________________
ક
અવંતિનું આધિપત્ય
२४७ આર્ય સિંહગિરિ વિગેરે બીજા પણ મહાન આચાર્યો પોતાના ઉપદેશામૃતથી ભારતભૂમિને સિંચતા જૈનશાસનની પ્રભાવના કરી રહ્યા હતા. જૈન ધર્મ એ, પ્રતિસ્પર્ધિ બૌદ્ધ અને વૈદિક ધર્મની સાથે હરીફાઈમાં વિશેષ વ્યાપક અને વિજયવંતે હતે. અવનિને પ્રદેશ યુગપ્રધાનેનાં અને જન શ્રમણનાં પગલાંથી સતત પાવન બનેલો જ રહ્યો હતો. શ્રી આર્ય રક્ષિતે શ્રીભદ્રગુપ્તાચાર્યનું અંતિમ નિર્ધામણ ઉજયિની નગરીમાં જ કર્યું હતું. અવતિ દેશ જૈનધર્મથી બહુ બહુ જ સંસ્કારિત બનેલો હતો. ચારે વર્ણના મોટા ભાગમાં જૈન સંસ્કૃતિની ખૂબ ખૂબ અસર હતી. ભાઈબ્રાદિ રાજાએ પિતાને વારસામાં મળેલી જૈન સંસ્કૃતિથી સંસ્કૃત જ હશે એમ આપણે અનુમાન કરી શકીએ, પરંતુ તેને સમર્થક ઉલ્લેખ મળે મુશ્કેલ છે. વિક્રમચરિત્ર અને ભાઈલાદિ રાજાઓના પરસ્પર સગપણસંબંધ વિષે પણ ક્યાંયથી કાંઈ સ્પષ્ટ જાણવા મળતું નથી, તેમ જ ગર્દભિલ્લવંશના છેલ્લા રાજા નાહડનું અવન્તિ પરનું આધિપત્ય કેના હાથે અને કેવા સંજોગોમાં સમાપ્ત થયું એ સંબંધી પણ સ્પષ્ટ ઉલ્લેખ ઈતિહાસમાં મળતું નથી. મ. નિ. ૬૦૫ સુધી ગર્દભિલ્લવંશને લઈ જતે ચાલુ જન સંપ્રદાય એ વંશને અંત અવનિમાં શક રાજાની ઉત્પત્તિથી થયેલ માને છે, પરંતુ એ સંપ્રદાયથી ભિન્ન સંપ્રદાયને અનુસરતા આ લેખની ગણતરી પ્રમાણે એને અંત મ. નિ. ૫૪૫ વર્ષે આવે છે, તેથી એને અંત લાવનાર શક રાજા નહિ, પણ અન્ય જ કેઈ રાજા છે. આદ્મવંશના આલેખનમાં સાબીત કરવામાં આવશે કે, શક રાજાએ અવન્તિનું આધિપત્ય મેળવ્યું તે ગર્દભિલ્લો પાસેથી નહિ, પરંતુ આન્ધો પાસેથી મેળવ્યું હતું, અને તેથી શક રાજાની પૂર્વે અવન્તિ પરનું આધિપત્ય ભેગવતા કેઈ આ% રાજાએ જ ગર્દભિલ્લવંશને અંત આ હેવો જોઈએ એ સ્પષ્ટ જ છે. એ આ... રાજા મ. નિ. ૫૪૫-વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે ગાદી પર આવનાર (નં. ૧૫) શિવ (સાતકર્ણિ) હતો. એના વિશે અવનિત પર ૬૦ વર્ષ આધિપત્ય ભોગવ્યું હોઈ હવે આપણે તેના અવન્તિ પરના આધિપત્યને આલેખીએ.