત ૪૪ વર્ષ જીવંત હતા.-વિરક્તવર્તનને ગૃહસ્થાશ્રમ ૨ વર્ષ, છઘસ્થજીવન ૧૨ વર્ષ, કેવલીજીવન ૩૦ વર્ષ એમ ૨+૧૨+૩૦=૪ વર્ષે એક જ રાત્રિએ મહાવીર અને પ્રદ્યોત એ બને નિર્વાણ અને મૃત્યુને પામ્યા હતા.
(૧૫) જ. આ. બી. પી. સ. પુ. ૧ પૃ ૧૬ (પ્રાચીન ભારતવર્ષ એ આપેલું ટીપણુ) પ્રદ્યોતનાં ૨૦ વર્ષ એાં હોવાથી પુલિકના રાજત્વકાલની કલ્પના કરવી પડે છે. મહાવીરના વિરક્ત વતનના ગૃહસ્થાશ્રમ વખતે પોતાને કુમાર તરીકે આવશ્યક ટીકામાં ને છે તેથી આવી કલ્પનાને સ્થાન મળે છે. રાજ્ય ન સ્વીકારતાં કે રાજ્યપરથી નિવૃત્ત થયા છતાં પિતાને રાજત્વકાલ ગણવાની પુરાણોની પદ્ધતિ પુત્રના રાજત્વકાલમાં કા૫ મુકે છે. તેના જ પરિણામે પોતના ૨૩ વર્ષ લખાયાં છે. બાકી ખરી રીતે તે રાજત્વકાલ ૪૯ વર્ષ છે. કદાચ એકાદ વર્ષ આછુવા હેાય છે તે જુદી વાત છે.