SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ અવંતિનું આધિપત્ય અને તેણે એસ્પેસિયનેને હરાવી તેમની જખરી' કતલ કરી. .આ પછી પવ તાને આળગી તે ખાજોરની ખીણમાં ઉતરી પડયા. પેાતાને સોંપેલુ કામ પુરુ કરી ક્રેટિરાસ અહિં સિકંદરને આવી મળ્યા. આ પછી સિકન્દરે એક બીજા મેાટા યુદ્ધમાં એસ્પેસિયનેાને હરાવી મોટી સંખ્યામાં કુદીએ અને બળદો મેળવ્યા અને ત્યાંથી આગળ વધી ન્યાસાને ઘેરે ઘાલતાં ત્યાંના રહીશે। તેના તામે થયા. હવે લેગ્ઝાંડર આસાકીનેઇ નામની બળવાન પ્રજાને તાબે કરવા તેમના મુલકના મોટામાં મેટા અને રાજધાનીના શહેર મસાગા પર હલ્લા લઇ ગયા. મસાગાના કિલ્લાને જીતી લીધા બાદ એરા (નેારા) અને ઝિરા ગામાને ક્બજે કરતા તે અએરનાસના અભેદ્ય કિલ્લાને જીતી લેવા આગળ વધ્યેા. આ કિલ્લા સિંધુ નદીના પાણીથી પખાળાતા હતા, એને જીતી લઇ આસાનિયતેના અન્ય પ્રદેશને જીતતા તે જંગલામાંથી ધીરે ધીરે માગ કરતા છેવટે એહિંદને માથે આવી પહોંચ્યા. હિંદુકુશની દક્ષિણખીણાથી અહિં સુધી આવતાં તેને ૯ માસ (મે થી જાન્યુઆરી) લાગ્યા હતા. બીજી તરફ હિફેસ્ટિન અને કિાસના હાથ નીચેને લશ્કરી વિભાગ પણ કાજીલ નદીની ખાણેાના રસ્તે આગળ વધ્યા. ખીણાને લગતા પ્રદેશની ઘણી ખરી ટાળીાના સરદારાએ તાબે થવાને વિકલ્પ પસંદ કર્યાં, પણ હસ્તિ (એ.ટીસ ) રાજાએ અલેગ્ઝાંડરના લશ્કરના સામના કર્યાં. તેને કિલ્લા એક માસ ટકી રહ્યો પણ ઘેરા ધાલનાર લશ્કરે છેવટે તેને કબજો લઇ નાશ કર્યાં. આ પૂર્વ તરફની કુચમાં ગ્રીક સરદારાની મદદમાં તક્ષશિલાને રાજા–આભ્ભિના પિતા જોડાયા હતા. તક્ષશિલાના રાજા નિયા મુકામે અલેગ્ઝાંડરને મળ્યા હતા અને તેણે પેાતાનું રાજ્ય આ ચઢાઇ કરનારના ચરણે ધર્યું હતું. તક્ષશિલાના રાજાની જેમ સિંધુને પશ્ચિમ કિનારે આવેલા બીજા સરદારોએ પણ ચઢી આવનારની તાબેદારી સ્વીકારી લીધી. પોતાના સમ્રાટે સિંધુનદી પર પુલ બાંધવાનું કામ સોંપ્યું હતું તેમાં એ સરદાર વિગેરેની મદદથી સતાષકારક પ્રગતિ કરવા ઉપરાત તે ગ્રીક સરદારા શક્તિમાન થયા. “ગ્રીક સરદારાએ બાંધેલા આ નાવડીવાળા પુલ, કે જે પરથી અલેગ્ઝાંડર સિને પાર કરી તક્ષશિલા તરફ આગળ વધ્યા હતા, તેના સ્થાન વિષે મતભેદ છે. ધણાખરા લેખકેાનું વલણ તે પુલને અટકની આગળ મુકવાનું જણાય છે, કેમકે, ત્યાં નદીના પટ સાંકડામાં સાંકડા છે. પણ મ. કુશરની શોધખેાળાથી સિદ્ધ થયું છે કે, ધણા ભાગે એ પુલ અટકની ઉપરવાડે ૨૬ માઇલ દૂર આવેલા આહિ કે ઉન્ડ આગળ હશે.'' જેના આધારે લેગ્ઝાંડરની હિન્દ પરની વિજયયાત્રા વિષે હું લખી રહ્યો છું, તે હિન્દના પ્રાચીન તિહાસના લેખક મી. સ્મીથની આવા પ્રકારની વિચારસરણી છે. તક્ષશિલાના ચેડા સમય પહેલાં એટલે આશરે બેચાર માસમાં જ મૃત રાજાના પુત્ર આંભિનું એલચીમ`ડળ ઉપરોક્ત આહિંદમાં લેગ્ઝાંડરને મળ્યું અને તેણે પેાતાના રાજાની સેવા તેને ચરણે ધરવા એકવાર ફરીથી કમુહ્યુ`. તક્ષશિલાના રાજાઓની આવી નિષ્ફળતાનું કારણ, તેમને અભીસારના પહાડી રાજ્ય સાથે અને જેલમ તથા ચીનાખ નદીએના વચ્ચે હાલના જેલમ, ગુજરાત, શાહપુર જિલ્લાઓના પ્રદેશમાં રાજ્ય કરતા શ્રીકાથી ઓળખાવાતા પારસ રાજા જોડે શત્રુતા હતી, અને તે લેગ્ઝાંડરની મદદથી એ પાડેાશી શત્રુઓને દખાવવા માગતા હતા. અલેગ્ઝાંડર એહિદમાં એક માસ આરામ લઇ સિધુને પાર કરી તક્ષશિલા પહેાંચ્યા. તક્ષશિલાના રાજા આંભિએ સસૈન્ય સિકંદરની સરભરા કરી અને ઘણી ભેટ ધરી તામેદારી સ્વીકારી. ગ્રીક શહેનશાહે એ ભેટમાં સુવણ મુદ્રાદિને ઉમેરો કરી તેને પરત કરી. અહિં અભિસારના રાજદૂતે આવી સિકન્દરની તાખેદારી સ્વીકારી લીધી.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy