SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૬૫ આ રાજાને નં. ૧૮ છે. આ મડલક કે શક્તિકુમારના વિષે સાહિત્યમાંથી કોઈ પણ જાણવા મળતું નથી. મણ્ડલક પછી આધરાજય પર આવેલા (નં. ૧૨) પુરીન્દ્રસેન (અન્ય-વાયુ વિગેરે પુરાણની નેંધ પ્રમાણે પુરિકસેન, પ્રવિદ્ધસેન, પુરીષભીરુ) ને રાજત્વકાલ મત્સ્યપુરાણ સ્પષ્ટ રીતે લખતું નથી; છતાં પૂર્વાપર અનુવૃત્તિથી તે ૫ વર્ષ અથવા ૧ વર્ષ હોય એમ લાગે છે, જ્યારે બ્રહ્માષ્ઠ પુત્ર એને રાજત્વકાલ ૧૨ વર્ષ અને વાયુ પુરા ૨૧ વર્ષ લખે છે. એક લેખકે આ રાજાનું રાજ્ય ૧ વર્ષ જ હોવાનું લખ્યું છે. મેં મારા સંશોધિત કેષ્ટકમાં તેનું રાજ્ય વાયુ પુત્ર પ્રમાણે ૨૧ વર્ષ ચાલ્યાનું માન્ય રાખ્યું છે. કારણ કે, વો (ચત્રપણ સાતકણી) અને રુદ્રદામાની. તેમના રાજ્યની શરૂઆતનાં વર્ષોમાં જે સમકાલીનતા છે તે બંધબેસતી કરવા અને વિક્રમની પહેલી સદીમાં બનેલા અનેક બનાવોને સામયિક મેળ સાધવા મેં હાલનાં રાજ્યવર્ષ ઉર લખ્યાં છે તે, જે પુરીન્દ્રસેનનાં રાજ્યવર્ષ ૨૧ કરતાં ઓછાં એટલે ૫, ૧ કે ૧૨ વર્ષ સ્વીકારાય તે હાલનાં રાજય વર્ષ ૭૨ કરતાં વધારે એટલે ૮૮, ૯૨, કે ૮૧ વર્ષ સ્વીકારવાની આપત્તિ આવી પડતાં, અસંગત થઈ પડે. પુરીન્દ્રસેન પછી મસ્પે સૌમ્ય સાતકણનું નામ નંધ્યું છે. આશ્વવંશાવલીની નેંધ લેનારાં પુરાણમાં એ નામની નેંધ ફક્ત મસ્ડમાં જ અને તે પણ તેની એક જ પ્રતિના પાઠમાં લેવાયેલી છે તેથી એ રાજાને મારી નેંધમાં પડતે મેલી મેં પુરીન્દ્રસેન પછી (નં. ૧૩) સુંદર (સાતકણી) અને (નં. ૧૪) ચકોર (સાતકર્ણા) એ બે રાજાઓને નંધ્યા છે. એ બન્નેને રાજત્વકાલ અનુક્રમે ૧ વર્ષ અને બે વર્ષ જ છે અને તેમાં સર્વ પુરાણ એકમત છે. મચ્છલકની જેમ તેની પછીના પુરીન્દ્રસેનાદિ ત્રણ રાજાઓના સંબંધમાં પણું સાહિત્ય બહુધા મૂક જ છે. શાલિવાહને પિતાની રાજધાની આબના બેન્નાકટકમાંથી પ્રતિષ્ઠાનમાં ફેરવી હતી. આ વખતે પ્રતિષ્ઠાન લાંબા કાળના શકેના ઉપદ્રવથી પિતાની સમૃદ્ધતા ગુમાવી બેઠું હતું અને તે એક સામાન્ય ગ્રામ જેવું બની ગયું હતું, તેથી હાલ રાજાએ તેની એકદમ નજીકમાં નવા પ્રતિષ્ઠાનની રચના કરી હતી. શાલિવાહનના અનુગામી માડલક વિગેરે રાજાએ એ નવા પ્રતિષ્ઠાનમાં નહિ, પરંતુ જૂના પ્રતિષ્ઠાનમાં જ રહી રાજ્ય કરતા હશે, એમ લાગે છે. “ત્યાર પછી કોઈ પણ રાજા વીરક્ષેત્ર હોવાથી પ્રતિષ્ઠાનમાં પ્રવેશ કરતું નથી” આવા મળી આવતા સાહિત્યગત ઉલેખથી ઉપરોક્ત સંભાવના થાય છે. “શાલિવાહને પ્રતિષ્ઠાન સહિત પોતાનું અર્ધ રાજ્ય શૂ કકને આપ્યું હતું” આ ઉલ્લેખ મળી આવે છે તેની સામે કાંઈ વધે ન હોય તે, કહી શકીએ કે, નવું પ્રતિષ્ઠાન “વીરક્ષેત્ર –વીરવર શૂદ્ર કના કબજાને વિભાગ હઈ શાલિવાહનના વારસ જૂના પ્રતિષ્ઠાનમાં રહીને આશ્વરાજ્યનું શાસન કરતા હશે, એ સંભાવના માત્ર જ નહિ પણ સત્ય હકીકત છે. તેમના તાબામાં હવે આશ્વ સામ્રાજય અડધું જ રહ્યું હતું. આશ્વ સામ્રાજ્યના શુદ્રક અને હાલ વચ્ચે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy