SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૯ ૭૭ વર્ષે પરાજય અને નાશ કરી વિજય મેળવવા પૂર્વક તે મધ્યભારતમાં ચાલ્યા ગયા ત્યારે ચષ્ટને મહાક્ષત્રપ અની કચ્છમાં રાજા તરીકે રાજ્ય કરવા માંડયું હતું. કેટલાકાતુ માનવું છે કે, તેના પિતાએ જ ઈ. સ. ૭૮ વર્ષે સ્વતંત્ર થઈ કચ્છમાં રાજય કરવા માંડયું હતું અને તેની પાછળ તેની ગાદીએ ચષ્ટન આવ્યા હતા કે જેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશે જીતી લઈ મહાક્ષત્રપ બનવા પૂર્વક ગિરિનગર ( હાલના જૂનાગઢની જગાએ રહેલા ) માંથી રાજ્ય કરવા માંડયું હતું. ઘણાખરા સ ંશાધકા તા એમ જણાવી રહ્યા છે કે, ચષ્ટને પશ્ચિમ ભારતના કેટલાક દેશેાને જીતતાં અવન્તિ પણ જીતી લીધે। હતા અને તે ઉજ્જયિનીમાં રહી રાજ્ય કરતા હતા. હું આની વિરુદ્ધમાં પહેલાં પ્રસંગાપાત લખી ગયા ... કે, ઉજજચિનીના વિજેતા ચષ્કન હતે જ નહિ. ગમે તેમ હા; પરંતુ એ વાત તા નકી જ છે કે, આન્ધ્રરાજ્યના પશ્ચિમ ભારતની દક્ષિણના કેટલાક પ્રદેશેા (દક્ષિણ રાજપૂતાનાથી લઈ લાટ પન્તના ) આન્દ્રે રાજા શિવના હાથમાંથી શક મહાક્ષત્રપ ચષ્ટનના હાથમાં જતા રહ્યા હતા. આ જ સમયે પશ્ચિમ ભારતના વાય પ્રદેશેામાં કડફીસિઝ પહેલાના પુત્ર કડફીસિઝ બીજો ( વિમ) આન્ધ્રરાજ્યની સર્વોપરીતાને ફગાવી દેતે પંજાબને જીતી લઈ મધ્યદેશના પ્રદેશેામાં પેાતાની સત્તા સ્થાપી રહ્યો હતા કે સ્થાપવા પ્રયત્ન કરી રહ્યો હતા. આન્ગ્રેસમ્રાટ્ શિવ સા॰ ક, એ શક ચષ્ટન અને કુશાન વિના આક્રમણુ તરફ્ સક્રિય હતા કે નિષ્ક્રિય હતા અને, જો સક્રિય હાય તે, તેણે તેમને કેવી રીતે સામનેા કર્યાં હતા તથા તેમાં તેને કેવી રીતે નિષ્ફળતા મળી હતી, આ વિષે આપણને ઇતિહાસમાંથી કંઈ પણ જાણુવા મળતું નથી. વળી તેને નિષ્ફળતા મળવામાં તેની તથા આન્ધ્ર સામ્રાજ્યની કયી નબળાઈઓએ ભાગ ભજવ્યેા હતેા, એ વિષે પણ જાણવાનાં સાધન આજે ઉપલબ્ધ નથી. ફક્ત, જૈનગ્રન્થાથી એટલું આપણને જાણવા મળે છે કે, તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોંમાં લાંખા કાળના એક ભયંકર અને વ્યાપક દુષ્કાલ પ્રવર્તી રહ્યો હતા, કે જેને લઈ ચેાગ્ય આહાર મેળવવાની મુશ્કેલી પડતાં પેાતાના પટ્ટધર વસેનને અપરાન્તકમાં-કેાકણુમાં વિહાર કરાવી શ્રીવસ્વામીએ અનશન કર્યું હતું. આથી પૂર્વે શ્રીવ જ્યારે મગધમાં હતા ત્યારે પણ એક દુકાળ પડયા હતા અને જૈનસંઘને ત્યાંથી મહાપુરીમાં લઈ જવાના વખત આવ્યા હતા. આવા દુકાળથી દેશના અર્થ તન્ત્રને ફટકા પડતાં લશ્કરીખળ સાચવવાની મુશ્કેલી પડે; પરં તુ તેથી એક માટું સામ્રાજ્ય નિષ્ક્રિય બનીને બેસી ન રહે યા તેા સામના કરવા જતાં શત્રુઆથી પાછું ન પડે. મને લાગે છે કે, શૂદ્રક સમા સમથ લશ્કરી પુરુષ જતાં આંતરિક અવ્યવસ્થા જાગી હશે અને તેને દૂર કરવા પુરતું ડહાપણ અને તાકાત રાજા શિવમાં નહિ હોવાથી તે પોતાના સામ્રાજ્યના હાસ થતા અટકાવી શકયા નથી. ન રાજા શિવ અવન્તિના અધિપતિ બન્યા તે સમયે એટલે મ. નિ. ૫૪૫, વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે એક સંવત વહેતા થયા હતા, કે જે હાલ શાલિવાહન શાફ્રે’
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy