SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૭૧ મૃત્યુ પામે હતે. તેના રાજ્ય પર આવ્યા પછી ચણને અને વિમે તેને શયને કેટલાક ભાગ ખેંચાવી લીધું હતું તો પણ તેના મૃત્યુ સમયે તેના તાબામાં ભારતને ઘણે માટે ભાગ હતો. શુદ્રકના અનુગામી આદ્મભૂ (નાગ-નાગવંશીઓ) આ સમય દરમિયાન આન્દ્ર રાજ્યની સર્વોપરીતાને સર્વથા સ્વીકારતા હશે કે કેમ, એ સમજવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં હવે આશ્વ સામ્રાજય પર શિવરાજાની રાણી બાલશ્રીને પુત્ર (ગૌતમીપુત્ર) યજ્ઞ શ્રી (સાતકણ), કે જેને મેં મારી આ% વંશાવલીની નોંધમાં નં૦ ૧૬ તરીકે છે, તે આરૂઢ થાય છે. યજ્ઞશ્રી ૨૧ વર્ષ, મ. નિ. ૫૭૩–૫૯૪. (વિ. સં. ૧૬૩-૧૮૪, ઈ. સ. ૧૦૬-૧૨૭) મસ્યપુ ની ધમાં મેં નં ૨૨ તરીકે શિવસ્વાતિને નેંધી નં. ૨૩ તરીકે ૨૧ વર્ષ રાજત્વકાલવાળા ગૌતમીપુત્રને નોંધ્યો છે. મારી નેંધમાં આ રાજાને નં૦ ૧૬ છે. આશ્વ રાજાઓના લેખમાં પિતાને સ્વામી તરીકે લખતો એક યજ્ઞશ્રી” નામને રાજા છે, ૨૯ વર્ષ રાજવકાલવાળા જેને મેં મત્સ્યની નોંધમાં નં ૦ ૨૭ અને મારી નોંધમાં નં૦ ૨૦ તરીકે ધ્યો છે. એ ગૌતમીપુત્ર સાતકર્ણથી રાજાઓને રાજા આ ગૌતમીપુત્ર સાતકણું જુદે છે. કેમકે, એ બન્નેના રાજત્વકાલમાં ફેરફાર છે. તેવી જ રીતે રાજત્વકાલના ફેરફારથી, નં. ૯ તરીકે મારી નંધમાં બેંધાયેલા ગૌતમીપુત્ર સાતકર્ણથી પણ આ (નં. ૧૬) ગૌતમીપુત્ર સાતકણ જુદે જ છે. બ્રહ્માંડપુરાણમાં તે “યત્રમતિ' નામે લખાય છે. એ નામ યજ્ઞશ્રીનું અશુદ્ધ રૂપ હશે એવી સંભાવનાથી મેં આ રાજાનું વિશેષ નામ “યજ્ઞશ્રી” નૈધ્યું છે. તેની માતા બાલશ્રીના નાશિકમાંના વિસ્તૃત લેખમાં “શ્રી સાતકણુંની પૂર્વે જે અક્ષર વંચાયા નથી તે “યજ્ઞ” હેવા જોઈએ. આમ છતાં, આ રાજાનું વિશેષ નામ કે અન્ય જ હોય તે તે શોધવું રહ્યું. હું તે તેને યજ્ઞશ્રી તરીકે જ આલેખી રહ્યો છું. આમાં “શ્રી” એ વિશેષ નામને અંશ ન હોવાથી સિકકાઓમાં અને તેમાં તેને ઉપયોગ વિશેષ નામની કે બિરુદની પહેલાં યથેચ્છ કરાય છે. કથાસરિત્સાગરના બારમા લંબકમાં અવાન્તર કથા પ્રસંગે વેતાળ પચીશીનું અવતરણ કર્યું છે. ત્યાં પ્રતિષ્ઠાનના રાજા વિક્રમસેનના પુત્ર ત્રિવિક્રમસેને વેતાળને પ્રસન્ન કરી પોતાનાં કાર્ય સાધ્યાં હતાં વિગેરે હકીકત જણાવી, છેવટે ત્રિવિક્રમસેનની કથા કહેતાં તેને સ્વેચ્છ રૂપે અવતરેલા અસુરને શાન્ત કરનાર વિકમાદિત્યનો અવતાર જણાવ્યો છે અને તેના અવતારનું પ્રયોજન ઉદામ અને દુર લેકેનું દમન કરવું એ હતું, એમ ત્યાં કહેવાયું છે. કથાસરિત્સાગરના આવા પ્રકારના કથનને ભાવાર્થ એ છે કે, દિવ્યશક્તિ ધરાવનાર ત્રિવિક્રમસેન ઉજજયિનીને જીતનાર વિક્રમસિંહ-વિકમસેન (શિવસાતકણી) ને પુત્ર હેઈ,
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy