SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય લગભગ ૧૩૦-૬પા=૧૪, ૧૩૦-૭રા=પળા, કે ૧૩૦-૮૧ાા=૪૮ વર્ષ પૂર્વે આવી પડે છે, અને પુરાણ પ્રમાણે હાલમાં રાજ્યવર્ષ ૫ જ માની લેવામાં આવે તો મારી નોંધેલી સાલવારી અને રાજ્યવર્ષ પ્રમાણે પુલોમાવીને રાજ્યારંભ ઉપરોક્ત નિણિત સમય કરતાં ૧૨૭-૮૧=પા વર્ષ પૂર્વે આવી પડે છે તથા વિક્રમાદિત્યની વૃદ્ધાવસ્થામાં હાલનું અસ્તિત્વ આવી પડે છે. આ સર્વ આપત્તિને ટાળવા મેં મારી બેંધમાં હાલનાં રાજ્ય વર્ષ ૫ ના બદલે ૭૨ નંધ્યાં છે, કે જે મારી નાંધેલી સાલવારી પ્રમાણે મ.નિ. ૪૫ થી પ૧૭-ઈ.સ. પૂ. ૨૨ થી ઈ.સ. ૫૦ સુધી છે. ત્યાર બાદ મડલક વિગેરેએ ૭૬ (૭૭) વર્ષ રાજ્ય ભગવ્યું અને તે પછી ઈ. સ. ૧૨૭ વર્ષે ગુમાવી રાજ્ય પર આવ્યો, એમ ઉપરોક્ત આવી પડતી આપત્તિ ટળી જાય છે. સંશોધકો ગ્રીક ભૂગોલવેત્તા ટેલેમીએ નેધેલા ઉજયિનીના રાજા “ટી અટનેસ અને ચણન તરીકે સમજી રહ્યા છે, પરંતુ એ સમજ બરાબર હોય એમ લાગતું નથી. સંભવ છે કે, ચક્કનવંશીય (રુદ્રદામા)ના સ્થાને એ “ટીઅસ્ટનેસ” શબ્દ વપરાયો હોય. કારણ કે, ઈ.સ. ૧૩૦ થી ૧૬૧ સુધી વિદ્યમાન ટોલેમી ભારતમાં આવ્યો તે વખતે ઉજજચિનીમાં ચછન નહિ, પરંતુ તેને પૌત્ર રુદ્રદામા જ ત્યાં રાજ્ય કરી રહ્યો હતો કે જેણે દક્ષિણપથપતિ સાતકણિ (આબરાજા પુલોમાવી સા.ક. ચત્રપણ)ને બે વાર ખુલ્લા યુદ્ધમાં હરાવ્યું હતો એમ જૂનાગઢમાંને તેને શિલાલેખ કહી રહ્યો છે. મ. નિ. ૬૦૫ વર્ષે એટલે આ લેખની ગણના પ્રમાણે ઈ.સ. ૧૩૮ વર્ષે (વિ. સં. ૧૫ વર્ષે) અવનિમાં શક રાજાની ઉત્પત્તિ કહેવામાં આવી છે તે ગાથાઓને અભિપ્રાય અવનિમાં આ શક રુદ્રદામાનું આધિપત્ય ઉત્પન્ન થવાના અંગે જ છે. માનિ. ૪૦ વર્ષે વિક્રમ સંવતની શરૂઆત માનનાર સંપ્રદાયને અનુસરનાર આ લેખ પ્રમાણે આન્દ્રરાજા (નં. ૧૫) શિવ (સા.ક.), કે જે મ.નિ. ૫૪૫-વિ.સં. ૧૩૫-ઈસ. ૭૮ વર્ષે પ્રતિષ્ઠાનની ગાદીએ આવ્યો હતો અને બૃહત્કથાના અનુવાદેમ ને વિક્રમસિંહવિક્રમસેન હોવા સંભવ છે, તેણે ઉજજયિનીના ગર્દભિલ્લવંશના છેલ્લા રાજા નાહડ પાસેથી અવન્તિનું આધિપત્ય ખુંચાવી લીધું હતું-નાહડે અપાપરાધ માટે કેદ કરેલા એક ધનાઢય વેશ્યાના પ્રેમપાત્ર બ્રાહ્મણપુત્ર શ્રીધરને, વેશ્યાએ કરેલા ઉપકારના બદલા તરીકે, છેડાવવા ઉજજયિની પદ ચઢાઈ કરી નાહડને હરાવીને અવન્તિનું આધિપત્ય મેળવ્યું હતું. આ શિવ સા.ક.એ ૨૮ વર્ષ અવન્તિનું આધિપત્ય ભોગવ્યું, તે પછી તેના પુત્ર (નં૦૧૬) યજ્ઞશ્રી સાકએ ૨૧ વર્ષ અવન્તિનું આધિપત્ય ભેગવ્યા બાદ (૧૭) ચત્રપણ (વાશિષ્ઠીપુત્ર પુલમાવી) અવન્તિને અધિપતિ થયું. તેણે પિતાના રાજ્યનાં ૧૧ વર્ષ વીતતાં એટલે મ.નિ. ૬૦૫-ઈ.સ. ૧૩૮ વર્ષે, આશ્વવંશના તાબામાં મનિ. પ૪૫-ઈ.સ. ૭૮ થી ૬૦ વર્ષ પર્યન્ત રહેલું અવન્તિનું આધિપત્ય ગુમાવ્યું, અને અવન્તિમાં તેને વિજેતા શક રાજા રુદ્રદામાં ઉત્પન્ન થયે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy